(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦ઃ
આંદરણા ગામમાં ઘર પાસે શેરીમાં પાર્કિંગ કરેલ બાઈક અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છેમોરબીના મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત પાર્ક સોસાયટીમાં રહેતા સાવન પ્રકાશભાઈ સંઘાણીએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના ૧૨ વાગ્યાથી બપોરે ૨ ૩૦ વાગ્યા દરમીયાન ફરીયાદીનું બાઈક જીજે ૩૬ બીસી ૫૭૧૧ કીમત રૂ ૬૦,૦૦૦ વાળું આંદરણા ગામે રહેતા શીવાભાઈ સંઘાણીના મકાન આગળ શેરીમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

