Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    • Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    • Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    • Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    • ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો
    જામનગર

    Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026Updated:September 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રૂ.૬૪.૪૯ લાખના અનધિકૃત વ્યવહારો કરાયા, ખાતા ખોલાવી કમિશન મેળવી સાગરીતને કિટ સહિત ખાતા સોંપ્યાનો આક્ષેપ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦ઃ

    જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે પોતાના નામે બેંક ખાતા ખોલાવી સાગરીતને ખાતાની કિટ સહિત આપી કમિશન મેળવનાર નવ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ દરમિયાન આશરે રૂ.૬૪,૪૯,૬૯૯ના અનધિકૃત નાણાકીય વ્યવહારો થયાનું સામે આવતાં કાર્યવાહી હાથ ધરી છે.

    સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ કારૂભાઈ ડાડુભાઈ વસરાએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સાયબર ગઠિયાઓ દ્વારા બેંક ખાતા ધારકોને કમિશન આપી તેમના ખાતામાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી.આ અંગે પોલીસે રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ તેમજ સમન્વય પોર્ટલ ઉપર મળેલી માહિતીના આધારે શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી. પોસ્ટ ઓફિસ જામનગર ડિવિઝનના બેંક ખાતાઓના કેવાયસી દસ્તાવેજો તથા સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કરતાં અનધિકૃત વ્યવહારો મળી આવ્યા હતા. પોર્ટલ ઉપર મળેલી ફરિયાદોમાં પણ જામનગર જિલ્લાના કેટલાક વ્યક્તિઓ પોતાના નામે ખાતા ખોલાવી પોતાના મળતિયાઓને ખાતાની કિટ સહિત સોંપી કમિશન મેળવતા હોવાનું સામે આવ્યું હતું.

    ફરિયાદમાં યાસ્મીન ઇસાકભાઈ પીઠડિયા સહિત ફરવાન મુસ્તાકભાઈ પાંઢડીયા, જમીર વલીમામદ ઠાસરીયા, અમીન મહમદ બ્લોચ, અબરાર સુલેમાન ઓડીયા, સાહિત્ય સાજીદ માડકીયા, અલ્તાફ સુલેમાનભાઈ ઓડીયા, સાજીદ સતારભાઈ માડકીયા તથા આતીક ઉર્ફે આતીફ યાકુબભાઈ માડકીયાના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

    પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી એકસમાન ઈરાદાથી ખોટી ઓળખ ઊભી કરી સાયબર છેતરપિંડી માટે બેંક ખાતાઓ ખોલાવ્યાં હતાં. ત્યારબાદ ખાતા સહઆરોપી આતીક ઉર્ફે આતીફ યાકુબભાઈ માડકીયાને કિટ સહિત સોંપી દરેક ખાતા દીઠ અલગ-અલગ કમિશન મેળવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ખાતાઓ મારફતે લોકો સાથે છેતરપિંડીથી મેળવેલા નાણાંના વ્યવહારો કરી નાણા સગેવગે કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૧૧(૨), ૩(૫), ૫૪ તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ ૬૬(ડી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડાઃ ૧૧ શખ્સો ઝડપાયા
    Next Article Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં હિંગળાજ ચોકમાં દુકાન સામે બેસવાની ના પાડતાં ટ્રાન્સપોર્ટરના માથામાં પાઇપનો ઘા ઝીંક્યો

    October 27, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ટ્રકની ટક્કરથી બાઇકસવાર શ્રમિક દંપત્તિ ખંડિત, પત્નીનું કરુણ મોત

    October 27, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરના ઈશ્વરિયા ગામે મકાનમાંથી રૂ. ૩.૪૦ લાખની રોકડ રકમની ચોરી, મિત્ર પર આરોપ

    October 27, 2026
    જામનગર

    Jamnagarમાં એક જ રાતમાં ચોરીના બે બનાવઃ ફ્રૂટની દુકાન અને બંધ મકાનમાંથી રૂ. ૨.૬૯ લાખનો મુદ્દામાલ ચોરાયો

    October 21, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓને કારણે થયેલ અકસ્માતમાં બે વ્યક્તિનાં કરુણ મોત

    October 21, 2026
    જામનગર

    Jamnagarમાં ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો: બે શખ્સ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,970
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,050
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹191,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 23:49
    Categories
    Latest News

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    Search
    Main News

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.