સગાઈ બાદ પુત્રીઍ ભરેલા અંતિમ પગલાથી પરિવાર પર આભ ફાટ્યું તેવા દ્રશ્યો સર્જાયા
Rajkot તા.૯ઃ
શહેરના મોરબી રોડ પર રાધા મીરા સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષે યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા યુવતીએ દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક રાધામીરા સોસાયટીમાં રહેતી જાનવીબેન દીપેશભાઈ રાણપરા ઉંમર વર્ષ ૨૦ વર્ષીય યુવતી એ ગત ૭ ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકની સગાઈ થયેલ હતી અને એકના એક પુત્રીના મોતથી માતાપિતાએ હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે આ અંગે બી ડિવિઝન સ્ટેશનના હેડ કોસ્ટબલ જયેશભાઈ લઠિયાએ વધુ તપાસ હાથ ધરી છે

