Rajkot,તા,10
મૂળ પોરબંદર અને હાલ રાજકોટ રહેતી ત્યકતાને લગ્નની લાલચ અને પુત્રીને પોતાનું નામ અપાવવાનું કહીં મૂળ જેતપુરના સરધારપુર ગામના અને મોરબીમાં કોલસાનો ધંધો કરતા અને હાલ રાજકોટ રહેતાં તૃશાંગ ડોબરીયાએ અવારનવાર દુષ્કર્મ આચરી ચાર વખત ગર્ભવતી બનાવી, ગર્ભપાત પણ કરાવી નાંખી બાદમાં તરછોડી દેતાં યુની. પોલીસ મથકમાં દુષ્કર્મ, છેતરપીંડી, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. હાલ રાજકોટ અને મૂળ પોરબંદરના વતની ૩૩ વર્ષીય ત્યકતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તૃશાંગ પરસોત્તમ ડોબરીયા (રહે. સરદાર ચોક ગેલેક્સી એપાર્ટમેન્ટ, જેતપુર તેમજ સરધારપુર, જેતપુર) નું નામ આપતાં યુની. પોલીસે આઇપીસી એક્ટ ૪૦૬, ૩૭૬(૨), એન, ૩૧૩ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી મૂળ પોરબંદરની વતની છે અને તેણીના લગ્ન થયાં બાદ સંતાનમાં એક પુત્રી છે, તેણીના વર્ષ ૨૦૧૫ માં છૂટાછેડા થયેલ હતાં. બાદમાં તેણી પુત્રી સાથે રાજકોટ રહેવાં આવતી રહેલ હતી અને અહીં તે ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતી હતી. તે જે જગ્યાએ નોકરી કરતી ત્યાં સ્ટાફ દ્વારા ગઈ તા.૨૬/૦૬/૨૦૨૨ ના હોટલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તેણી ગયેલ ત્યારે આરોપી તૃશાંગ પણ પાર્ટીમાં આવ્યો હતો અને એક મિત્ર થકી બંને વચ્ચે પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન ગઈ દિવાળીના દિવસે ફરીવાર બંને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ તેણીને હવે તારી સાથે સબંધ રાખવો નથી તેમ કહીં તરછોડી દિધી હતી. અને પોતે ફરીવાર અલગ રહેવાં ચાલ્યો જઈ લગ્ન કરવાની લાલચ આપી તેણીને દિકરીને પોતાનું નામ આપવાનું કહીં અવારનવાર દુષ્કર્મ ગુજારી મારમારી તેને તરછોડી દઈ છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.વધુમાં ભોગ બનનારે જણાવ્યું હતું કે, આ સમય ગાળા દરમિયાન તેણી ચાર વખત ગર્ભવતી બની હતી, જે આરોપીએ આપણે લગ્ન કરસું બાદ બાળક રાખશું કહીં ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી નાંખ્યું હતું. તેમજ આરોપીનું મૂળ વતન જેતપુરનું સરધારપુર ગામ છે અને ત્યાં તેના પિતા રહે છે, તેમની માતાનું ઘણાં સમય પહેલાં અવસાન થયેલ છે, બંનેના પરિવારને પણ સબંધ મંજુર હતાં પરંતુ આરોપીએ વિશ્વાસઘાત કર્યો હતો.