MSP રજીસ્ટ્રેશનની મુશ્કેલીઓ દૂર કરી ખેડૂતો માટે સરળ પ્રક્રિયા બનાવો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૩ઃ
અમરેલી જિલ્લાના લાઠી ખાતે આવેલ APMCના ચેરમેન દકુભાઈ પડસાળા દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને MSP હેઠળ થતી કૃષિ પેદાશોની ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ પત્ર પાઠવી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ અને ખેડૂતલક્ષી બનાવવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ ખજઙ હેઠળ થતી ખરીદી માટે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, પરંતુ હાલની પ્રક્રિયામાં ખાસ કરીને કેટલાક વર્ગના ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ખેડૂતોને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં સમય તથા ધક્કા ખાવાની સ્થિતિ ઊભી થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
ખાસ કરીને વરિષ્ઠ નાગરિક ખેડૂતો માટે ફિંગરપ્રિન્ટ આધારિત પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થાય ત્યારે તેના વિકલ્પ રૂપે અન્ય કોઈ માન્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉંમર વધવાને કારણે ઘણા વડીલ ખેડૂતોના ફિંગરપ્રિન્ટ સ્પષ્ટ રીતે સ્કેન ન થતા હોવાના સંજોગોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા અટકી જતી હોય છે. આવા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક ઓળખ ચકાસણીની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરાઈ છે.
આ ઉપરાંત અન્ય શહેરો કે સ્થળોએ વસતા ખેડૂત ખાતેદારો માટે પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતની જમીન કે ખેતી લાઠી-અમરેલી વિસ્તારમાં હોય પરંતુ તેઓ રોજગાર કે અન્ય કારણોસર અન્ય શહેરમાં રહેતા હોય, ત્યારે રજીસ્ટ્રેશન માટે વારંવાર પોતાના ગામ કે તાલુકામાં આવવું ન પડે તેવી સરળ અને સુલભ વ્યવસ્થા ઊભી કરવાની અપીલ કરવામાં આવી છે.
અઙખઈ ચેરમેન દકુભાઈ પડસાળાએ સરકારને કરેલી રજૂઆતમાં ખેડૂતોને ખજઙનો લાભ મેળવવામાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા અડચણરૂપ ન બને તે માટે જરૂરી સુધારા કરવા અનુરોધ કર્યો છે. ખેડૂતોના હિતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરળ, પારદર્શક અને ખેડૂતમૈત્રી રજીસ્ટ્રેશન વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
ખેડૂતોને ખજઙ હેઠળ તેમની પેદાશનું વેચાણ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે તે દિશામાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

