મારામારી કેસમાં આરોપીને જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ કરી હતી
Rajkot તા.૨૦ઃ
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને GRD રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ લેતા અઈઇના હાથે ઝડપાઇ ચુક્યા છે. મારામારીના કેસમાં આરોપીને લોકઅપમાં ન રાખવા અને વહેલા જામીન અપાવવા માટે આરોપી દ્વારા રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી જેને આજરોજ સ્વીકારતા અઈઇએ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ રાજકોટ શહેર અઈઇને એક ફરિયાદ મળી હતી કે, આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં સંડોવાયેલ આરોપી પાસે ગુનાની તપાસ કરતા અજઈં રાજેશભાઇ ઉર્ફે રાજૂભાઇ સામતભાઇ મેર દ્વારા તપાસના કામે આરોપીઓને લોકઅપમાં નહીં રાખવા અને જલ્દી જામીનની કાર્યવાહી કરવાના અવેજ પેટે ૧૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી અને આ લાંચની રકમ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૠછઉ મનોજભાઇ બાબુભાઇ ચૌહાણને આપવા જણાવ્યું હતું, પરંતુ આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી પાસેથી લાંચની રકમ ૧૦,૦૦૦ સ્વીકારતા ઝડપાયા ફરિયાદ મળતાની સાથે આજ રોજ અઈઇ ટિમ દ્વારા છટકું ગોઠવી આજીડેમ પોલીસ ચોકીના દરવાજા સામે આવેલ ટ્રાફિક ભવન પૂર્વ વિભાગના કેમ્પસમાં ૠછઉ મનોજભાઇ બાબુભાઇ ચૌહાણને ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦ સ્વીકારતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

