- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Bagdana તા.૯ઃ જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ, બગદાણા દ્વારા ગણપતિ ઉત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તારીખ ૧૪ સપ્ટેમ્બર, રવિવારના રોજ ગણપતિ સ્થાપના કરવામાં આવશે. ગણપતિ સ્થાપના પ્રસંગે ધાર્મિક વિધિ-વિધાન સાથે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવામાં આવશે. સંકુલના વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને લઈને સંકુલમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા તેમજ પાલીવાલ બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ લાભશંકરભાઈ લાધવા વિશેષ ઉપસ્થિત રહી ગણપતિ બાપાના આશીર્વાદ મેળવશે. આ પ્રસંગે જય ગણેશ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી…
એક વર્ષ પૂર્વે પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, શ્રમિક પરિવારમાં અરેરાટી Rajkot તા.૯ઃ રાજકોટના સરધારમાં ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતી ૧૫ વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો તેમજ એક વર્ષ પૂર્વે ઘરમાં તેના પિતાએ ગળેફાંસો ખાધો હતો ત્યાંજ પુત્રીએ પગલું ભરી લેતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું તારણ જાણવા મળ્યું છે.આ અંગે મળતી માહિતી મુજબ સરધારમાં સ્વામિનારાયણ મંદિર પાસે સૂકી સાજડીયારી રોડ પર રહેતી તન્વી મહેન્દ્રભાઈ મકવાણા ઉંમર વર્ષ ૧૬ વર્ષીય સગીરાએ ગઈકાલે બપોરે ઘરે એકલી હતી ત્યારે છતના હૂંકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. નાનો ભાઈ સ્કૂલેથી આવતા…
જીતુ પરમાર Mangrol માંગરોળ. શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા છેલ્લા ચાર વર્ષથી બાબા બરફાની અમરનાથ દાદાની ઝાંખીના દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમરનાથ દાદાની ઝાંખીના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.આ દર્શનનું આયોજન તારીખ ૧૦/૦૯/૨૦૨૬ અને ૧૧/૦૯/૨૦૨૬, વાર ગુરુવાર અને શુક્રવારના રોજ સાંજે ૪૦૦ વાગ્યાથી રાત્રે ૧૨૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.માંગરોળ તેમજ આસપાસના વિસ્તારના તમામ ભાવિક ભક્તોને આ ભવ્ય અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે લીનેશ સોમૈયા ગૌ શાળા પ્રમુખ દ્વારા નમ્ર નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ઃ આમરણના રહેવાસી આધેડ માનતા કરવા ટંકારા દરગાહ ગયા હતા ત્યારે પત્ની રીસામણે હોવાનો ખાર રાખીને બનેવી સહિતના બે ઇસમોએ સાળાને છરી બતાવી ધમકી આપી તેમજ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા કાસમ નઝમલભાઈ તૈલી (ઉ.વ.૪૫) વાળાએ આરોપી જાકીર આમદ માડકીયા અને હાજી આમદ માડકીયા રહે બંને ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૬ ના રોજ બપોરે ફરિયાદી કાસમ અને તેનો દીકરો અયાઝ બંને બ્રેજા કાર જીજે ૩૬ બીબી ૦૪૬૧ લઈને ટંકારા કલ્યાણપર રોડ પર આવેલ કાસમીયા પીર…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ઃ રવાપર ઘુનડા રોડ પર આવેલ મકાનમાં ધમધમતા જુગારધામ પર રેડ કરી પોલીસે છ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૮૮,૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન રવાપર ઘુનડા રોડ સરદાર બંગલો સોસાયટી, પવનસુત એપાર્ટમેન્ટ પાસે રહેતા આરોપી લલિત ગંગારામ હાલપરાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા લલિત ગંગારામભાઈ હાલપરા, હિતેશ દામજીભાઈ શોભાસણા, ચંદ્રકાંત બાબુલાલ ગામી, વિરેન્દ્રભાઈ ઉર્ફે વાસુભાઇ હરજીવનભાઈ વરસડા, રોહિત ચતુરભાઈ હાલપરા અને કિરીટ ત્રિભોવનભાઈ લીખીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૮૮,૪૦૦ જપ્ત…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ લુંટાવદર ગામના રહેવાસી યુવાનનું બાઈક બંધ પડી જતા ગામના પાટિયા પાસે રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મોરબીના લુંટાવદર ગામે રહેતા અલ્પેશ દેવશીભાઈ વેરણ (ઉ.વ.૩૦) નામના યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ ના રાત્રીના ૧૨ ૩૦ થી તા. ૦૨ ના ૧૦ વાગ્યા દરમિયાન આઈઆડીઊ બાઈક જીજે ૩૬ એએ ૭૮૪૪ કીમત રૂ ૨૦ હજાર વાળું બાઈક લુંટાવદર ગામના પાટિયા પાસે બસ સ્ટેશન સામે બંધ પડી જતા મુક્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ઃ મોરબીના વેપારીને શેરબજારમાં રોકાણની ખોટી સ્કીમો આપી ચાર ઇસમોએ રોકાણ કરાવી નફાની નાની રકમ આપી જાસામાં લઈને મોટી રકમનું રોકના કરાવી કુલ રૂ ૮૬.૨૫ લાખની રકમની ઠગાઈ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરા (ઉ.વ.૪૫) વાળાએ આરોપીઓ રોહનકુમાર મો નં ૭૦૪૩૮૩૧૨૯૦, લલિતભાઈ બ્રોકર મો નં ૮૫૧૧૪૯૨૨૦૫, સાગર પટેલ મો ૯૧૦૬૪ ૯૦૫૦૮ અને નચિકેત બળદેવભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ટીંબડી ગામે સીતારામ એન્ટરપ્રાઈઝ નામની પેઢી છે જ્યાં ટાઈલ્સ અને મારબલનો વેપાર કરે છે ફરિયાદીના પુત્ર પલ્લવ (ઉ.વ.૨૦)…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ઃ શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના પાવન સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય મોરબી સેવાકેન્દ્ર દ્વારા સ્થાનિક સત્યેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ પાસે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે એક ભવ્ય આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીમાં મુખ્ય આકર્ષણ તરીકે પવિત્ર અમરનાથ ગુફાની પ્રતિકૃતિ સમાન ’બરફીલા બાબા’ (બરફના અમરનાથ શિવલિંગ) અને ભારતભરમાં પથરાયેલા પવિત્ર બાર (૧૨) જ્યોતિર્લિંગોની દિવ્ય પ્રતિકૃતિઓ દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ આધ્યાત્મિક પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા ઘરઆંગણે જ પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગ અને અમરનાથ ધામના દિવ્ય દર્શનનો લાભ લઈ શકે તેમજ શિવ આરાધનાના સાચા આધ્યાત્મિક રહસ્યોને સમજી શકે…
Mumbai,તા.૮ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા Rajpal Yadav છેલ્લા કેટલાક દિવસોથી તેમની સામે ચેક બાઉન્સ કેસને કારણે સમાચારમાં છે. ૧૦ જુલાઈના રોજ, દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસની સુનાવણી કરી, જેમાં રાજપાલ યાદવને મોટો ઝટકો લાગ્યો. કોર્ટે તેમને ૩ મહિનાની જેલની સજા ફટકારી. દિલ્હી હાઈકોર્ટના સજાને યથાવત રાખવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને ૫ કરોડ રૂપિયા જમા કરાવે તો જ શરણાગતિમાંથી મુક્તિ આપી હતી. કોર્ટે રાજપાલને ૯ સપ્ટેમ્બર એટલે કે બુધવાર સુધીમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં ૫ કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે Rajpal Yadavને અનેક ચેક બાઉન્સ કેસોમાં શરણાગતિમાંથી મુક્તિ…
Bhavnagar,તા.૯ ભાવનગરમાં થયેલા નકલી દારૂકાંડને લઈને એસએમસી દ્વારા તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે. આજે આ સમગ્ર મામલાની તપાસનો ૨૧મો દિવસ શરૂ થયો છે. અત્યાર સુધીમાં એસએમસી દ્વારા કુલ ૪૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ૩૮ આરોપીઓને જેલ હવાલે કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની પૂછપરછ અને તપાસની કાર્યવાહી પણ આગળ ચાલી રહી છે. હાલમાં પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ અને દિલ્હીથી ઝડપાયેલો મનજીતસિંઘ સૈની પોલીસ રિમાન્ડ પર છે. રાજદીપસિંહ ગોહિલના ૧૧ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે મનજીતસિંઘ સૈનીના ૧૦ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ છે. રિમાન્ડ દરમિયાન બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ…
