Author: Vikram Raval

Surat,તા.૧૫ શહેરના નાનપુરા વિસ્તારમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ટી એન્ડ ટીવી હાઈસ્કૂલની સામે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા આમેનાબેન મોતીવાલાનો લોહીલુહાણ મૃતદેહ તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. હત્યા બાદ ફ્લેટને બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું, જ્યારે વૃદ્ધાનો મોબાઈલ ફોન પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, આમેનાબેન છેલ્લા દોઢ મહિનાથી નજીકના વિધનેશ્વર એસ્ટેટ વિસ્તારમાં રહેતી તેમની ૭૧ વર્ષીય નાની બહેન દુરરીયા સિરાજ મોતીવાલાના ઘરે રહેતા હતા. જોકે, તેઓ દરરોજ સવારે પોતાના ફ્લેટ પર જતા અને બપોર બાદ બહેનના ઘરે પરત ફરતા…

Read More

રાત્રિ ભોજન બાદ પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા અને ફ્રિઝ તેમની નજીક જ રાખેલું હતું Karnataka, તા.૧૫ કર્ણાટકના બેલગાવીમાં એક ઘરમાં ફ્રિઝ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં એક જ પરિવારના ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય ૨ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કરુણ દુર્ઘટના સોમવારે મોડી રાત્રે માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવટ ગલ્લીમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં ભારતી ધમોને (૫૦), શારદા ધમોને (૪૫), ગંગા ધમોને (૨૫) અને પ્રિયા ધમોને (૨૪)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગજાનન ધમોને (૬૫) અને રોશન ધમોને (૨૧) ગંભીર રીતે…

Read More

ભારતના વીજ મંત્રાલયે નેપાળને દરરોજ ૧૮ કલાક સુધી વીજળીની નિકાસ કરવાની મંજૂરી આપી Kathmandu, તા.૧૫ ખાસ કરીને પનબિજળીના અનેક માળખાને નુકસાન પહોંચતાં દેશમાં સ્થાનિક સ્તરે વીજ ઉત્પાદન ઘટ્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતે નેપાળને વીજળીની મદદ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના વીજ મંત્રાલયે નેપાળને દરરોજ ૧૮ કલાક સુધી વીજળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. આ વ્યવસ્થા ૧૩ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ મંજૂરી હેઠળ ભારતથી Nepalને બે મુખ્ય વીજ લાઇનો મારફતે વીજળી પહોંચાડવામાં આવશે. મુઝફ્ફરપુર-ઢલ્કેબર વીજ લાઇન દ્વારા મહત્તમ ૬૦૦ મેગાવોટ સુધી વીજળી મોકલી શકાશે. જ્યારે ટનકપુર-મહેન્દ્રનગર લાઇન મારફતે ૫૪ મેગાવોટ સુધી વીજળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં…

Read More

Damascus, તા.૧૫ સીરિયામાં પેટ્રોલ-Dieselના ભાવમાં અચાનક થયેલા ભારે વધારાને પગલે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. સરકારે ડીઝલની કિંમતમાં ૪૦%નો વધારો કરતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ટાયરો સળગાવવામાં આવ્યા હતા અને રાજધાની દમાસ્કસને ઔદ્યોગિક શહેર અલેપ્પો સાથે જોડતા મુખ્ય હાઈવે સહિતના માર્ગો બ્લોક કરવામાં આવ્યા હતા. આ ભાવવધારાએ યુદ્ધ અને આર્થિક સંકટથી પહેલેથી જ મુશ્કેલીમાં જીવતા સામાન્ય પરિવારોની ચિંતામાં વધારો કર્યો છે. સીરિયા સરકારે શનિવારે ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો કરીને તેને ૧૭૫ સીરિયાઈ પાઉન્ડ પ્રતિ લીટર કરી દીધો છે. આપેલી વિગતો અનુસાર, આ કિંમત આશરે ૧.૩૨ અમેરિકન ડોલર અથવા ભારતીય ચલણમાં લગભગ ૧૨૭ પ્રતિ લીટર થાય…

Read More

બાંગ્લાદેશના વડાપ્રધાનને આમંત્રણ, ચીન સાથેના સંબંધો અને ઓમાનના દરિયાકાંઠે જહાજ પર હુમલા અંગે પણ ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી New Delhi, તા.૧૫ ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે ફરીથી શાબ્દિક ટકરાવ જોવા મળ્યો છે. વિદેશ મંત્રાલયે જૈશ-એ-મોહમ્મદના વડા Masood Azhar પર ઈનામ જાહેર કરવા બદલ પાકિસ્તાનને આડે હાથ લીધું છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન સારી રીતે જાણે છે કે મસૂદ અઝહર ક્યાં છે અને માત્ર જાહેરાતો કરવાને બદલે તેની સામે નક્કર કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત, બાંગ્લાદેશના વડાપ્રધાનને આમંત્રણ, ચીન સાથેના સંબંધો અને ઓમાનના દરિયાકાંઠે જહાજ પર હુમલા અંગે પણ ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. પાકિસ્તાન સરકારે જૈશ-એ-મોહમ્મદના…

Read More

વસ્ત્રાલમાં આવેલા તક્ષશિલા રોડ પાસેનો બનાવ – ઘાયલ સારવાર હેઠળ, બીએસએફમાં ફરજ બજાવતા બે જવાનની અટકાયત Ahmedabad, તા.૧૫ વસ્ત્રાલમાં તક્ષશીલા ચાર રસ્તા પાસે મકાનના દિવાની વિવાદમાં ફાયરિંગનો બનાવ બનવા પામ્યો છે. સોમવારે બપોરે ત્રણ ભાઈ અને અન્ય સંબંધી સહિતના લોકો આ મામલે સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં ઝઘડો થતા મ્જીહ્લ જવાને પોતાની પાસે રહેલા હથિયારથી સંબંધીને સાથળમાં ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડાયા બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સેક્ટર-૨ જેસીપી અને સ્થાનિક પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચીને બંને આરોપીની અટકાયત કરી છે. રામોલ પોલીસે ગુનો નોંધીને તપાસ કરતા પકડાયેલા બંને ભાઈ મ્જીહ્લમાં ફરજ બજાવતા…

Read More

ગુજરાતની ન્યાયપ્રણાલીના ઇતિહાસમાં એક અત્યંત ઝડપી અને ઐતિહાસિક ચુકાદો Gandhinagar, તા.૧૫ ગુજરાતની ન્યાયપ્રણાલીના ઇતિહાસમાં એક અત્યંત ઝડપી અને ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. કલોલની સેશન્સ કોર્ટે ચાર્જશીટ રજૂ થયાના માત્ર ૪૮ કલાકની અંદર અને પ્રત્યક્ષ કોર્ટ કામગીરીના ગણતરીના ૧૫ કલાકમાં પોક્સો કેસનો તમામ કાનૂની તબક્કો પૂર્ણ કરી આરોપીને દોષિત ઠેરવ્યો છે. ત્રીજા સેશન્સ જજ બી. આર. રાજપૂતની અદાલતે આ સત્વરે સુનાવણી બાદ આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨ લાખના દંડની સજા સંભળાવી છે. આ કેસની વિગત મુજબ, મૂળ બિહારના અરરિયા જિલ્લાનો અને હાલ કલોલના સાંતેજ-વડસર રોડ પર સ્થિત જેડીએસ કાસ્ટઇંગ કંપનીમાં રહેતો ગુફરાન મોજાહિદ પઠાણ નામનો યુવક એક…

Read More

૯૦થી પણ વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સને દવાઓનું વેચાણ કરાયાનો દાવો, ફાર્મસી માલિકની ધરપકડ Bengaluru, તા.૧૫ બેંગ્લુરુમા કેન્સરની બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.તપાસકારો હવે બનાવટી અને રિપેકેજ્ડ થયેલી દવાઓ ૯૦થી પણ વધુ હોસ્પિટલોઅને ક્લિનિક્સને મોકલવામાં આવી હતી તેની તપાસ કરી રહ્યા છે. બેંગ્લુરુ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) અને ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ તપાસ સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહી છે.આ કૌભાંડના સંદર્ભમાં ફાર્મસી કૃપા હેલ્થકેરના માલિક વીરેશકુમાર જૈનની ધરપકડ કરવામાઁ આવી છે. અહેવાલો મુજબ પોલીસે જણાવ્યું હતું કે જૈનની ફાર્મસી કૃપા હેલ્થકેરનો ઉપયોગ બનાવટી દવાઓનો સંગ્રહ કરવા અને તેનું વિતરણ કરવા માટે કરવામાં આવતો હતો. બેંગ્લુરુમાં મિનર્વા…

Read More

ચૂંટણીની સરખામણી અગાઉ ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ સાથે કરવામાં આવી રહી છે Rajasthan, તા.૧૫ Rajasthanની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને કોંગ્રેસને પાછળ છોડી દીધી છે. ઉપલબ્ધ પરિણામો મુજબ ભાજપે કુલ ૧૦,૨૪૪ વોર્ડમાંથી ૪,૧૭૯ વોર્ડમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૩,૬૧૩ વોર્ડ મળ્યા છે. આમ, ભાજપનો વોર્ડમાં હિસ્સો ૪૦.૮ ટકા અને કોંગ્રેસનો ૩૫.૩ ટકા રહ્યો છે. બંને પક્ષ વચ્ચે ૫૬૬ વોર્ડનું અંતર જોવા મળ્યું છે. આ પરિણામોને મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકાર માટે મહત્વપૂર્ણ રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જોકે, સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવાર, સ્થાનિક મુદ્દા અને અપક્ષોની ભૂમિકા પણ મહત્વની રહે છે.રાજસ્થાનમાં આ વખતે ૩૦૯…

Read More

સપ્ટેમ્બર ૨૦૨૫માં અધિકારીઓએ ગોડાઉનો પર દરોડા પાડીને ગેરકાયદે પદાર્થો ધરાવતી લગભગ ૧.૪ લાખ વસ્તુઓ જપ્ત કરી  હતી Pennsylvania, તા.૧૫ મોટા પ્રમાણમાં ગુજરાતીઓAmerica સ્થાયી થયા છે. તે પૈકી કેટલાક કાળા કામ કરતાં પકડાય છે. અમેરિકામાં પોલીસે ડ્રગ્સ અને હવાલા નેટવર્કનો પર્દાફાશ કરીને ૧૦ પાટીદારોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કરોડોનું કાળું નાણું ઝડપાયું હતું.અમેરિકાના  પેન્સિલવેનિયા ખાતે ગેરકાયદે ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ અને ગાંજાના મોટા પાયે વેચાણ તેમજ લાખો ડૉલરના કથિત ગેરકાયદે નાણાંની હેરફેરના મામલે ૧૦ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. પેન્સિલવેનિયાના એટર્ની જનરલની કચેરી અનુસાર, આ કથિત ડ્રગ-ટ્રાફિકિંગ નેટવર્કની તપાસ ડિસેમ્બર ૨૦૨૪માં શરૂ થઈ હતી.આરોપીઓની ઓળખ ધર્મેશ પટેલ, મિતુલ પટેલ, અંકિત પટેલ, કેતન પટેલ,…

Read More