- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
- Jamnagar: બહેનને સાસરે ન મોકલતાં ભાઈનું અપહરણ કરી જીવલેણ હુમલો!
- Jamnagar: કાલાવડના મોટી વાવડી ગામમાં મારામારીના બનાવ અંગે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધાઈ
- Jamnagarમાં પોક્સો કેસમાં ભોગ બનનારની ઉંમર સાબિત ન થતાં આરોપીને રાહત, બળાત્કારના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ
- Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ
Author: Vikram Raval
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૫ઃ શહેરના વિસીપરા વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને બી ડીવીઝન પોલીસે ઝડપી લઈને રૂ ૧૫ હજારની કિમતનું બાઈક રીકવર કર્યું છે.મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા મદીના સોસાયટી નાકા પાસે એક શંકાસ્પદ ઇસમ બાઈક સાથે જોવા મળ્યો હતો જે બાઈક નંબર પ્લેટ વગરનું હતું જેના કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું અને ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બાઈક મોરબી વિસીપરા લાયન્સનગર મંગલેશ્વર મહાદેવ મંદિર પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી બી ડીવીઝન પોલીસે આરોપી સદામ અનવર બુખારી રહે વિસીપરા રણછોડનગર ૧ વાળાને ઝડપી લઈને બાઈક જીજે ૦૩ બીએલ ૩૭૧૦ કીમત રૂ ૧૫…
Morbi: વાંકાનેરના વસુંધરા ગામે સરપંચ પિતા-પુત્રોને કુહાડી અને લાકડીથી માર માર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ
વસુંધરા ગામે હત્યાની ફરિયાદ બાદ સામાપક્ષે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૫ઃ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ચાર-પાંચ દિવસ પૂર્વે હત્યાનો બનાવ બન્યો હતો જે હત્યાની ફરિયાદ નોંધાયા બાદ હવે સામાપક્ષે મારામારીની ફરિયાદ નોંધાવી છે ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે વિરોધ કરતા અને મૌખિક રજૂઆત કરતા સરપંચ પિતા અને બે પુત્રોને કુહાડી સહિતના હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના રહેવાસી જીવનદીપ ધીરૂભાઈ ડાંગર (ઉ.વ.૩૬) વાળાએ આરોપીઓ લાલાભાઈ સામતભાઈ સરૈયા, ગોપાલભાઈ લાલાભાઈ સરૈયા, સુરેશભાઈ રેવાભાઈ સરૈયા અને શૈલેષભાઈ રેવાભાઈ…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૫ઃ રાતીદેવરી ગામે વૃદ્ધને પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડવાના બનાવમાં સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે ચાર ઈસમો વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતા પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા (ઉ.વ.૩૫) નામના યુવાને આરોપીઓ બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીદાભાઇ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજય પરષોતમભાઈ વોરા રહે બધા રાતીદેવરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી બાવજીભાઈ વોરાએ ફરિયાદી પ્રકાશ પાસે બાકીના રૂપિયા પાછા માંગતા હાલ તેની પાસે રૂપિયા ના હોવાનું ફરિયાદીએ કહ્યું હતું જેથી આરોપી બાવજીભાઈને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈને…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૫ઃ વિસીપરા વિસ્તારમાં અજાણ્યો ચોર ઇસમ અલગ અલગ ટ્રેક્ટરોની છ નંગ બેટરી કીમત રૂ ૪૨ હજારની ચોરી કરી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબીના વિસીપરા વિજયનગર શેરી નં ૧ માં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ ઉર્ફે સુખાભાઈ મકવાણા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨ ના રાત્રીના સાડા અગિયારથી તા. ૧૩ ના સવારના આઠ વાગ્યા દરમિયાન વિસીપરા રોહીદાસપરા પાછળ વિજયનગર વિસ્તારમાં ફરિયાદી તેમજ આસપાસમાં રહેતા અન્ય લોકોના મળીને કુલ અલગ અલગ ટ્રેક્ટરની બેટરી નંગ ૦૬ કીમત રૂ ૪૨,૦૦૦ ની અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૫ઃ મોરબી અને વાંકાનેર પંથકમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બે વ્યક્તિના મોત થયા છે પોલીસે બંને બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે પ્રથમ બનાવમાં મોરબીના આમરણ ગામમાં રહેતા કમલેશભાઈ ટપુભાઈ મેરજા (ઉ.વ.૫૦) નામના પૌઢ ગાડીમાં બેસી જતા હતા ત્યારે મોરબીના માણેકવાડા ગામ નજીક શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશ હાલ વાંકાનેર જાલી ચોકડી પાસે રહેતા કુશહર જગલાલ ગોંડ (ઉ.વ.૩૩) નામના યુવાન વાંકાનેર ધમલપર ચોકડી પાસે આવેલ ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં હાઈડ્રો મશીનથી લોખંડ ટાંકો ઉચકી ગાડીમાં ચડાવતી વખતે…
Gandhinagar,તા.૧૫ ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ વિભાગમાં ચકચાર મચી છે. ૨૮ વર્ષીય જ્હાનવીબેન અનિલભાઈ ડાભી અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પ્રાથમિક માહિતી મુજબ, નાઈટ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ ગાંધીનગર સ્થિત પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના રૂમમાં જીવન ટૂંકાવી લીધું હતું. મોડી રાત સુધી જ્હાનવીબેન રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી. પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ આસપાસના લોકોની મદદથી રૂમ ખોલીને તપાસ કરતાં જ્હાનવીબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સેક્ટર-૭ પોલીસની ટીમ સ્થળ પર…
Ahmedabad,તા.૧૫ અમદાવાદ શહેરમાં ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારના સમયે અકસ્માતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પાલડીના અંજલિ બ્રિજ નજીક બાઇક ઓવરટેક કરવા જતાં ટ્રકની નીચે આવી જવાથી એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એસ.જી. હાઈવે પર ઇસ્કોન બ્રિજ પાસે પૂરઝડપે જતી કાર ડાયવર્ઝન સાથે અથડાતાં કારનો બુકડો બોલી ગયો હતો. પાલડી વિસ્તારમાં આવેલ અંજલિ બ્રિજ પાસે એક આઇસર ટ્રક જઈ રહી હતી. તે જ સમયે રોંગ સાઈડમાંથી અન્ય એક ટ્રક પણ આવી રહી હતી. આઇસર પાછળ બાઇક પર જઈ રહેલા બે યુવકોએ આઇસરનો ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સામેથી આવતી ટ્રક સાથે બાઇકની ભયાનક ટક્કર થઈ…
Surat,તા.૧૫ શહેરના નાનપુરા વિસ્તારમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ટી એન્ડ ટીવી હાઈસ્કૂલની સામે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા આમેનાબેન મોતીવાલાનો લોહીલુહાણ મૃતદેહ તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. હત્યા બાદ ફ્લેટને બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું, જ્યારે વૃદ્ધાનો મોબાઈલ ફોન પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, આમેનાબેન છેલ્લા દોઢ મહિનાથી નજીકના વિધનેશ્વર એસ્ટેટ વિસ્તારમાં રહેતી તેમની ૭૧ વર્ષીય નાની બહેન દુરરીયા સિરાજ મોતીવાલાના ઘરે રહેતા હતા. જોકે, તેઓ દરરોજ સવારે પોતાના ફ્લેટ પર જતા અને બપોર બાદ બહેનના ઘરે પરત ફરતા…
રાત્રિ ભોજન બાદ પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા અને ફ્રિઝ તેમની નજીક જ રાખેલું હતું Karnataka, તા.૧૫ કર્ણાટકના બેલગાવીમાં એક ઘરમાં ફ્રિઝ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં એક જ પરિવારના ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય ૨ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કરુણ દુર્ઘટના સોમવારે મોડી રાત્રે માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવટ ગલ્લીમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં ભારતી ધમોને (૫૦), શારદા ધમોને (૪૫), ગંગા ધમોને (૨૫) અને પ્રિયા ધમોને (૨૪)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગજાનન ધમોને (૬૫) અને રોશન ધમોને (૨૧) ગંભીર રીતે…
ભારતના વીજ મંત્રાલયે નેપાળને દરરોજ ૧૮ કલાક સુધી વીજળીની નિકાસ કરવાની મંજૂરી આપી Kathmandu, તા.૧૫ ખાસ કરીને પનબિજળીના અનેક માળખાને નુકસાન પહોંચતાં દેશમાં સ્થાનિક સ્તરે વીજ ઉત્પાદન ઘટ્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતે નેપાળને વીજળીની મદદ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના વીજ મંત્રાલયે નેપાળને દરરોજ ૧૮ કલાક સુધી વીજળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. આ વ્યવસ્થા ૧૩ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ મંજૂરી હેઠળ ભારતથી Nepalને બે મુખ્ય વીજ લાઇનો મારફતે વીજળી પહોંચાડવામાં આવશે. મુઝફ્ફરપુર-ઢલ્કેબર વીજ લાઇન દ્વારા મહત્તમ ૬૦૦ મેગાવોટ સુધી વીજળી મોકલી શકાશે. જ્યારે ટનકપુર-મહેન્દ્રનગર લાઇન મારફતે ૫૪ મેગાવોટ સુધી વીજળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં…
