Ahmedabad, તા.૧૪
ગુજરાત પોલીસ અને ૈ-ૐેહ્વ દ્વારા સંયુક્ત રીતે ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ છૈં ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને મજબૂત બનાવવાનો છે. આ હેકાથોનમાં ગુજરાત સહિત દેશભરના ૧૮ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો, જેમણે પોલીસની કામગીરી સુધારવા માટે નવીન વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં)ના ઉપયોગથી હજારો પોલીસ કોન્સ્ટેબલોનો કિંમતી સમય બચાવી શકાશે. હાર્ડવેર પર સતત રોકાણ કરવાને બદલે, સોફ્ટવેર ક્ષેત્રે નવા પ્રયાસો કરીને છૈંના માધ્યમથી પોલીસ અધિકારીઓના માનવ કલાકો બચાવી શકાશે. આનાથી તેમની સામાજિક જીવનશૈલીમાં પણ સુધારો થશે અને તેઓ કેસ ડિટેક્શન જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં વધુ ધ્યાન આપી શકશે. સંઘવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત, ઝ્રઝ્ર્ફ ઇન્ટિગ્રેશન પ્લાન બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના તમામ ઝ્રઝ્ર્ફ કેમેરાને એક જ પ્લેટફોર્મ પર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેનાથી ગુનાની તપાસ અને જાહેર સુરક્ષામાં ઘણી મદદ મળશે.
આ પહેલ સંબંધિત વેબસાઇટની ૩.૫૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. આ મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાદાયક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

