(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦ઃ
Jamnagar ના નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ત્રણ અલગ અલગ કેસોમાં કોર્ટ દ્વારા સજા ફટકારાયા બાદ છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Jamnagar જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તેમજ નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાંદા ના માર્ગદર્શન હેઠળ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એ.એસ.આઈ. શોભરાજસિંહ જી. જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ શિવરાજસિંહ કે. જાડેજાને ખાનગી રાહે માહિતી મળી હતી કે, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ત્રણ કેસોમાં સજાપામેલ આરોપી ઠેબા ચોકડી નજીક હાજર છે.
માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી પાંચાભાઈ ઉર્ફે ભરતભાઈ નાથાભાઈ ટોયટા (ભરવાડ), ઉ.વ.૩૮, રહે. ઠેબા ગામ, રામાપીર મંદિર સામે, તા.-જી. જામનગર, ને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપીને જામનગરની અલગ અલગ અદાલતો દ્વારા ત્રણ કેસોમાં સજા ફટકારવામાં આવી હતી. જેમાં એક કેસમાં ૧૬ માસની સાદી કેદ તથા અન્ય બે કેસોમાં એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ આરોપી છેલ્લા લાંબા સમયથી ફરાર હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી Jamnagar જિલ્લા જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

