(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯ઃ
Morbi હળવદ રોડ પરથી યુવાન એકટીવા લઈને ઘરે જતા હતા ત્યારે આગળ જતા ટ્રેઇલર ચાલકે રોડ વચ્ચે અચાનક બ્રેક મારતા એકટીવા ટ્રક પાછળ અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી છે
મોરબી હળવદ રોડ પર ઉમા રેસીડેન્સીના રહેવાસી વિપુલભાઈ વાન્જીવ્ભાઈ કૈલા (ઉ.વ.૩૬) વાળાએ ટ્રેઇલર ટ્રક આરજે ૦૫ જીબી ૨૫૭૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ફરિયાદીના ભાઈ જીતેન્દ્રકુમાર એકટીવા જીજે ૩૬ એએસ ૧૮૩૪ લઈને ઘરે જતા હતા ત્યારે હળવદ મોરબી રોડ પર તપોવન આશ્રમ સામે રામનગરી સોસાયટી તરફ જતા રોડના નાકા પાસે આગળ જતા ટ્રેઇલર ટ્રકના ચાલકે રોડ વચ્ચે અચાનક બ્રેક મારતા જીતેન્દ્રકુમારનું એકટીવા ટ્રક પાછળ અથડાયું હતું અકસ્માતમાં જીતેન્દ્રકુમારને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

