Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    November 26, 2026

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ
    • Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ
    • Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ
    • Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો
    • Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર
    • Jamnagar: ૧૦૮ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ
    • Rajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન
    • રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ
    અમરેલી

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૦થી ૧૨ દિવસમાં જમીનની માપણી કરી દબાણો સામે કડક કાર્યવાહી કરાશે, અન્યથા ફરી આંદોલન અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૬ઃ

    Amreli લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ગૌચરની જમીન પરના કથિત દબાણોનો મુદ્દો ફરી ગરમાયો છે. ગૌચરની જમીન દબાણ મુક્ત કરાવવા માટે અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન કરવાની ચીમકી આપનારા  એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ પશુપાલકો સાથે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રૂબરૂ મળી રજૂઆત કરતાં કલેક્ટરે ૧૦થી ૧૨ દિવસમાં જમીનની માપણી કરાવી દબાણો ઓળખી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. તંત્રની ખાતરી બાદ હાલ પૂરતું અર્ધનગ્ન આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ ૧૦ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ફરી આંદોલન શરૂ કરવાની સાથે ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લઈ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

    નાથાલાલ સુખડિયાના જણાવ્યા અનુસાર દુધાળા ગામની ગૌચરની જમીનના સર્વે નંબર ૧૪૦/૧/અ અને ૧૪૦/બ અંગે છેલ્લા કેટલાક સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. તેમના આક્ષેપ મુજબ ધોળકિયા ફાઉન્ડેશન અને પદ્મશ્રી ધોળકિયા પરિવાર દ્વારા સરકારી ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે.

    આ ઉપરાંત ગાયોને પીવાનું પાણી મળી રહે તે માટેના માર્ગ પર આડશરૂપ જાળીઓ લગાવવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ જમીનો દબાણમુક્ત કરી પશુઓ માટે ખુલ્લી કરવામાં આવે તેવી માંગ સાથે અગાઉ પણ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને કેન્દ્ર સરકારની ૧૦૦ ટકા કે ૮૦ ટકા ગ્રાન્ટમાંથી તૈયાર થયેલાં કામો પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હોવાનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. હકીકતમાં સરકારી ગ્રાન્ટમાંથી થયેલાં કામો પર સરકારની ગ્રાન્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

    આ સમગ્ર મામલે પશુપાલકો સાથે કલેક્ટરને મળીને રજૂઆત કરવામાં આવતાં કલેક્ટરે જમીન માપણી કરાવી કેટલી જમીન પર દબાણ છે તેની ઓળખ કરવામાં આવશે અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ સહિતની કાયદાકીય જોગવાઈઓને આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હોવાનું નાથાલાલ સુખડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

    હાલ તંત્રની ખાતરીને પગલે અર્ધનગ્ન આંદોલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જો કે, આગામી ૧૦ દિવસ સુધી તંત્રની કાર્યવાહી પર નજર રાખવામાં આવશે. જો નિર્ધારિત સમયમાં દબાણો દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો ફરી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે અને કાયદાકીય લડત માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.

    હવે દુધાળાની ગૌચર જમીનના વિવાદમાં તંત્ર ખરેખર માપણી કરીને દબાણો દૂર કરવાની દિશામાં આગળ વધે છે કે પછી આંદોલનની ચીમકી અને વહીવટી ખાતરી વચ્ચે મામલો ફરી ઠંડો પડી જાય છે, તેના પર સૌની નજર મંડાઈ છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ
    Next Article Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: દિવાળીના ચાર દિવસમાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો

    November 13, 2026
    અમરેલી

    Amreli: પીપાવાવ પોર્ટની જેટી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળતાં ચકચાર

    November 3, 2026
    અમરેલી

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026
    અમરેલી

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    અમરેલી

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026
    અમરેલી

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,195
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,529
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 19:55
    Categories
    Latest News

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026

    Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો

    November 26, 2026

    Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર

    November 26, 2026

    Jamnagar: ૧૦૮ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ

    November 26, 2026

    Rajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026

    Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.