૭ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી
Mumbai, તા.૧૦
‘હનુમાન અંશ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. માત્ર ૨ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ફિલ્મની સફળતા બાદ હવે દર્શકો તેના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ‘હનુમાન અંશ ૨’ને લઈને હવે નવી ચર્ચા શરૂ થઈ છે, જેણે ક્રિકેટ અને બોલીવુડના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
સવાલ એ છે કે શું Virat Kohli and Anushka Sharma ફિલ્મના બીજા ભાગમાં કેમિયોમાં જોવા મળશે? ‘હનુમાન અંશ’ ત્રણ ભાગમાં રિલીઝ થવાની છે અને પ્રથમ ભાગને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હવે બીજા ભાગને લઈને ફિલ્મની પ્રોડ્યુસર નમ્રતા સિંહે મહત્વની વાત કરી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં નમ્રતા સિંહને પૂછવામાં આવ્યું હતું કે શું વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા મોટા સેલિબ્રિટી ‘હનુમાન અંશ ૨’માં કેમિયો કરી શકે છે? તેના જવાબમાં પ્રોડ્યુસરે જણાવ્યું હતું કે કેટલીક વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ પહેલેથી જ ‘હનુમાન અંશ’ વિશે જાણે છે.
નમ્રતા સિંહે Virat Kohli and Anushka Sharmaના કેમિયોને લઈને કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરી નથી. તેમણે આ મામલે સસ્પેન્સ જાળવી રાખ્યું છે, પરંતુ તેમની વાતચીત બાદ ચાહકોને ચોક્કસપણે એવી આશા જાગી છે કે આ પાવર કપલ ફિલ્મના આગામી ભાગમાં જોવા મળી શકે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નીમ કરોલી બાબામાં ઊંડી આસ્થા ધરાવે છે. બંને ઉત્તરાખંડના પ્રસિદ્ધ કૈંચી ધામની મુલાકાત પણ લઈ ચૂક્યા છે. વિરાટના ફોનના વોલપેપરમાં પણ નીમ કરોલી બાબાની તસવીર જોવા મળી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. વિરાટ કૈંચી ધામ ગયા બાદ સોશિયલ મીડિયા પર પણ નીમ કરોલી બાબા પ્રત્યે લોકોની આસ્થા અને રસ વધ્યો હતો. આ કારણે ‘હનુમાન અંશ’ના આગામી ભાગમાં વિરાટ અને અનુષ્કાની કોઈ રીતે હાજરી જોવા મળે તો તે દર્શકો માટે ખાસ આકર્ષણ બની શકે છે. જોકે, હાલમાં તેમના કેમિયોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પ્રોડ્યુસર નમ્રતા સિંહે ફિલ્મની આગળના ભાગ અંગે પણ માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર ફિલ્મમાં સૌથી પહેલાં ભારતમાં રહેતા નીમ કરોલી બાબાના ભક્તોની વાર્તા દર્શાવવામાં આવશે. દેશમાં નીમ કરોલી બાબાના હજારો ભક્તો છે અને તેમના જીવન પર બાબાની આધ્યાત્મિક અસર રહી છે. ફિલ્મના આગામી ભાગોમાં આવા ભક્તોના અનુભવો અને તેમની આસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ‘હનુમાન અંશ’ના ત્રીજા ભાગમાં નીમ કરોલી બાબાની દુનિયાભરમાં ફેલાયેલી આસ્થા અને તેમની આધ્યાત્મિક ઊર્જા પર ફોકસ કરવામાં આવશે. ફિલ્મમાં બાબાની સાથે જોડાયેલી વૈશ્વિક હસ્તીઓના સંદર્ભો પણ જોવા મળશે. આ દરમિયાન એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સ, મેટાના માર્ક ઝુકરબર્ગ, ટિ્વટરના સ્થાપક જેક ડોર્સી અને હોલીવુડની અભિનેત્રી જુલિયા રોબટ્ર્સ જેવા નામોનો ઉલ્લેખ કરવામાં આવશે.
૭ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી છે. માત્ર ૨ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનો અહેવાલ છે. ફિલ્મની આ સફળતાએ ઇન્ડસ્ટ્રીને પણ આશ્ચર્યમાં મૂકી દીધી છે. હવે દર્શકોની નજર તેના બીજા ભાગ પર છે અને જો Virat Kohli and Anushka Sharma ખરેખર ફિલ્મમાં જોવા મળે છે, તો ફિલ્મની ચર્ચામાં વધુ મોટો વધારો થઈ શકે છે. જોકે, હાલમાં બંનેના કેમિયો અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

