Jamnagar, તા.૨૮
Jamnagar શહેરના નંદનવન સોસાયટી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં જ રહેતા એક શખસે ૧૩ વર્ષીય માસૂમ બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘૃણાસ્પદ કૃત્ય આચરનાર લાલજી લખમણ મકવાણા નામના આરોપી વિરુદ્ધ પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ તેની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર ૧૩ વર્ષીય સગીરા આરોપીની દીકરી સાથે રમવા માટે તેના ઘરે જતી હતી. આ દરમિયાન પાડોશી લાલજી મકવાણાએ બાળકીની મજબૂરીનો અને અતિશય વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને તેની સાથે અવારનવાર છેડછાડ કરી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ પરિવારને થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પરિવારજનોએ આ અંગે તાત્કાલિક જામનગરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જામનગર ગ્રામ્યના ઇન્ચાર્જ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપી સામે પોક્સો (ર્ઁંઝ્રર્જીં) એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપી લાલા મકવાણાની અટકાયત કરી લીધી છે અને પોક્સોની પ્રવર્તમાન ગાઈડલાઈન મુજબ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વર્તમાન સમયમાં બાળકો સામે બનતી આવી દુઃખદ અને અપરાધિક ઘટનાઓ સમગ્ર સભ્ય સમાજ માટે એક મોટો કલંક અને ચિંતાનો વિષય બની ગઈ છે. આ ઘટના બાદ પોલીસ અને નિષ્ણાતો દ્વારા પણ વાલીઓ અને પરિવારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોની સુરક્ષા પ્રત્યે અત્યંત સતર્ક અને જાગૃત રહે, કારણ કે ઘણીવાર અતિશય વિશ્વાસને કારણે પાડોશ કે પરિચિત જગ્યાઓ પર પણ બાળકો અસુરક્ષિત બની જતાં હોય છે.
બાળકો સાથે ખુલ્લેઆમ વાતચીત કરવાનો માહોલ ઊભો કરવો જોઈએ, જેથી તેઓ પોતાની સાથે થતા કોઈપણ અયોગ્ય વર્તન કે અસહજ અનુભવ વિશે વહેલી તકે પરિવારને જણાવી શકે.

