Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા
    • Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત
    • સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ
    • CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા
    • Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?
    • Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી
    • દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી
    • માછીમારોને બચાવવા ગયેલી SDRF ની બે બોટ પલટી, ૧૦ જવાનો ગુમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Hong Kongના લોકશાહી સમર્થક કાર્યકર જોસુઆ વોંગને વધુ ૧૦ વર્ષની જેલની સજા
    આંતરરાષ્ટ્રીય

    Hong Kongના લોકશાહી સમર્થક કાર્યકર જોસુઆ વોંગને વધુ ૧૦ વર્ષની જેલની સજા

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Hong Kong, તા.૫

    હોંગકોંગના જાણીતા લોકશાહી સમર્થક કાર્યકરોમાંના એક જોસુઆ વોંગને ગુરુવારે વિદેશી શક્તિઓ સાથે સાંઠગાંઠ કરવાના આરોપમાં વધુ ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક પ્રેસ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “કોર્ટે જોસુઆ વોંગને અંતિમ સજા તરીકે ૧૦ વર્ષની કેદ ફટકારી છે.”ચીનના આ ક્ષેત્રમાં મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બનેલા વોંગ અગાઉથી જ લગભગ છ વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે. ગયા મહિને જ તેમણે ૩૦મો જન્મદિવસ ઉજવ્યો હતો.બેઈજિંગ દ્વારા લાદવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ‘રાજદ્રોહ’ ના આરોપમાં ચાર વર્ષ અને આઠ મહિનાની સજા ભોગવ્યા બાદ તેમને જાન્યુઆરીમાં મુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા હતી.જોકે, હોંગકોંગના સત્તાધીશોએ જૂન ૨૦૨૫માં આ જ કાયદા હેઠળ વોંગ વિરુદ્ધ ફરીથી કેસ દાખલ કર્યો હતો. તેમના પર હોંગકોંગ અને ચીન વિરુદ્ધ પ્રતિબંધો લાદવા માટે અન્ય દેશો અને સંસ્થાઓને અપીલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં વોંગે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.ગુરુવારે સવારે વોંગ વાદળી શર્ટ અને કાળા ચશ્મા પહેરીને કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ શાંત દેખાઈ રહ્યા હતા. તેમણે પોતાના સમર્થકો તરફ માથું હલાવીને અભિવાદન કર્યું હતું અને કોર્ટમાં હાજર લોકો તેમજ પત્રકારો તરફ નજર કરી હતી.સજા સંભળાવ્યા બાદ વોંગે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો અને હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન સમર્થકોને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, “અમે તમારી મુક્તિની રાહ જોઈશું.”સુનાવણી માટે ડઝનબંધ લોકો કોર્ટની બહાર લાઈનમાં ઊભા રહ્યા હતા. બીજી તરફ, પોલીસ દ્વારા કોર્ટની બહાર ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.લંડનની ર્જીંછજી યુનિવર્સિટીની ચાઈના ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સ્ટીવ ત્સાંગે છહ્લઁ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “બેઈજિંગે જોસુઆને ૨૦૧૯ના ખુલ્લા બળવાના મુખ્ય નેતાઓમાંના એક તરીકે ઓળખ્યા છે, જોકે વોંગ સૌથી મધ્યમ વિચારધારા ધરાવતા નેતાઓમાંના એક હતા. આથી તેમને ઉદાહરણરૂપ સજા કરવામાં આવશે.”સજા જાહેર થાય તે પહેલા ત્સાંગે ઉમેર્યું હતું કે, વોંગને ફટકારવામાં આવેલી સજા એ દર્શાવશે કે બેઈજિંગ હોંગકોંગ પર પોતાની પકડ મજબૂત રાખી રહ્યું છે અને ૨૦૧૯ પહેલાના વધુ ઉદાર દિવસો તરફ પાછા ફરવાની કોઈ શક્યતા નથી.માનવાધિકાર સંગઠનોએ વોંગ વિરુદ્ધના સાંઠગાંઠના આરોપોની ટીકા કરી છે. તેમના મતે, સત્તાધીશોનો હેતુ વોંગને લાંબા સમય સુધી જેલમાં રાખવાનો છે.જોસુઆ વોંગ ૨૦૧૪માં હોંગકોંગમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. આ પ્રદર્શનને ‘અંબ્રેલા મૂવમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૭થી તેઓ વિરોધ પ્રદર્શનો સંબંધિત કેસોને કારણે વારંવાર જેલમાં જતા રહ્યા છે.સત્તાધીશોના જણાવ્યા અનુસાર, વોંગે ૨૦૧૬માં જ આંતરરાષ્ટ્રીય સ્તરે લોબિંગ શરૂ કર્યું હતું. તે સમયે તેમણે ‘હોંગકોંગ હ્યુમન રાઇટ્‌સ એન્ડ ડેમોક્રેસી એક્ટ’ નામના કાયદાને સમર્થન આપ્યું હતું. આ કાયદા હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિને હોંગકોંગમાં માનવાધિકારના ઉલ્લંઘનના જવાબમાં પ્રતિબંધો લાદવાની સત્તા મળવાની હતી.

    Hong Kong
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTax ના પૈસા બોમ્બમારા માટે નહીં, બાળકોના ભવિષ્ય માટેઃ અબ્દુલ
    Next Article ‘સંસદનું કામ અમે ના કરી શકીએ’ : Supreme Court
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuzની સુરક્ષા માટે દક્ષિણ કોરિયા પેટ્રોલિંગ વિમાન તહેનાત કરશ

    November 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tax ના પૈસા બોમ્બમારા માટે નહીં, બાળકોના ભવિષ્ય માટેઃ અબ્દુલ

    November 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચૂંટણી પહેલાં Donald Trumpએ ખેડૂતો માટે ખોલ્યો સહાયનો પિટારો

    November 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું યુદ્ધમેદાન ન બને: Xi Jinping

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹181,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-11-2026 21:25
    Categories
    Latest News

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026

    CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા

    November 5, 2026

    Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?

    November 5, 2026

    Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી

    November 5, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.