ફાયર ટીમે કલાકો સુધી કામગીરી કરી બેને બચાવી લીધા, બે યુવાનોના મૃતદેહ મળ્યા
(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૫ઃ
મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગુરુવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા જેથી મોરબી ફાયર ટીમે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી કલાકોની જહેમત બાદ બે યુવાનોને બચાવી લીધા હતા જોકે બે યુવાનો ડૂબી જતા કલાકો બાદ એક મૃતદેહ હાથ લાગ્યો હતો અને આજે બીજા દિવસે બપોરે બીજા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો
મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે સાંજે ૭ ૩૦ વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે યુવાનોને બે ત્રણ કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તો રાત્રીના સાડા બાર આસપાસ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને હજુ એક ડૂબેલા યુવાનની શોધખોળ બપોરે ૧૨ સુધી ચાલી હતી આટલી કલાકોની મહેનત બાદ પણ ફાયર ટીમને મૃતદેહ મળ્યો હતો પાણીમાં ડૂબી જતા બીજા યુવાનનું પણ મોત થયું હતું કુલ ચાર માંથી બેનો બચાવ થયો હતો જયારે બેના મોત થયા હતા ગણેશ વિસર્જનના પાવન પર્વે કરુણાંતિકાથી શોકની લાગણી ફેલાઈ છે
ફાયર ટીમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વિલાસભાઈ સુભાષભાઈ ગાયકવાડ (ઉ.વ.૩૫) અને સોહન રામ (ઉ.વ.૨૯) એમ બે યુવાનોના મોત થયા હતા જયારે આકાશ ખરાત (ઉ.વ.૩૦), આકાશ માલવિયા (ઉ.વ.૩૦) એમ બે યુવાનોને બચાવી લેવામાં ટીમને સફળતા મળી હતી બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

