કુવાડવા રોડની શહીદ ઉધમસિંહ ટાઉનશીપની ઈ વિંગમાં ઘટના; પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચેના ભાગેથી નીચે પટકાઈ હોવાની આશંકા
Rajkot તા.૧૩ઃ
રાજકોટ રાજકોટના કુવાડવા રોડ પર ડિમાર્ટવાળી શેરીમાં આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપની વિંગમાં બે વર્ષની માસૂમ બાળકીના શંકાસ્પદ મોતની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. બાળકીનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. પ્રાથમિક વિગતો મુજબ, બાળકી પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચેના ભાગેથી નીચે પટકાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ રાજકોટ બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાળકી અકસ્માતે નીચે પટકાઈ હતી કે અન્ય કોઈ કારણસર તેનું મોત થયું છે તે સહિતના વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.બે વર્ષની માસૂમ બાળકીના શંકાસ્પદ મોતને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. જોકે, બાળકીનું મોત અકસ્માતે થયું છે કે તેને કોઈએ નીચે ફેંકી હોવાની આશંકામાં તથ્ય છે કે કેમ તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત બહાર આવશે.
માસૂમના મોત પાછળનું રહસ્ય શું? પોલિસ દ્વારા તપાસ નો ચારેય તરફ સીસીટીવી તેમજ અન્ય વિગતો એકત્ર કરી અને તપાસ નો ધમધમાટ શરૂકરી દેવા મા આવીયો છે

