શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, બપોરે ૧૨.૦૬ કલાકે Planet Jupiter કર્ક રાશિ માંથી સિંહ રાશિ માં પ્રવેશ કરશે. જ્યોતિષ મા આને સિંહસ્થ ગુરુ કહેવાય છે. આ જ યોગથી નાસિકમાં સિંહસ્થ કુંભ મેળો શરૂ થાય છે.તે ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતમાં વિવાહ લગ્ન થઈ શકતા નથી જો લગ્ન કરવા હોય તો ગુરુના જપ કરાવી કરવા યોગ્ય રહેશે
આ વખતે ગુરુ એકલો નથી સિંહ રાશિમાં પહેલેથી કેતુ બેઠો છે, એટલે ગુરુ-કેતુ યુતિ ધ્વજ યોગ બને છે જે ૫ ડિસેમ્બર સુધી રહેશે. ત્યારબાદ કેતુ કર્ક રાશિમાં જશે જોકે ૧૨ નવેમ્બરે મંગળ પણ આવશે આમ ૧૨ નવેમ્બર થી ગુરુ મંગળ નો માંગલ્ય યોગ થશે. ગુરુ ૧૩ ડિસેમ્બરે વક્રી થશે અને ૨૫ જાન્યુઆરી ૨૦૨૭ એ પાછો કર્કમાં જશે, પછી જૂન ૨૦૨૭ માં ફરી સિંહમાં આવશે.
ગુરુ ગ્રહનું સિંહ રાશિના ભ્રમણ નું ફળ
૧. મેષ (આ.લ.ઇ) ૫ મા ભાવમાં ગુરુ. સંતાન સુખ, અભ્યાસ, પ્રેમ અને શેરબજારમાં લાભ. નવું શીખવાનો ઉત્સાહ વધશે.
૨. વૃષભ (બ.વ.ઉ) ૪ થા ભાવમાં. ઘર, મકાન, વાહનનો યોગ. માતા સાથે સમય સારો, પણ કેતુ સાથે હોવાથી મનમાં અશાંતિ રહી શકે, પ્રોપર્ટીના કાગળ સાચવવા.
૩. મિથુન (ક.છ.ઘ) ૩ જા ભાવમાં. ભાઈ-બહેનથી સહયોગ, ટૂંકી યાત્રા, લેખન અને હિંમત વધશે. ધ્વજ યોગ તમને કોઈ મોટી વાતમાં હિંમત આપશે.
૪ કર્ક (ડ.હ)૨ જા ભાવ મા. ગુરુ તમારી રાશિમાંથી ધન ભાવમાં આવ્યો. ધનવૃદ્ધિ, વાણીમાં મીઠાશ, કુટુંબમાં માંગલિક પ્રસંગ. ઉચ્ચનો ગુરુ ગયો એટલે થોડો ખર્ચ વધશે.
. સિંહ (મ. ટ) ૧ લા ભાવમાં – લગ્નમાં જ ગુરુ. આ તમારા માટે સૌથી મોટો ફેરફાર. આત્મવિશ્વાસ, નેતૃત્વ, નામ-પ્રતિષ્ઠામાં વધારો. ગુરુ-કેતુથી અધ્યાત્મ તરફ ઝુકાવ અને જૂના કર્મોનો હિસાબ. વજન અને અહંકાર પર ધ્યાન રાખવું.
૬. કન્યા (પ.ઠ. ણ)૧૨ મા ભાવમાં. વિદેશ યોગ, હોસ્પિટલ/ખર્ચ વધી શકે. ઊંઘ ઓછી, પણ ધ્યાન-પૂજા માટે ઉત્તમ સમય. પૈસા સાચવવા.
૭ તુલા (ર.ત)૧૧ મા ભાવમાં – સૌથી શુભ. આવક, મોટા ભાઈ, મિત્રો અને ઈચ્છાપૂર્તિ. શાસ્ત્ર મુજબ ૧૧ મા ગુરુ સૌથી સારો. નેટવર્કિંગથી લાભ.
૮ વૃશ્ચિક (ન.ય)૧૦ મા ભાવમાં. નોકરી-ધંધામાં પ્રમોશન, બોસ ખુશ થશે. કર્મસ્થાનમાં ગુરુ-કેતુથી કામમાં થોડો અજંપો પણ નવું પદ મળી શકે.
૯ ધનુ (ભ.ફ.ધ) ૯ મા ભાવમાં – ભાગ્ય સ્થાન. તમારી પોતાની રાશિનો માલિક ભાગ્યમાં. ભાગ્યોદય, તીર્થયાત્રા, પિતાનું સુખ, ઉચ્ચ અભ્યાસ. ખૂબ જ શુભ.
૧૦. મકર (ખ.જ)૮.મા ભાવમાં. અચાનક ફેરફાર, સંશોધન, વીમા-વારસાના કામ. તબિયતનું ધ્યાન રાખવું, ગુપ્ત વિદ્યા શીખવા માટે સારો.
૧૧ કુંભ (ગ.શ.સ) ૭ મા ભાવમાં. લગ્ન-ભાગીદારીમાં લાભ. અપરિણીત માટે લગ્નનો યોગ પ્રબળ. પાર્ટનરશિપમાં ધંધો વધશે, પણ કેતુથી થોડી ગેરસમજ થઈ શકે.
૧૨ મીન (દ.ચ.ઝ. થ)૬.ભાવમાં. દુશ્મનો પર વિજય, રોગમાંથી મુક્તિ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા. લોન-દેવું પતાવવા માટે સારો સમય.
ભારતની રાશિ કુંડળી પ્રમાણે ગુરુ ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે જે પ્રગતિ કારક ગણાશે ભવિષ્યના સારા નિર્ણયો લઈ શકાય હાલ પૂરતો થોડો સમય આકરો રહે

