Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો
    જામનગર

    Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રૂ.૬૪.૪૯ લાખના અનધિકૃત વ્યવહારો કરાયા  ખાતા ખોલાવી કમિશન મેળવી સાગરીતને કિટ સહિત ખાતા સોંપ્યાનો આક્ષેપ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦ઃ

    જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે પોતાના નામે બેંક ખાતા ખોલાવી સાગરીતને ખાતાની કિટ સહિત આપી કમિશન મેળવનાર નવ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ દરમિયાન આશરે રૂ.૬૪,૪૯,૬૯૯ના અનધિકૃત નાણાકીય વ્યવહારો થયાનું સામે આવતાં કાર્યવાહી હાથ ધરી છે.

    સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ કારૂભાઈ ડાડુભાઈ વસરાએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સાયબર ગઠિયાઓ દ્વારા બેંક ખાતા ધારકોને કમિશન આપી તેમના ખાતામાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી.આ અંગે પોલીસે રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ તેમજ સમન્વય પોર્ટલ ઉપર મળેલી માહિતીના આધારે શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી. પોસ્ટ ઓફિસ જામનગર ડિવિઝનના બેંક ખાતાઓના કેવાયસી દસ્તાવેજો તથા સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કરતાં અનધિકૃત વ્યવહારો મળી આવ્યા હતા. પોર્ટલ ઉપર મળેલી ફરિયાદોમાં પણ જામનગર જિલ્લાના કેટલાક વ્યક્તિઓ પોતાના નામે ખાતા ખોલાવી પોતાના મળતિયાઓને ખાતાની કિટ સહિત સોંપી કમિશન મેળવતા હોવાનું સામે આવ્યું હતું.

    ફરિયાદમાં યાસ્મીન ઇસાકભાઈ પીઠડિયા સહિત ફરવાન મુસ્તાકભાઈ પાંઢડીયા, જમીર વલીમામદ ઠાસરીયા, અમીન મહમદ બ્લોચ, અબરાર સુલેમાન ઓડીયા, સાહિત્ય સાજીદ માડકીયા, અલ્તાફ સુલેમાનભાઈ ઓડીયા, સાજીદ સતારભાઈ માડકીયા તથા આતીક ઉર્ફે આતીફ યાકુબભાઈ માડકીયાના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

    પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી એકસમાન ઈરાદાથી ખોટી ઓળખ ઊભી કરી સાયબર છેતરપિંડી માટે બેંક ખાતાઓ ખોલાવ્યાં હતાં. ત્યારબાદ ખાતા સહઆરોપી આતીક ઉર્ફે આતીફ યાકુબભાઈ માડકીયાને કિટ સહિત સોંપી દરેક ખાતા દીઠ અલગ-અલગ કમિશન મેળવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ખાતાઓ મારફતે લોકો સાથે છેતરપિંડીથી મેળવેલા નાણાંના વ્યવહારો કરી નાણા સગેવગે કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૧૧(૨), ૩(૫), ૫૪ તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ ૬૬(ડી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડાઃ ૧૧ શખ્સો ઝડપાયા
    Next Article Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી Rivaba Jadejaના ૧૨ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ૨૧ સેવાકીય સંકલ્પો

    September 10, 2026
    જામનગર

    Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ

    September 10, 2026
    જામનગર

    Jamnagar અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડાઃ ૧૧ શખ્સો ઝડપાયા

    September 10, 2026
    જામનગર

    Jamnagarમાં પાનની પીચકારીના મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી , એકને છરી મારવા પ્રયાસ

    September 10, 2026
    જામનગર

    Jamnagar: જોડિયામાં જુગારના અખાડા પર દરોડો : ૧૭ શખ્સ ઝડપાયા

    September 10, 2026
    જામનગર

    Jamnagar મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક ત્રાસની ફરિયાદ

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,290
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 21:41
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.