Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી

    September 18, 2026

    Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી
    • Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી
    • Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ
    • Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં
    • Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા
    • Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા
    • Ahmedabadના યુવકની હિંમતનગરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા
    અમરેલી

    Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.૧૮

    સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં દીકરીની હત્યા કરી પિતાએ પણ જીવન ટૂંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવતા સમગ્ર અમરેલી જિલ્લા પંથકમાં હાહાકાર મચ્યો છે. મળતી વિગતો અનુસાર, સમાજ માટે લાલબત્તી સમા આ ચકચારી કિસ્સો અમરેલી સાવરકુંડલાના હાડીડા ગામેથી સામે આવ્યો છે, જ્યાં પોલીસને તપાસમાં મળેલી સુસાઈડ નોટમાં ઉલ્લેખ મુજબ, પિતાએ આર્થિક સંકડામણમાં આવી પોતાની ૫ વર્ષની વ્હાલસોયી પુત્રીને મોઢે ડુમો આપી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહની અંતિમ વિધિ કરી હોય તે રીતે સજાવી ફ્રિજમાં મૂકી પિતાએ પોતે ઘરમાં જ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું છે, જેના આધારે પોલીસે પિતાએ માસૂમ પુત્રીની હત્યા કરી હોવાની એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાનકડા એવા હાડીડા ગામમાં કિશોરભાઈ ધાણકે ગઈકાલે ૧૬મી સપ્ટેમ્બરને બુધવારે મોડી સાંજના સમયે આ ખૌફનાક ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર, હાડીડા ગામના સરપંચ દ્વારા ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.બનાવસ્થળે પહોંચતા જ પોલીસે ઘરમાં જઈ તપાસ કરી તો, ઘરનાં રૂમમાં સફેદ કપડામાં અને મોઢે પણ સફેદ રૂમાલ બાંધેલી હાલતમાં પંખે લટકતો કિશોરભાઈ ધાણકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા તેમની પાંચ વર્ષની દીકરી હિમાંશીનો મૃતદેહ પણ તેમના ઘરમાં ફ્રિજમાં મળી આવ્યો હતો.

    ફ્રિજમાં દીકરી હિમાંશીનો મૃતદેહ નવવધૂ જેમ શણગારેલો હતો, જેને ધ્યાને લઈને પોલીસે ઘરમાં વધુ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન ઘરમાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં ઉલ્લેખ હતો કે, કિશોર ધાણકએ બાંધકામની સાઈડમાં પૈસાનું રોકાણ કર્યું હતું, જેના કારણે આર્થિક સંકડામણ સર્જાતા તેમને પોતાની માસૂમ પુત્રી હિમાંશીની હત્યા કરી નાખી હતી. પિતાએ પુત્રીના મોઢા પર હાથ રાખી શ્વાસ રૂંધાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને ફ્રીજમાં મૂકી પિતાએ જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

    સમગ્ર મામલે ડીવાયએસપી નયના ગોરડીયાએ આપેલી માહિતી અનુસાર, સુસાઈડ નોટમાં લખેલું હતું કે કિશોરભાઈ ધાણકે બાંધકામ સાઈડ રાખવાના ધંધા સાથે સંકળાયેલા હતા, તે બાબતે તેમના મિત્રો દ્વારા જે કંઈ લેણીદેણી હતી એમાં અવારનવાર એમને પૈસાની જરૂર હતી, જેથી તેઓએ તેમની પાસે રૂપિયા માંગ્યા, પરંતુ તે લોકો દ્વારા પૈસા આપવામાં ન આવતા કિશોરભાઈને આર્થિક તંગી ઉદ્ભવી હતી, જેના લીધે તેઓ પ્રથમ પોતાની ૫ વર્ષની દીકરી હિમાંશીને પોતાના હાથ વડે મોઢા ઉપર ડૂમો દઈ અને તેનું મોત નીપજાવી કાઢ્યું છે, ત્યાર બાદ એમણે પોતે પોતાના જ મેળે ત્યાં ઘરની અંદર પંખા ઉપર લટકીને ગળેફાંસો ખાધો છે.હાલ આ સમગ્ર ઘટના મામલે મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને આખી તપાસ એપીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એફએસએલની હાજરીમાં જે પંચનામું કરવામાં આવ્યું છે તેની અંદર ત્યાંથી હસ્તગત થયેલી સુસાઇડ નોટને કબજે લેવામાં આવી છે અને ખૂબ જ ઝીણવટપૂર્વક એક ઝડતી પંચનામું કરવામાં આવ્યું છે અને આજે દુઃખદ ઘટના બની છે, તેની અંદર ખરેખર હકીકત શું કારણ છે તે જાણવા માટે આખી એક ટીમ બનાવીને મહુવા તથા સિહોર પણ મોકલવામાં આવી છે. આમ પિતા અને પુત્રી બંનેના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આ ઘટનાને પગલે મૃતક માસૂમ બાળકી હિમાંશીની માતા તથા કિશોરભાઈની પત્નીએ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
    Next Article Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    અમરેલી

    Amreli-રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ

    September 14, 2026
    અમરેલી

    રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું

    September 14, 2026
    અમરેલી

    રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 19:27
    Categories
    Latest News

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી

    September 18, 2026

    Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026
    Search
    Main News

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી

    September 18, 2026

    Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.