Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026

    ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi
    • અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો
    • ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે
    • ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ
    • ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે
    • Punjabમાં ડ્રગ્સના દુરૂપયોગનો વિરોધ કરવા બદલ સામાજિક કાર્યકર પરવિંદર જોટાની ગોળી મારીને હત્યા
    • “એક વર્તમાન સીઈસીને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું, બેને રાજ્યપાલ બનાવવામાં આવ્યા, Piyush Goyal
    • રાહુલ ગાંધીની ચૂંટણી પંચ સામેની અરજીમાં Supreme Court રજિસ્ટ્રીએ કાઢી ૧૪ ભૂલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ
    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૩

    ગુજરાત પોલીસ ભરતીમાં થર્ડ જેન્ડર એટલે કે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરીની જોગવાઈ ન હોવાના મુદ્દે Gujarat High Court મહત્ત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. ટ્રાન્સજેન્ડર ઉમેદવારની અરજીને પગલે ભરતી પ્રક્રિયામાં એક જગ્યા ખાલી રાખવા પોલીસ ભરતી બોર્ડને નિર્દેશ આપવામાં આવ્યો છે. અરજદારની માગણી છે કે પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરી નક્કી કરવામાં આવે અને તેમને બંધારણીય જોગવાઈઓ મુજબ સમાન તક આપવામાં આવે.

    ભાવનગરની ૩૫ વર્ષીય ટ્રાન્સજેન્ડર ઉમેદવારે ગુજરાત પોલીસની બિનહથિયારધારી કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ભરતી માટેના ઓનલાઇન અરજીપત્રકમાં માત્ર પુરુષ અને મહિલા એમ બે જ કેટેગરી ઉપલબ્ધ હોવાથી અરજદારે ડીજીપી કચેરીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આધારકાર્ડમાં દર્શાવેલી ઓળખના આધારે તેમને મહિલા કેટેગરીમાં અરજી કરવા જણાવાયું હતું. જોકે, અરજદાર પાસે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્‌સ) એક્ટ, ૨૦૧૯ હેઠળનું ઓળખ પ્રમાણપત્ર પણ છે.

    અરજદારે શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરી હતી અને લેખિત પરીક્ષામાં ૯૪ ગુણ મેળવ્યા હતા. જોકે, એસઇબીસી મહિલા કેટેગરીનું કટ-ઓફ ૯૮.૫ ગુણ રહેતાં તેઓ પસંદગી પામી શક્યાં નહોતાં. આ પછી અરજદારે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરી અને યોગ્ય કટ-ઓફ નક્કી કરવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.અરજદાર તરફથી વકીલ હન્નાન એચ. કુરેશીએ રજૂઆત કરી હતી કે, ભરતી પ્રક્રિયામાં માત્ર પુરુષ અને મહિલા એમ બે કેટેગરી રાખવામાં આવતાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારોને તેમની ઓળખ મુજબ અરજી કરવાની તક મળતી નથી. આ સ્થિતિ સમાનતાના અધિકાર અને રોજગારમાં સમાન તકના સિદ્ધાંત સામે પ્રશ્ન ઊભો કરે છે. સુપ્રીમ કોર્ટના ૨૦૧૪ના નાલસા ચુકાદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ત્રીજી જાતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેથી ભરતી પ્રક્રિયામાં પણ તેમની ઓળખ અને અધિકારોને અનુરૂપ જોગવાઈ હોવી જરૂરી હોવાની દલીલ કરવામાં આવી હતી.

    Gujarat High Court આ મામલે ભરતી બોર્ડને એક જગ્યા ખાલી રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેથી અરજીનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી તે જગ્યા અન્ય ઉમેદવારને ફાળવવામાં ન આવે. કોર્ટમાં હવે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરીની જોગવાઈ અને ભરતીમાં સમાન તકના મુદ્દે આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે. આ મામલે આગામી સુનાવણી ૫ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ નિયત કરવામાં આવી છે.

    Gujarat High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે
    Next Article ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફેબ્રિકેશનનું કામ કરવા આવેલા શખ્સે સગીરાને અડપલાં કર્યાં

    October 12, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    અમદાવાદ

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 20:22
    Categories
    Latest News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026

    ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    Punjabમાં ડ્રગ્સના દુરૂપયોગનો વિરોધ કરવા બદલ સામાજિક કાર્યકર પરવિંદર જોટાની ગોળી મારીને હત્યા

    October 13, 2026

    “એક વર્તમાન સીઈસીને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું, બેને રાજ્યપાલ બનાવવામાં આવ્યા, Piyush Goyal

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026

    ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.