ગરબાઓમાં આવતા લોકોને કંકુનું તિલક, ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ફરજિયાત આપવાની માંગ
(નયના દવે દ્વારા)
Jamnagarતા ૧૧
સમાજમાં ઘણા સમયથી અમુક ઉગ્રપંથીઓ દ્વારા પ્રેમ જેવી કોમળ ભાવનાને જેહાદમાં હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. નવરાત્રીમાં કુમળી વયની કન્યાઓને પોતાનું લક્ષ્ય બનાવી પ્રેમ જાળમાં ફસાવી તેમને લગ્નની લાલચ આપી, ધર્મ પરિવર્તન કરાવાય છે. આ બધા લવ જેહાદીઓના અંગો છે જે બહેનો લવ જેહાદની શિકાર બને છે તે હંમેશા નશીલા, પદાર્થો દેહવ્યાપાર આવા અનેક રીતે બિન હિન્દુઓએ યોજનાબંધ તૈયાર કરેલી રણનીતિઓમાં ફસાવે છે અને તેના જ સમાજમાં અમુક લોકો અને સંગઠનો દ્વારા સફળ કરવા માટે ધનની સહાયતા અપાય છે
એટલું જ નહીં ગણપતિ ઉત્સવમાં માથે ટોપી પહેરી આરતી ઉતારનાર એકતા ભાઈચારાનું પ્રદર્શન કરે છે અને થોડા સમય બાદ નવરાત્રિમાં ટોપી ઉતારી જીન્સ- ટીશર્ટમાં ગરબાઓમાં આવી ઇનામ-ગિફ્ટ લાણીઓ આપી હિન્દુ કન્યાઓને ફસાવવામાં સફળ રહે છે. જ્યારે ઘરના લોકો ને ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ત્યારે હાલ હિન્દુ સેના આવા લવ જીહાદિને ખુલ્લા પાડવા સતત પ્રયત્ન કરી રહી છે એટલે જ ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ગરબા આયોજકોને વિનંતી કરે છે કે નવરાત્રીમાં આવતા લોકોને કંકુનું તિલક, ગૌમુત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ફરજિયાત આપો. અન્યથા નવરાત્રીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવો, જેથી કોમળ વયની બાળાઓ લવ જેહાદનો શિકાર બનતા અટકે તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને પણ વિનંતી કરી છે કે ગુજરાતમાં નવરાત્રી પહેલા અત્યારથી જ પરિપત્ર બહાર પાડે જેમાં ગરબામાં આવતા લોકોના આઇડેન્ટિટી ફરજિયાત ચેક કરાવે અને હિન્દુ દેવી-દેવતાને ઇષ્ટ દેવ માનતા હોય તેને જ પ્રવેશ આપવો.
નવરાત્રીમાં આયોજકોની નજર ચૂકવી લવ જેહાદમાં ફસાતી કન્યાઓના બનાવને અટકાવવા તેમજ સમાજમાં જાગૃતતા લાવવી પણ એટલી જરૂરી છે ત્યારે હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા નવરાત્રીમાં લવ જીહાદથી સાવધાન થતી પત્રિકા સાથે હિન્દુ સમાજને જાગૃત કરવા માટે સંદેશો પહોંચાડે છે અને સાથોસાથ ગુજરાતમાં નવરાત્રી પંડાલોમાં આઇડેન્ટિટી ફરજિયાત ચેક કરવી તેમજ કપાળ પર કંકુનું તિલક અને ગૌમુત્રનો છંટકાવ, માતાજીનો પ્રસાદી ફરજિયાત કરવા નવરાત્રી આયોજકોને અપીલ કરી છે.

