Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
    • Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા
    • Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ
    • Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત
    • Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે
    • Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું
    • Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણીના વહેતા થયા
    • Amreli: સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતથી ચકચાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે
    અમરેલી

    Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લાકડામાંથી બાળકોને સૂવાના ઘોડિયા, સુવાના ખાટલાઓ, ખાટ, ઢીંચણીયા જેવી કાઠિયાવાડી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર

    લોકો પોતાના ઘરમાં પરંપરાગત શોભા માટે તેમજ એન્ટિક પીસ તરીકે રાખવાનું પસંદ કરે છે.

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૦ઃ

    જૂનવાણી દેશી રજવાડી લાકડાની જીવંત કળા છેલ્લી ૭ પેઢીથી જીવંત રાખીને રજવાડી કોતરણી અને ડિઝાઇનની અદ્ભુત પરંપરા જાળવી રખાઈ છે. રજવાડા સમયમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘર વપરાશમાં શોભા વધારતી એન્ટિક પીસ તરીકે ઉપયોગમાં લેવાતી એન્ટિક પીસોની વસ્તુઓ આજથી ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી તેવી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે.

    આજના આધુનિક ડિઝિટલ યુગમાં પણ સાત સાત પેઢીથી લાકડાનું કામ પર કોતર કામ કરીને પરંપરાગત હસ્તકલા જીવંત રખાઈ છે અમરેલી જિલ્લાના સાવર કુંડલા ગામે રહેતા હરેશભાઈ ખત્રીના પરિવારમાં સાતમી પેઢીથી લાકડાનું રજવાડી કામ કરવામાં આવે છે. પેઢી દર પેઢી આ કળા શીખવવામાં આવી છે. અને આજે પણ પરંપરાગત ડિઝાઇન તથા કોતરણીને જાળવીને વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.

    રાજા રજવાડાના સમયગાળામાં તથા જૂના દરબારગઢમાં જોવા મળતી વસ્તુઓની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને લાકડામાંથી આકર્ષક વસ્તુઓ બનાવવામાં આવે છે. લાકડામાંથી બાળકોને સૂવાના ઘોડિયા, સુવાના ખાટલાઓ, ખાટ, ઢીંચણીયા જેવી કાઠિયાવાડી વસ્તુઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. જે આજથી ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂની રજવાડી શૈલીમાં બનતી એન્ટિક વસ્તુઓ આજે પણ સાવરકુંડલામાં બને છે. મુખ્યત્વે સાગ અને સીસમ જેવા મજબૂત લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

    લાકડાને કાપીને માત્ર આકાર આપવાનો જ નહીં, પરંતુ તેના પર બારીક કોતરણી, નકશીકામ અને પરંપરાગત ડિઝાઇન કરવામાં આવે છે. કુશળ કારીગરોની મહેનત બાદ તૈયાર થતી આ વસ્તુઓમાં જૂના જમાનાની કળા અને રાજાશાહી ઠાઠ જોવા મળે છે. લાકડામાંથી ખાટલા, ઘોડિયા, બાજોટ, બેસવા માટેની ખાટલી, સુવાના ખાટલા, ખાટ અને ઢીચણિયા સહિતની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે.

    ખાસ આકર્ષણનું કેન્દ્ર કાઠીયાવાડી ઝૂલો છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે ૫૦ જેટલા આવા કાઠીયાવાડી ઝૂલા જોવા મળે છે અને તેમની પાસે બનાવવામાં આવેલા અનેક ઝૂલા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ પરંપરાગત કળાનું વેચાણ માત્ર સાવરકુંડલા કે અમરેલી પૂરતું સીમિત નથી. ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત ગુજરાત બહારના રાજ્યોમાં પણ આ રજવાડી લાકડાની વસ્તુઓનું વેચાણ થાય છે. લોકો તેને પોતાના ઘરમાં પરંપરાગત શોભા માટે તેમજ એન્ટિક પીસ તરીકે રાખવાનું પસંદ કરે છે.

    આજના આધુનિક યુગમાં પરંપરાગત હસ્તકલા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ખત્રી પરિવાર સાત પેઢીથી લાકડામાં રજવાડી કોતરણી અને ડિઝાઇનની પરંપરા જાળવી રાખી છે. રજવાડાના સમય અને દરબારગઢમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓની પ્રતિકૃતિ જેવી સુંદર વસ્તુઓ આજે પણ અહીં હાથથી તૈયાર કરવામાં આવે છે. આ વસ્તુઓને લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે એન્ટિક પીસ તરીકે પણ ઉપયોગમાં લે છે.

    હરેશભાઈના જણાવ્યા મુજબ, હાલના સમયમાં આવી રજવાડી વસ્તુઓ બનાવવાનું કામ ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. નવી પેઢી આધુનિક ટેકનોલોજી અને અન્ય વ્યવસાય તરફ આગળ વધી રહી હોવાથી પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોની સંખ્યા પણ ઘટી રહી છે. જેના કારણે સદીઓ જૂની કળા લુપ્ત થવાની સ્થિતિમાં છે. તેમના મતે, આપણા વડવાઓ અને પૂર્વજો જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. તેમાં માત્ર સુંદરતા જ નહીં, પરંતુ ઉપયોગિતા અને મજબૂતી પણ હતી.

    આવી પરંપરાગત વસ્તુઓને નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે. આ કામની ખાસિયત એ છે કે આજના સમયમાં પણ ૨૦૦થી ૩૦૦ વર્ષ જૂની રજવાડી શૈલીની વસ્તુઓની ડિઝાઇનને આધારે નવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.

    લાકડાની પસંદગીથી લઈને કોતરણી અને અંતિમ ડિઝાઇન સુધી દરેક તબક્કે કારીગરોની કુશળતા જરૂરી બને છે. આ રીતે સાવરકુંડલાના ખત્રી પરિવાર દ્વારા સાત પેઢીથી ચાલી આવતી લાકડાની રજવાડી કળા આજે પણ જીવંત છે. આધુનિકતાના યુગમાં જ્યારે આવી પરંપરાગત કળાઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે.

    ત્યારે આ પરિવાર પોતાની મહેનત અને કારીગરીથી જૂના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યો છે. દર મહિને અંદાજે એક લાખ રૂપિયાથી વધુનું વેચાણ થતું હોવાનું હરેશભાઈ જણાવે છે, જે આ પરંપરાગત કળા પ્રત્યે લોકોનો આજેય રહેલો રસ દર્શાવે છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું
    Next Article Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું

    September 20, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણીના વહેતા થયા

    September 20, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતથી ચકચાર

    September 20, 2026
    અમરેલી

    Amreliમાં વિવિધ સંસ્થા સાથે સંકળાયેલ બે આગેવાનોના મોબાઈલ હેક થતા ભારે ચકચાર

    September 20, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું

    September 19, 2026
    અમરેલી

    Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 21:10
    Categories
    Latest News

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026

    Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત

    September 20, 2026

    Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું

    September 20, 2026

    Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણીના વહેતા થયા

    September 20, 2026
    Search
    Main News

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.