(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯ઃ
Wankaner તાલુકાના ખાનપર ગામે દીકરી ભગાડી જતા પરિવારના સભ્યો આરોપીના ઘરે દીકરીની શોધખોળ માટે ગયા હતા જ્યાં મારામારી થતા વૃદ્ધને માથામાં લાકડીનો ઘા મારી દેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે હત્યાની ફરિયાદ નોધી આરોપીઓને ઝડપી લીધા હતા તો હવે સામાપક્ષે પણ આઠ ઈસમો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Wankanerના ખાનપર ગામના દેવાભાઈ ઉકાભાઈ મકવાણાએ આરોપીઓ સગરામભાઈ સામતભાઈ સરવૈયા, સુરેશ સગરામભાઈ, હેમુ સગરામભાઈ, ગોરધન પોપટ સરવૈયા, છગન પોપટ સરવૈયા, જેસા પ્રેમજીભાઈ સરવૈયા, મેઘા પ્રેમજીભાઈ સરવૈયા રહે બધા ખાનપર તા. વાંકાનેર અને સગરામભાઈનો ભાણો રઘાભાઈ ડાભી રહે સરધારકા વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુરેશ સરવૈયાની દીકરી હેતલને ફરિયાદી દેવાભાઈ મકવાણાનો દીકરો કિશન ભગાડી લઇ ગયો હતો જેનો ખાર રાખી આઠેય ઈસમો મંડળી રચી લાકડીઓ સાથે રાત્રીના સમયે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો
આરોપીઓએ બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી હતી તેમજ આરોપી ગોરધનભાઈએ ધક્કો મારી ફરિયાદીને પછાડી દઈને લાકડી મારી ઈજા કરી હતી તેમજ હેમુભાઈએ ફરિયાદીને પગમાં લાકડી મારી હતી તેમજ પુત્ર કિરણભાઈને લાકડીથી માર મારી ઈજા કરી હતી તેમજ વિરમભાઇ મકવાણાને આરોપી સગરામભાઈના ભાણેજ રઘાભાઈએ માથામાં લાકડી મારી ઈજા કરી હતી અને જતા જતા ઘરની બહાર નીકળશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે સામાપક્ષની મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

