Morbi તા. 7
મોરબીના નીચી માંડલ ગામ પાસેથી અર્ટિકા કાર પસાર થઈ રહી હતી અને તે કારમાં દારૂ ભરેલ હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે અર્ટિકાને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે, કાર ચાલકે તેની કારને ભગાવી મૂકી ઉંચી માંડલ ગામ પાસેથી અર્ટિકા કાર છોડીને આરોપી નાસી ગયો હતો જે કારને પોલીસે ચેક કરતાં કારમાંથી દારૂની મોટી 288 બોટલ અને 144 બિયરના ટીન મળી આવેલ છે.
જેથી દારૂ, બીયર, બે મોબાઈલ તેમજ વાહન સહિત કુલ મળીને 7,65,273 નો મુદામાલ કબ્જે કરેલ છે કાર ચાલક અને તેના માલિક સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.તાલુકા પીઆઇની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, સફેદ કલરની અર્ટિકા કારમાં આગળ-પાછળ નંબર પ્લેટ નથી તેવી કારમાં ઇગ્લીશ દારૂ જથ્થો ભરીને મોરબી તરફ આવી રહ્યા છે.
જેથી પોલીસે નીચી માંડલ પાસે વોચ રાખી હતી તેવામાં અર્ટિકા કાર રોકવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે કારના ચાલકે કારને ભગાવી મૂકી હતી અને ઉંચી માડલ ગામ પાસે કાર મુકીને તેનો ચાલક નાસી ગયો હતો જે કારને ચેક કરતાં તેમાથી દારૂની મોટી 288 બોટલ અને 144 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી દારૂ, બીયર, બે મોબાઈલ તેમજ વાહન સહિત કુલ મળીને 7,65,273 નો મુદામાલ કબ્જે કરેલ છે.
હાલમાં અર્ટિકા કારના ચાલક અને માલીક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે. આ કામગીરી તાલુકા પીઆઇ જે.ડી.સરવૈયાની સૂચના મુજબ પીએસઆઈ સી.એસ.સોંદરવા અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

