૨૭૦ ટન કોલસા સાથે ૩ ટ્રેક્ટર, ૧૯ ચરખી, કોમ્પ્રેશન સહિત રૂ. ૪૩.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત, ખનીજ માફિયામાં ફફડાટ
Rajkot તા.૧૭ઃ
સાયલા તાલુકાના ચિત્રાલાખા ગામે રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી સરકારી ખરાબામા ગેરકાયદે ખનન ઝડપી પાડી કોલસાની ચોરી કરતા ટ્રેકટર – ૩, કંપ્રેશન – ૧, મોટરસાયકલ – ૨, ચરખી – ૧૯ અને કોલસો ટન – ૨૭૦ મળી કુલ રૂ.૪૩,૯૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે આ દરોડા ના પગલે ખનીજ માફિયામાં ફફડાટ મચી જવા પામ્યો છે. રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદે પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકાર ની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા રાજકોટ રેંજના વડા નિર્લિપ્ત રાયએ આપેલી સૂચનાને પગલે પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ,સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, એ.વાય.ઉધાસ, એસ.પી.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સાયલા પો.સ્ટે. વિસ્તારના ચિત્રાલાખા ગામના સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ કોલસાની ચોરી થતી હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સીંધવ, ફતેસંગ પરમાર, રાજુભાઇ પઢેરીયા સહિતના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો સ્થળ તપાસ કરતા ટ્રેકટર- ૩, કંપ્રેશન- ૧, મોટરસાયકલ- ૨, ચરખી- ૧૯ અને કોલસો ટન- ૨૭૦ મળી કુલ રૂ.૪૩,૯૫,૦૦૦ નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ સીઝ કરી સાયલા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજ ના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા અને સીઝ કરેલ મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.

