Mumbai,તા.09
અભિનેતા આમિર ખાને પોતાની પત્ની ગૌરી સ્પ્રેટે માટે હીરાની પરંપરાગત પસંદગી છોડીને એક ભવ્ય અને રાજવી લુક ધરાવતી માણેક (રૂબી)ની વીંટી ભેટમાં આપી છે. આ કપલે 5 જુલાઈના રોજ મુંબઈમાં પોતાનાં ઘરે જ ખૂબ જ સાદગીભર્યા વાતાવરણમાં લગ્ન કર્યા હતા અને આ નવી શરૂઆતને યાદગાર બનાવવા માટે આમિરે આ ખાસ વીંટી પસંદ કરી છે, જેને બનાવનારી બ્રાન્ડના જણાવ્યાં મુજબ આ માણેક લાખોમાં એક છે.
આમિર ખાને આ ખાસ જ્વેલરી માટે ’ક્વીન્સ’ બ્રાન્ડની મદદ લીધી હતી, જેમાં તે પોતે પણ એક વ્યૂહાત્મક રોકાણકાર (સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર) છે. આ અતિ દુર્લભ કિંમતી પથ્થર એટલે કે માડાગાસ્કર રૂબીને શોધવા માટે આ જ્વેલરી બ્રાન્ડની ટીમે પૂરા ત્રણ મહિના જેટલો સમય લીધો હતો. કંપનીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે.
કે માડાગાસ્કરથી લાવવામાં આવેલો આ રૂબી કુદરતી પથ્થરોની એક અસાધારણ શ્રેણીમાં આવે છે, અને દુનિયાભરનાં માણેકમાંથી માત્ર 0.1 ટકા કરતાં પણ ઓછા રૂબી આ કક્ષાની ગુણવત્તા સુધી પહોંચી શકે છે, જે આ પથ્થરને લગ્નની ક્ષણ જેટલો જ ખાસ બનાવે છે.
આ મોટી, ગોળાકાર કટ (કેબોચન-કટ) ધરાવતી નેચરલ રૂબીને સોનાની કલાત્મક કોતરણીવાળા અને તાજ જેવા આકારનાં પ્રતિક ધરાવતી વીટીંમા જડવામાં આવ્યો છે, જે આ આખી વીંટીને એક વિન્ટેજ અને ક્લાસિક લુક આપે છે. આ વીંટીના બેન્ડ પર ઝીણી મણકાની કારીગરી અને ઘુમાવદાર ડિઝાઈન કરવામાં આવી છે, જ્યારે તેનો ઊંચો ગુંબજ જેવી પ્રોફાઇલ તેને જૂના જમાનાની સિગ્નેટ રિંગ જેવો અનોખો દેખાવ આપે છે.
આમ તો રૂબી સદીઓથી રાજવી પરિવારો અને પરંપરાગત દાગીનાઓ સાથે જોડાયેલા રહ્યાં છે, પરંતુ લગ્નની વીંટીમાં હીરાની સરખામણીએ તેનો ઉપયોગ બહુ ઓછો જોવા મળે છે, જેના કારણે આમિરની આ પસંદગી બધાથી તદ્દન અલગ અને ખાસ બની રહી છે.
ક્વીન્સ બ્રાન્ડની ખાસ ડિઝાઈન
ત્રણ મહિનાની મહેનત પછી માડાગાસ્કરથી શોધાયો ’વન-ઈન-એ-મિલિયન’ નેચરલ રૂબી, વિન્ટેજ લુક આપવા માટે સોનામાં મઢવામાં આવ્યો.

