Rajkot તા.૯ઃ
થાનગઢ ગામે રહેતા ૨૩ વર્ષ એ યુવક ગઈ કાલ રાત્રે બાઈક લઈને જતી વેળાએ વગડીયા રોડ પર ઓરિએન્ટ સીરામીક પાસે બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી તાત્કાલિક પ્રથમ થાનગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા જ યુવકે દમ દોડતા થાનગઢ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે રહેતા જય કમલેશભાઈ મહેતા ઉંમર વર્ષ ૨૩ વર્ષીય યુવાન ગઈકાલે રાત્રે ૧૦૦૦ વાગ્યે આસપાસ બાઈક લઈને જતો હતો ત્યારે વગડીયા રોડ પર ઓરિએન્ટ સિરામિક પાસે બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ થાનગઢ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતા થાનગઢ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતે બ્રાહ્મણ હોવાથી કર્મકાંડ કરતો હોય અને અપરણિત હતો તેમ જ બે ભાઈ માં નાના નાના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

