- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Lucknow ,તા.૯ વિદ્યાર્થી-કાર્યકર્તા આકૃતિ ચૌધરીના કેસમાં, અલ્હાબાદ હાઈકોર્ટે ગૌતમ બુદ્ધ નગરના ડીએમ મેધા રૂપમ અને અન્ય અધિકારીઓના પગારમાંથી ૫ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે હાઈકોર્ટના આ આદેશને Supreme Courtમાં પડકારવાનો નિર્ણય લીધો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ દાખલ કરવામાં આવશે. અગાઉ, હાઈકોર્ટે વિદ્યાર્થી કાર્યકર્તા આકૃતિ ચૌધરીની એનએસએ હેઠળ અટકાયત રદ કરી હતી. નોઈડામાં કામદારોના વિરોધમાં કથિત ભૂમિકા બદલ આકૃતિ પર એનએસએ લાદવા બદલ હાઈકોર્ટે નોઈડા જિલ્લા મેજિસ્ટ્રેટની આકરી ટીકા કરી હતી. કોર્ટે આ કાર્યવાહીને મજાક ગણાવી. અટકાયત માટેનું કારણ અટકળો પર આધારિત અને પુરાવા વિનાનું…
New Delhi ,તા.૯ દક્ષિણપૂર્વ દિલ્હીના ઓખલા ઔદ્યોગિક વિસ્તાર (ફેઝ-૧) માં બુધવારે સવારે એક મોટો અને દુઃખદ અકસ્માત થયો. ડી-૨૩, ઓખલા ફેઝ-૧ પર સ્થિત એસએમ ટ્રેડર્સના વેરહાઉસની બહાર કોમર્શિયલ ઓક્સિજન સિલિન્ડર ઉતારતી વખતે, એક સિલિન્ડર રસ્તા પર પડી ગયો અને જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો. ભયાનક વિસ્ફોટમાં કંપનીના એક કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. ઘટનાની માહિતી મળતાં, પોલીસ, પાંચ ફાયર બ્રિગેડ વાહનો અને એમ્બ્યુલન્સ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસ માહિતી અનુસાર, અકસ્માતની જાણ સવારે લગભગ ૧૦ઃ૪૩ વાગ્યે (ડીડી નંબર ૩૬એ) થઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગાઝિયાબાદથી કોમર્શિયલ ઓક્સિજન સિલિન્ડરથી ભરેલું…
શરૂઆતમાં માત્ર રૂ.૩૦ હજાર વળતર પેટે આપ્યા બાદ આરોપીઓએ એક પણ રૂપિયો પરત આપ્યો નહોતો Gandhinagar, તા.૯ મુશ્કેલીના સમયે મદદ માગવા આવેલા ભત્રીજાના પુત્રે વયોવૃદ્ધ કાકાને રૂ. ૨૮ લાખનો ચૂનો લગાડ્યો હોવાનો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર બનાવ ગાંધીનગરના રાંદેસણમાં બન્યો છે. આ અંગે ૭૯ વર્ષીય નિવૃત્ત શિક્ષક મુકુન્દરાય મહેતાની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે આરોપી વિદેહ મહેતા અને તેની પત્ની મિનોતી પંડ્યા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ બનાવની વિગતો અનુસાર, રાંદેસણના પ્રતીક મોલ પાછળ પ્રમુખ પ્રાઈડ ફ્લેટમાં રહેતા અને શિક્ષક તરીકે નિવૃત્ત મુકુન્દરાય ઈશ્વરલાલ મહેતા પોતાના દીકરા અંકુર સાથે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. મુકુન્દરાયના મોટા…
Kalol પોલીસે આરોપી પુત્ર કલ્પેશની ધરપકડ કરી Kalol, તા.૯ અમેરિકાથી Kalol આવેલા પુત્રે પૈસાની તકરારમાં પિતાની હત્યા કરી હોવાના બનાવે સમગ્ર પંથકમાં સનસનાટી સાથે અરેરાટી ફેલાવી છે. તારા પિતાએ ઝઘડો કરી માર માર્યો હોવાની માતાએ ફરિયાદ કરતા ઉશ્કેરાયેલા પુત્રએ લાકડાના ધોકા ફટકારી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. બનાવની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે આરોપી પુત્ર કલ્પેશની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ બનાવની વિગત એવી છે કે કલોલમાં સંકલ્પ રેસિડેન્સીમાં રહેતા મધુબેન કાંતિલાલ પ્રજાપતિને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે, જેમાં મોટો દીકરો કલ્પેશ તેની પત્ની ચાંદની સાથે અમેરિકા ગયો હતો. છ મહિનાથી પરત આવીને માતા…
સામાન્ય રીતે ચોમાસામાં લીંબુનો છુટક બજારનો ભાવ રૂ. ૧૦૦ થી ૧૨૦ રૂપિયાની આસપાસ જ હોય છે New Delhi તા.૯ ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલ સહિતની વસ્તુઓ બાદ હવે અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ પણ ભડકે બળ્યા છે. એક પખવાડિયા પહેલાં શહેરની છૂટક બજારમાં રૂ. ૧૨૦ના કિલો મળતા લીંબુના ભાવ આજે ૨૪૦થી ૨૬૦ થઈ ગયા છે. જેના કારણે હવે લોકો નંગના ભાવે લીંબુ ખરીદતા થઈ ગયા છે! સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. પરંતુ આ વખતે ચોમાસામાં વધેલા ભાવે આશ્ચર્ય સર્જ્યું છે. દાળ-શાકનો વઘાર જેના વગર અધૂરો છે, તેવા લીંબુના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ…
હવે માત્ર દોઢ કલાકમાં જ વડોદરાથી મુંબઈ પહોંચી જવાશે Ahmedabad, તા.૯ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડોદરામાં એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે સ્વદેશી નિર્મિત બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન આગામી વર્ષે મે-જૂન ૨૦૨૭ દરમિયાન શરૂ થશે અને આ સેવા શરૂ થયા બાદ મુસાફરો વડોદરાથી મુંબઈ સુધીનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકશે. ગુજરાતના વડોદરામાં આયોજિત ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ ભારતમાં જ બની રહેલી પ્રથમ બુલેટ ટ્રેનનો બોડી ળેમ તૈયાર થઈ ગયો…
શિક્ષકોની ગેરકાયદે નિમણૂંક કરવા બદલ દંડની રકમ રૂ. ૧૦ હજારથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી Ahmedabad, તા.૯ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૭૨ (૧૯૭૩માં પસાર થયેલ)ના ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બિલ’માં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ સુધારા બિલને વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. નવા સુધારા બિલ મુજબ, મંજૂરી (બોર્ડ રજિસ્ટ્રેશન) વિના ચાલતી સ્કૂલો તેમજ પૂર્વ મંજૂરી કે બોર્ડને જાણ કર્યા વગર જ બંધ કરી દેવાતી સ્કૂલો સામે દંડની રકમમાં મોટા પાયે વધારો કરવા સહિતની કડક જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલ પસાર થઈને અમલમાં આવ્યા બાદ નવી તમામ જોગવાઈઓ લાગુ થઈ જશે.નવા સુધારા બિલમાં…
વિધાનસભામાં મારી બોડી લેંગ્વેજ સહજ અને અનાયાસે થઈ હતી, તેનો હેતુ કોઈની પણ વાસ્તવિક કે વ્યક્તિગત લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો: સીએમ વિજય Chennai, તા.૯ તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી અને TVK (તમિલગા વેટ્રી કઝગમ) પ્રમુખ સી. જોસેફ વિજયના એક શારીરિક ઈશારા ને લઈને મોટી રાજકીય બબાલ ઊભી થઈ છે. સોમવારે પોલીસ વિભાગની અનુદાન માંગ પર બોલતી વખતે વિજયે ડ્ઢસ્દ્ભ અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના જમણા હાથથી જડબાને સ્પર્શ કરીને ઉપર ઉઠાવવાનો ઈશારો કર્યો હતો. ડ્ઢસ્દ્ભ અને ડાબેરી પક્ષોના નેતાઓએ આ ઈશારાને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની શારીરિક સ્થિતિની મજાક ઉડાવવા સમાન ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે…
પૂરમાં અત્યાર સુધીમાં ૧,૩૫૭ લોકો માર્યા ગયા Kathmandu, તા.૯ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે રાત્રે પૂરગ્રસ્ત નેપાળમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. થોડા કલાકો પહેલા તિબેટમાં ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગયા ગુરુવારે પણ તિબેટમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ત્યારે આવ્યો છે જ્યારે નેપાળ ૨૬ ઓગસ્ટના રોજ આવેલા વિનાશક પૂરથી થયેલા વિનાશમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, પૂરમાં અત્યાર સુધીમાં ૧,૩૫૭ લોકો માર્યા ગયા છે. બચાવ ટીમો હજુ પણ ૫,૩૨૬ લોકોની શોધ કરી રહી છે, જ્યારે ૧૩,૫૮૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અચાનક…
છેલ્લા બે દિવસમાં યુદ્ધ જહાજ પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવાના ઇરાની પ્રયાસોના જવાબમાં અમેરિકાના હુમલા કરવામાં આવ્યા હતા Washington, તા.૯ અમેરિકાએ પર્સિયન ગલ્ફમાં ખાર્ગ ટાપુ નજીક પાંચ ઈરાની તેલ ટેન્કરો પર હુમલો કર્યો. બે અમેરિકન અધિકારીઓએ સીએનએનને જણાવ્યું કે આ ટેન્કરો ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) સાથે જોડાયેલા હતા. આ હુમલો યુએસ નેવી યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલાના પ્રયાસનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.આ હુમલાઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે વધતા તણાવનો એક ભાગ છે. યુનાઇટેડ સ્ટેટ્સ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ લશ્કરી અને આર્થિક દબાણ વધારી રહ્યું છે. અમેરિકન દળો વાણિજ્યિક જહાજોનું રક્ષણ કરી રહ્યા છે અને ઇરાની બંદરો…
