ક્લીનર તરીકે નોકરી કરતા યુવક ટ્રકની રાહ જોતા સમયે : સર્જાયો અકસ્માત પોલીસે વધુ તપાસ હાથ ધરી
Morbi,તા.૧૯
મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે યુવક ઊંભો હતો તે દરમિયાન અજાણ્યા ટ્રકે યુવક હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી પાસે દુખદ ઘટના સર્જાય હતી જેમાં કનૈયાલાલ પાલારામ પનવર 32 વર્ષીય યુવક મહેન્દ્રનગર ચોકડી ઉભો હતો ત્યારે ટ્રકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલા યુવકનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકની વધુ તપાસ કરતા પોતે ટ્રક માં ક્લીનર તરીકે નોકરી કરતો હતો અને ટ્રકની રાહ જોતા સમયે અજાણ્યા ટ્રકે હડફેટે લેતા દુર્ઘટના સર્જાય હતી

