New Delhi,તા.૨૦
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેએ કાર્યકર્તા સોનમ વાંગચુકની વિનંતી પર તેમની અનિશ્ચિત ભૂખ હડતાળ સમાપ્ત કરી. સોનમ વાંગચુક હાલમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે.
૧૮ જુલાઈના રોજ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ દીપકેએ ઉપવાસ શરૂ કર્યા હતા. ૨૧ દિવસની ભૂખ હડતાળને કારણે તેમને તબીબી સારવારની જરૂર હતી. દરમિયાન, સીજેપીના પ્રતિનિધિઓ સૌરવ દાસ અને આશુતોષ રંકા સોમવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાને મળવા માટે રવાના થયા હતા. પરીક્ષા સુધારા માટેની તેમની માંગણીઓ પર દબાણ લાવવા માટે પાર્ટીના કાર્યકરો અને સમર્થકો જંતર-મંતર પર એકઠા થયા હતા.
આ દરમિયાન, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશનના ત્રણ કાર્યકરોએ સોમવારે જંતર-મંતર પર તેમની ૨૩ દિવસની અનિશ્ચિત ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. વિપક્ષી ધારાસભ્યો, નાગરિક સમાજના સભ્યો અને અગ્રણી વ્યક્તિઓના પ્રતિનિધિમંડળની અપીલ બાદ તેઓએ આ પગલું ભર્યું હતું.
પ્રતિનિધિમંડળે તેમને સંસદ અને જાહેર અભિયાનો દ્વારા આંદોલન ચાલુ રાખવા વિનંતી કરી હતી. ભૂખ હડતાળ પર રહેલા એઆઇએસએ કાર્યકર્તાઓ નેહા, મનીષ અને અમીને શહેરમાં વરસાદ વચ્ચે તેમના ઉપવાસ સમાપ્ત કર્યા હતા.
પ્રતિનિધિમંડળે વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે ચોમાસા સત્ર દરમિયાન સંસદમાં તેમની માંગણીઓ ઉઠાવવામાં આવશે. રાજકીય અને જાહેર અભિયાનો દ્વારા તેમના પર વધુ કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના સાંસદ મનોજ ઝા અને સીપીઆઈ(એમ) ના સાંસદ અમરા રામનો સમાવેશ થાય છે. સીપીઆઈ(એમએલ) લિબરેશનના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્ય અને રાજારામ સિંહ પણ હાજર હતા.
સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને શિક્ષણવિદ અતુલ સૂદ પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. અભિનેતા પ્રકાશ રાજ અને શબાના આઝમીએ પણ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આ ભૂખ હડતાળમાં વિરામ નથી પરંતુ આ પ્રકારના સંઘર્ષનો અંત છે.
એઆઇએસએ અનુસાર, ૨૩ દિવસના ઉપવાસ દરમિયાન ત્રણેય કાર્યકર્તાઓએ પોતાનું વજન ૧૨ ટકાથી વધુ ઘટાડ્યું હતું. ખતરનાક રીતે ઓછા બ્લડ સુગર લેવલ અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં તેઓ અડગ રહ્યા. જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે છૈંજીછ કાર્યકર્તાઓ ૨૮ જૂનથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર હતા. આંદોલનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. કથિત પરીક્ષા અનિયમિતતાઓની ન્યાયિક તપાસ અને શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક સુધારાની પણ માંગ કરવામાં આવી હતી.
મનોજ ઝાએ કહ્યું કે વિદ્યાર્થીઓએ દરેક મોરચે સરકારને ખુલ્લી પાડીને કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. શબાના આઝમીએ કહ્યું કે એક પેઢી તરીકે, અમે અમારા ’જનરલ ઝેડ’ માટે સારું કરવામાં નિષ્ફળ ગયા છીએ. તેમણે આગળનો રસ્તો બતાવવા બદલ વિદ્યાર્થીઓનો આભાર માન્યો. રાજારામ સિંહે વિદ્યાર્થીઓને કહ્યું કે આજથી તેમનો સંઘર્ષ લોકશાહીના ઘરમાં ગુંજશે. તેમણે સમગ્ર વિપક્ષને લડવાનો રસ્તો બતાવ્યો છે.

