શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
ચંદ્ર ઉદયનો સમય રાત્રે ૮.૫૧ વાગ્યે રહેશે Rohini Nakshatra પણ ઉત્તમ છે, આખો દિવસ દરમિયાન ચંદ્ર વૃષભ રાશિમાં ઉત્તમ ફળ આપનાર છે
પંચાંગ અને મુહૂર્તઃપંચાંગ પ્રમાણે આસો વદ ચોથને ગુરુવાર તા.૨૯ ઓક્ટોબરના દિવસે કરવા ચોથ છે.આ ઉપરાંત આખો દિવસ દરમિયાન ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભ રાશિમાં છે.આમ, આ વર્ષની કરવા ચોથ રાશિ, યોગ અને નક્ષત્ર મુજબ ઉત્તમ ફળદાયી ગણાશે.આ દિવસે પૂજાનો શુભ સમય રાત્રે ૬.૧૦ થી ૮.૫૦ કલાક સુધીનો રહેશે.
વ્રતનું મહત્વ અને વિધિઃઆ વ્રત પરણેલી મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્યની કામના સાથે કરે છે.આ ઉપરાંત ચંદ્ર ઉદયનો સમય રાત્રે ૮.૫૧ કલાકે છે.
કરવા આને કહેવામાં આવે છે :કરવા એટલે માટીનો નાનો ઘડો જેમાં પાણી ભરીને પૂજા થાય. એના પર ઢાંકણ હોય, એને સ્વસ્તિકથી શણગારેલો હોય હાથે કંકુ થી પણ સ્વસ્તિક કરી શકાય છે. લાલ કલરનો હોય છે આ ઘડાને જ કરવા કહે છે.આ દિવસનું વ્રત તથા પૂજન અંગે આ વ્રતમાં આખો દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે.આ દિવસે સાંજે ગણેશજી, મહાદેવ, પાર્વતીજી અને કાર્તિકેયનું પૂજન કરવું.પૂજન કરવા માટે સૂર્ય વંદન કરવું, ત્યારબાદ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર થાળી રાખીને મૂર્તિ રાખવી. જો મૂર્તિ ન હોય તો તેના બદલે સોપારીને નાડાછડી વીંટીને રાખવી.ત્યારબાદ તેનું પૂજન કરવું, સાંજના સમયે પૂજન કર્યા બાદ કથા સાંભળવી.આ પૂજન બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય છે
સંપૂર્ણ પૂજા વિધિ આ પ્રમાણે છેઃ
કરવા ચોથના વ્રતની પૂજા વિધિ ખૂબ જ પવિત્ર અને નિયમબદ્ધ હોય છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત કરે છે.અહીં કરવા ચોથ વ્રતની સવારથી લઈને રાત સુધીની સંપૂર્ણ પૂજા વિધિ
૧. સૂર્યોદય પહેલાં (સરગીની વિધિ)ઃવ્રતના દિવસે સવારે સૂર્યોદય પહેલાં અંદાજે સવારે ૪૦૦ થી ૫૦૦ વાગ્યાની વચ્ચે ઊઠીને સ્નાન કરવું.ત્યારબાદ સાસુ દ્વારા આપવામાં આવેલી ’સરગી’ ગ્રહણ કરવી. સરગીમાં મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, ફળ જેવી વસ્તુઓ હોય છે, જે આખો દિવસ ઉર્જા આપે છે.સરગી ખાધા પછી, હાથમાં જળ લઈને આખો દિવસ નિર્જળા (અન્ન અને જળ ત્યાગીને) ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવો.
૨. બપોરના સમયે (પૂજાની તૈયારી)ઃબપોરે અથવા સાંજે પૂજાના થોડા સમય પહેલાં સ્વચ્છ વસ્ત્રો શક્ય હોય તો લાલ, પીળા અથવા ગુલાબી જેવા શુભ રંગના કપડાંપહેરીને સોળ શણગાર સજવો.ઘરના ઈશાન ખૂણામાં (અથવા પૂજાના સ્થાન પર) ચોખ્ખી જગ્યાએ ગેરૂ અથવા હળદરથી નાનો ચોકો પૂરવો.
ત્યાં એક લાકડાનો બાજોઠ (પાટલો) મૂકી તેના પર લાલ વસ્ત્ર પાથરવું.બાજોઠ પર શિવ પરિવાર ભગવાન ગણેશ, શિવજી, માતા પાર્વતી અને કાર્તિકેય તેમજ કરવા માતાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. જો ફોટો પણ ન મળે તો સોપારી રાખી શકાય
૩. સાંજના સમયે (મુખ્ય પૂજા વિધિ)ઃકરવાની સ્થાપના માટીના બે કરવા (પાત્ર) લો. એક કરવામાં પાણી ભરો અને બીજા કરવામાં અનાજ, સિક્કો અથવા મીઠાઈ ભરો. કરાવા પર મોલી (નાડાછડી) બાંધવી અને હળદર-કુમકુમથી સ્વસ્તિક (સાથિયો) બનાવવો.
પૂજા અર્ચના સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી. ત્યારબાદ શિવ-પાર્વતી પૂજા કરવી માતાને કુમકુમ, અક્ષત (ચોખા), અબીલ, ગુલાલ, ફૂલ અને ભોગ અર્પણ કરવા.કરવા બદલવાની વિધિ પૂજા દરમિયાન પરિણીત મહિલાઓ એકબીજા સાથે કરવા ફેરવવાની (બદલવાની) વિધિ કરે છે. કરવા ફેરવતી વખતે સુહાગન મહિલાઓ મંગળ ગીતો ગાય છે.વ્રત કથા પૂજાના અંતે હાથમાં ચોખાના થોડા દાણા રાખીને કરવા ચોથની પૌરાણિક વ્રત કથા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સાંભળવી અથવા વાંચવી. કથા પૂરી થયા પછી હાથના ચોખા કરવા માતાના ચરણોમાં અર્પણ કરવા.
૪. રાત્રિના સમયે ચંદ્ર દર્શન અને અર્ઘ્ય વિધિઃરાત્રે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે પૂજાની થાળી તૈયાર કરવી, જેમાં દીવો, ચારણી (ગળણી), પાણીનો લોટો અને મીઠાઈ હોવી જોઈએ.ચારણીની અંદર દીવો પ્રગટાવીને સૌ પ્રથમ ચારણીમાંથી ચંદ્રદેવના દર્શન કરવા.લોટાના જળમાં સહેજ દૂધ, અક્ષત અને ફૂલ મિક્સ કરીને ચંદ્રદેવને અર્ઘ્ય (જળ) અર્પણ કરવું અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી.ત્યારબાદ તે જ ચારણીમાંથી દીવાના પ્રકાશમાં પોતાના પતિનો ચહેરો જોવો.પતિના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા. પતિ પોતાના હાથે પત્નીને પાણી પીવડાવીને અને મીઠાઈ ખવડાવીને વ્રતના પારણા કરાવે છે ઉપવાસ છોડાવે છે
૫. સાસુના આશીર્વાદ (બાયનું અર્પણ કરવું)ઃવ્રત પૂર્ણ થયા પછી, પૂજામાં રાખેલું સોના-ચાંદીનું કે માટીનું પાત્ર (કરવો), વસ્ત્રો, શણગારની સામગ્રી અને મીઠાઈ ઘરના વડીલ અથવા સાસુના ચરણ સ્પર્શ કરીને તેમને ભેટ (જેને ’બાયનું’ કહેવાય છે) તરીકે આપવા અને તેમના આશીર્વાદ લેવા. જો સાસુ હાજર ન હોય તો ઘરના કોઈ પણ વડીલ સ્ત્રીને તે આપી શકાય છે.આ વિધિ પૂર્ણ કર્યા પછી પરિવાર સાથે સાત્વિક ભોજન ગ્રહણ કરવું.રિવાજ પ્રમાણે પ્રદેશ પ્રમાણે પૂજા વિધિમાં થોડો ફેર હોઈ શકે છે
કરવા ચોથનું વ્રત ૧૨ વર્ષ અથવા ૧૬ વર્ષ સુધી રહેવું જોઈએ તથા આજીવન પણ રહી શકાય.વ્રતના ઉદ્યાપનમાં ૧૩ સુહાગન બહેનોને ભોજન કરાવવું, જોકે વ્રતનું ઉજવણું રિવાજ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છેઃ

