Ahmedabad,તા.૩૦
દિવાળીના તહેવારોમાં વતન જવા માગતા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ જી્ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોના વધતા ઘસારાને ધ્યાનમાં રાખીને ૨થી ૮ નવેમ્બર દરમિયાન કુલ ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દાહોદ અને પંચમહાલ તરફ જતાં મુસાફરોને આ વ્યવસ્થાથી રાહત મળશે.
દિવાળીના તહેવારો દરમિયાન અમરેલી, ભાવનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ રૂટ પર મુસાફરોની સંખ્યા વધવાની શક્યતા છે. આથી એસટી વિભાગ દ્વારા આ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત દાહોદ અને પંચમહાલ તરફ જવા માટે પણ વિશેષ બસો દોડાવવામાં આવશે.
મુસાફરોને સરળતાથી બસ મળી રહે અને મુખ્ય બસ સ્ટેશનો પર ભીડનું ભારણ ઘટે તે માટે અમદાવાદના ઝ્ર્સ્ અને અડાલજ પાસેથી પણ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. ૨થી ૮ નવેમ્બર સુધી આ વિશેષ વ્યવસ્થા અમલમાં રહેશે.
દિવાળી પહેલાં જ વતન જવા માટે મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એસટી વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર તરફના રૂટ પર અત્યાર સુધીમાં આશરે ૫૦ ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. આગામી દિવસોમાં બુકિંગ અને મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
તહેવારો દરમિયાન મુસાફરોને પરિવહનની મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગે વધારાની બસ ટ્રીપોનું આયોજન કર્યું છે. મુસાફરોને મુસાફરી પહેલાં ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી લેવા અને બસના સમય તથા પ્રસ્થાન સ્થળની વિગતો તપાસી લેવા સલાહ આપવામાં આવે છે.

