Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumarને ઘેરવાની તૈયારી, કેરળની કોંગ્રેસ સરકારે ૨૦ વર્ષ જૂનો આત્મહત્યાનો કેસ ફરીથી ખોલ્યો

    October 1, 2026

    અમિતાભ બચ્ચન Kaun Banega Crorepati ૧૮ ના સેટ પર લપસી ગયા, શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ

    October 1, 2026

    Sunita Ahujaએ કૃષ્ણા અને કાશ્મીરા સાથે પાર્ટી કરી, બેબી પિંક ગ્લિટરી આઉટફિટમાં સ્ટાઇલિશ દેખાતી હતી

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumarને ઘેરવાની તૈયારી, કેરળની કોંગ્રેસ સરકારે ૨૦ વર્ષ જૂનો આત્મહત્યાનો કેસ ફરીથી ખોલ્યો
    • અમિતાભ બચ્ચન Kaun Banega Crorepati ૧૮ ના સેટ પર લપસી ગયા, શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ
    • Sunita Ahujaએ કૃષ્ણા અને કાશ્મીરા સાથે પાર્ટી કરી, બેબી પિંક ગ્લિટરી આઉટફિટમાં સ્ટાઇલિશ દેખાતી હતી
    • Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું
    • Shubman Gill ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે કોહલી પણ હાંસલ કરી શક્યો નહીં
    • Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો
    • ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો
    • Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓસ્ટ્રિયન એમ્બેસીએ બનાવટી દસ્તાવેજોના આધારે બે વાર અરજી ફગાવતા મહિલાએ કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવનો સંપર્ક કર્યો હતો

    Ahmedabad, તા.૧

    વસ્ત્રાપુરમાં રહેતા અને વિઝા કન્સલ્ટન્સી ચલાવતા વૃદ્ધા સાથે મુંબઈની વિઝા ફર્મના સંચાલકોએ છેતરપિંડી આચરી છે. આરોપીઓએ વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને રૂ.૩૦.૯૪ લાખની છેતરપિંડી કરી છે. મુંબઈની ‘ઔરા એઇમ ઓવરસીઝ કન્સલ્ટન્સી’ના માલિક અને ભાગીદારોએ વૃદ્ધાના ૮ ક્લાયન્ટના વિઝા પ્રોસેસ પેટે બેંક ખાતામાં તેમજ રોકડેથી નાણાં પડાવી લીધા બાદ બોગસ દસ્તાવેજો રજૂ કરતા એમ્બેસીએ વિઝા રિજેક્ટ કર્યા હતા. બાદમાં પૈસા પરત ન આપી ધમકીભર્યું વલણ દાખવતા ત્રણેય સામે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે બાલાજી એવન્યુમાં રહેતા અને ૬૬ વર્ષીય રાજુલબહેન ઉપાધ્યાય ૨૦ વર્ષથી વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે.

    તેઓ વિદેશના સીધા કામ બહારની એજન્સીઓને સોંપતા હોય છે. વર્ષ ૨૦૨૨માં તેમનો મુંબઈના મલાડ-વેસ્ટ સ્થિત ‘ઔરા એઇમ ઓવરસીઝ કન્સલ્ટન્સી’ના સેલ્સ એક્ઝિક્યુટિવ કૌશલ ચુડાસમા સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં રાજુલબહેન પાસે આવેલા રાકેશકુમાર ચૌહાણ, ભાવુભાઈ ગોહીલ, કિરણસિંહ સોલંકી, જીબીન ચકુન્ગલ અને ટોની ઉલ્લહાન નામના પાંચ ગ્રાહકોના ઓસ્ટ્રિયા દેશના વર્ક પરમિટ વિઝા ફાઇલિંગનું કામ આવતા તેમણે તે ફાઇલ આ મુંબઈની એજન્સીને સોંપ્યું હતું. એજન્સીએ જૂન-૨૦૨૫માં મારફતે ફાઇલિંગ કરાવ્યું હતું, પરંતુ એમ્પ્લોયમેન્ટના દસ્તાવેજો ખોટા હોવાનું જણાવી ઓસ્ટ્રિયન એમ્બેસીએ અરજીઓ રદ કરી દીધી હતી. ત્યારબાદ ઓક્ટોબર-૨૦૨૫માં પ્રાયોરિટી ફી વસૂલી બીજી વાર ફાઇલિંગ કરાયું હોવા છતાં એમ્બેસીએ ફરીથી ફાઇલ રિજેક્ટ કરી હતી.

    આ કામ પેટે આરોપીઓએ રૂ.૨૨.૨૯ લાખ અને પ્રાયોરિટી ફી પેટે કુલ રૂ.૨.૬૫ લાખ રોકડા મેળવી લીધા હતા. આ ઉપરાંત અન્ય ૩ ગ્રાહકો રવિ પ્રજાપતિ, સ્મિત પટેલ અને અંકુર બોરઠાકુરના વર્ક પરમિટ પેટે વધુ રૂ.૬ લાખ પડાવી માત્ર ઈમેઇલ દ્વારા ઓફર લેટર મોકલી આપી આગળની કોઈ પ્રક્રિયા કરી નહોતી. સમગ્ર મામલે કંપનીના માલિક આકાશ પરમાર, ભાગીદાર જય રાવલ અને દિવ્યેશ પટેલે કુલ રૂ.૩૦.૯૪ લાખ મેળવી લીધા બાદ તે રકમ પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી રાજુલબેને આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.રાજુલબહેને જ્યારે પ્રક્રિયા અટકી પડવા અંગે કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવનો સંપર્ક કર્યો ત્યારે મોટો ખુલાસો થયો હતો. કર્મચારીએ જણાવ્યું કે કંપની નિયમિત પગાર આપતી ન હોવાથી તેણે નોકરી છોડી દીધી છે. વધુમાં તેણે ફોડ પાડ્યો હતો કે સમગ્ર વિઝા પ્રોસેસ અને ક્લાયન્ટ્‌સ સાથેની ડીલ માત્ર માલિક આકાશ પરમાર, જય રાવલ અને દિવ્યેશ પટેલ જ સીધી રીતે હેન્ડલ કરતા હતા. આ લોકો સ્થાનિક કન્સલ્ટન્ટ્‌સ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી બનાવટી ડોક્યુમેન્ટ્‌સના સહારે વિઝા મેળવવાનું જોખમી નેટવર્ક ચલાવતા હોવાની શંકા છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે
    Next Article Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    October 1, 2026
    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.

    September 30, 2026
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,720
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,720
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 19:55
    Categories
    Latest News

    મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumarને ઘેરવાની તૈયારી, કેરળની કોંગ્રેસ સરકારે ૨૦ વર્ષ જૂનો આત્મહત્યાનો કેસ ફરીથી ખોલ્યો

    October 1, 2026

    અમિતાભ બચ્ચન Kaun Banega Crorepati ૧૮ ના સેટ પર લપસી ગયા, શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ

    October 1, 2026

    Sunita Ahujaએ કૃષ્ણા અને કાશ્મીરા સાથે પાર્ટી કરી, બેબી પિંક ગ્લિટરી આઉટફિટમાં સ્ટાઇલિશ દેખાતી હતી

    October 1, 2026

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026

    Shubman Gill ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે કોહલી પણ હાંસલ કરી શક્યો નહીં

    October 1, 2026

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026
    Search
    Main News

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumarને ઘેરવાની તૈયારી, કેરળની કોંગ્રેસ સરકારે ૨૦ વર્ષ જૂનો આત્મહત્યાનો કેસ ફરીથી ખોલ્યો

    October 1, 2026

    અમિતાભ બચ્ચન Kaun Banega Crorepati ૧૮ ના સેટ પર લપસી ગયા, શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ

    October 1, 2026

    Sunita Ahujaએ કૃષ્ણા અને કાશ્મીરા સાથે પાર્ટી કરી, બેબી પિંક ગ્લિટરી આઉટફિટમાં સ્ટાઇલિશ દેખાતી હતી

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.