Rajkot તા.૯ઃ
કાલાવડ તાલુકાના દેવગામ રહેતા ૫૦ વર્ષીય આધેડ ગત તા ૨૨ ના રોજ બાઈક લઈને જતા હતા ત્યારે નિકાવા નજીક આણંદપર પાસે બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજતા કાલાવડ ગ્રામ્ય પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ કાલાવડ નજીક દેવગામ રહેતા અરજણભાઈ નાજાભાઇ રાખસીયા ઉંમર વર્ષ ૫૦ વર્ષીય આધેડ ગત તા ૨૨ ના રોજ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે નિકાવા નજીક આનંદપર ગામ પાસે ગાર્ડી કોલેજ પાસે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં લાંબી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતે શ્રમિક કામ કરતા હોય અને સંતાનમાં એક પુત્રી એક પુત્ર એ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ રાજદિપસિંહ વધુ તપાસ હાથ ધરી છે

