Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026

    Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    • Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો
    • Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું
    • Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ
    • મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!
    • Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન
    • Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ
    • ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો
    અમદાવાદ

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટર્મિનલ-૧ પર એન્ટ્રી ન મળતા ધમકી આપી, સવારે ડ્યૂટી પૂરી કરી ઘરે જતા સિક્યુરિટી ઓફિસર પર લાકડાના દંડા વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા

    Ahmedabad, તા.૫

    Ahmedabadના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૧ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસર પર ટેક્સી ચાલકો અને તેમના સાગરીતો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો.  રાત્રિના સમયે વિધાઉટ ટ્રીપ ટેક્સી અંદર લઈ જવાની ના પાડતા ઉશ્કેરાયેલા તત્ત્વોએ સવારે ઘરે પરત ફરી રહેલા સિક્યુરિટી ઓફિસરને આંતરી લાકડાના દંડા વડે બેફામ માર માર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સિક્યુરિટી ઓફિસરને ડાબા પગે ૬ અને જમણા હાથે ૭ ટાંકા આવ્યા છે. એરપોર્ટ પોલીસ મથકે ૬ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ ખાતે ય્ડ્ઢઠ સિક્યુરિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓફિસર તરીકે નોકરી કરતા સુનીલભાઈ કિશોરભાઈ પટણી (ઉં.વ. ૩૧) ગત ૨ ઓક્ટોબરના રોજ રાત્રિના ૧૦થી સવારના ૬ વાગ્યાની શિફ્ટમાં ફરજ પર હતા. દરમિયાન રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે ટર્મિનલ-૧ એરાઈવલ ગેટ ખાતે આકાશ રબારી નામનો ડ્રાઈવર પોતાની ટેક્સી લઈને આવ્યો હતો. સિક્યુરિટી ઓફિસરે ટ્રીપ ચેક કરતા કોઈ ટ્રીપ ન હોવાથી ગાડી પરત લઈ જવા કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા આકાશે “તારાથી થાય તે કરી લે, ગાડી તો અંદર લઈ જ જઈશ” તેમ કહી બબાલ કરી હતી અને “અત્યારે મારી ગાડી રોકીશ તો સવારે જોઈ લઈશ” એવી ધમકી આપી હતી. આ દરમિયાન તેની વહારે આવેલા અન્ય ટેક્સી ચાલકો રાજુ રબારી, મૌલિક રબારી અને મયંક રબારી પણ પોતાની ગાડીઓ સાથે આવી પહોંચ્યા હતા અને ઝઘડો કરી ધમકીઓ આપી હતી. સિક્યુરિટીએ ૧૧૨ નંબર પર કંટ્રોલને ફોન કરતા તમામ ડ્રાઈવરો ભાગી ગયા હતા.

    દરમિયાન ૩ ઓક્ટોબરની સવારે ૬ વાગ્યે સિક્યુરિટી ઓફિસર સુનીલભાઈ પોતાની નોકરી પૂરી કરી ટુ-વ્હીલર પર ઘરે જઈ રહ્યા હતા. સાડા છ વાગ્યાના સુમારે નોબલ ટર્નિંગ પાસેથી પસાર થતી વખતે પાછળથી એક્ટિવા પર આવેલા સની સોલંકી અને વિશાલ ભરવાડે તેમને આંતર્યા હતા. એક્ટિવા પાછળ બેઠેલા સની સોલંકીએ સુનીલભાઈ પર લાકડાના દંડા વડે હુમલો કરી દેતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ સનીએ તેમના પર જમણા હાથે અને ડાબા પગે ચાર-પાંચ સપાટા ચોડી દીધા હતા, જ્યારે વિશાલે “આજે તો આને જાનથી મારી નાખવાનો છે” કહીને ગાળો ભાંડી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા સિક્યુરિટી સ્ટાફના કર્મચારીઓ મુકેશ આજરા અને ધરેન્દ્રસિંગે વચ્ચે પડીને સુનીલભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. ઘટના બાદ ૧૦૨ અને ૧૧૨ની ટીમ આવી પહોંચતા ઈજાગ્રસ્ત સુનીલભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમના ડાબા પગે ૬ અને જમણા હાથે ૭ ટાંકા આવ્યા હતા. આ મામલે એરપોર્ટ પોલીસે સિક્યુરિટી ઓફિસર સુનીલ પટણીની ફરિયાદના આધારે આકાશ રબારી, રાજુ રબારી, મૌલિક રબારી, મયંક રબારી, સની સોલંકી અને વિશાલ ભરવાડ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું
    Next Article Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડે, કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિરોધ

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    October 1, 2026
    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabadના બજારોમાં ગરબાની રંગત જામી

    September 30, 2026
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:03
    Categories
    Latest News

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026

    Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું

    October 5, 2026

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026
    Search
    Main News

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026

    Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું

    October 5, 2026

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.