New Delhi તા.6
પાટનગર દિલ્હીમાં આજે ભીષણ આગની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતા ભડથુ થઈ જતા અરેરાટી સર્જાઈ હતી.
દિલ્હીના આદર્શનગર સ્થિત મેટ્રો રેલ કોર્પોરેશનના કવાર્ટરમાં મોડીરાત્રે અઢી વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. જેમાં દંપતિ તથા માસૂમ પુત્રીના મોત થયા હતા. કવાર્ટરમાં પાંચમા માળે આગનો રિપોર્ટ મળતા જ ફાયરબ્રિગેડ ધસી ગયુ હતુ અને આગ કાબુમાં આવ્યા બાદ તપાસ કરાતા ત્રણ મૃતદેહો હાથ લાગ્યા હતા.
પ્રાથમીક તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે કવાર્ટરમાં ઘરના સામાનમાં આગ લાગ્યા બાદ વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હતું. ફાયરબ્રિગેડનો એક જવાન પણ આગ બુઝાવવાના પ્રયાસમાં ઘાયલ થયો હતો.

