- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
ચાર્ટર્ડ પ્લેનને ‘રમકડું’ અને ‘એમેઝોનમાંથી મગાવેલું’ કહી સોશિયલ મીડિયા પર મજાક ઉડાવતા ડ્યુન્સ એવિએશન કંપની ખફા Mumbai, તા.૯ બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી વિરુદ્ધ ગાંધીનગરની પ્રિન્સિપલ સિવિલ જજની અદાલતમાં શ્૩ કરોડનો માનહાનિનો સિવિલ સૂટ (દાવો) અને સ્ટે અરજી દાખલ કરવામાં આવ્યા છે. ચાર્ટર્ડ વિમાન સેવા આપતી ગાંધીનગર સ્થિત કંપની ‘ડ્યુન્સ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા નોરા ફતેહી સામે આ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીનો આરોપ છે કે, નોરાએ સોશિયલ મીડિયા પર તેમના સુરક્ષિત અને માન્યતા પ્રાપ્ત પ્લેનની મજાક ઉડાવીને કંપનીની છબીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી યોજવામાં આવશે. કેસની વિગતો મુજબ, ૧૪…
જેક્લિન ફર્નાન્ડિઝની સાથે લિપાક્ષી ઇલાવાડીને પણ આરોપી બનાવવા બાબતે ૧૫ સપ્ટેમ્બરે નિર્ણય Mumbai, તા.૯ દિલ્હીની ધ રાઉઝ એવન્યુ કોર્ટના મકોકા ન્યાયાધીશ ગગનદીપ સિંહે ૨૦૦ કરોડ રૂપિયાની ખંડણીના મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ-મકોકા-હેઠળ નોંધવામાં આવેલાં કેસમાં હિન્દી ફિલ્મોની હિરોઇન જેક્લિન ફર્નાન્ડિઝ અને લિપાક્ષી ઇલાવાડીને આરોપી બનાવવા બાબતે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાનો પ્રતિભાવ માગ્યો છે. આ કેસમાં સુકેશ ચન્દ્રશેખર અને અન્યો સામે આરોપો ઘડવાની સાથે આ બંને યુવતીઓને સાક્ષીઓમાંથી આરોપી બનાવવા બાબતે કોર્ટે તેનો આદેશ અનામત રાખ્યો છે. આ કેસની સુનાવણી હવે પંદરમી સપ્ટેમ્બરે થવાની છે ત્યાં સુધીમાં દિલ્હી પોલીસને તેનો પ્રતિભાવ આપવા જણાવાયું છે. હાલ આ કેસમાં જેક્લિનનું નામ…
મહારાણા પ્રતાપનું ગીત ફિલ્મમાં વિલન માટે વપરાતાં અશોક માંડા ઉર્ફે રેપરિયા બાલમ વીફર્યાં Mumbai, તા.૯ મૂળમાં નવી પેઢીને મહારાણા પ્રતાપની ગાથાથી પરિચિત કરવા બનાવવામાં આવેલાં શૂરવીર આલ્બમના એક ગીતને ‘મિર્ઝાપુર’ ફિલ્મમાં મુન્નાભૈયાના યશોગાન તરીકે વાપરવામાં આવતાં વીફરેલાં આ ગીતના ગાયક રેપરિયા બાલમ ઉર્ફે અશોક માંડાએ ફિલ્મના નિર્માતા એક્સલ એન્ટરટેઇનમેન્ટ સામે કાનુની પગલાં ભર્યા હોવાનો દાવો કરી ફિલ્મમાંથી આ ગીત હટાવી માફી માંગો તેવી માંગણી કરી હતી. રેપરિયા બાલમે સોશ્યલ મિડિયા પર તેના ગીતની તફડંચી થઇ હોવાનો આરોપ મૂક્યો હતો. તેના પગલે ટ્્રુપર રેકોર્ડસ દ્વારા નિવેદન જારી કરી જણાવવામાં આવ્યું હતું કે આ ગીત ફિલ્મ ‘મિર્ઝાપુર’માં વાપરવાની સત્તાવાર પરવાનગી ટ્્રુપર રેકોર્ડસ…
Mumbai, તા.૯ ૮ સપ્ટેમ્બરના રોજ સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેની ૯૩મી જન્મજયંતી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેમનું અવસાન થયું હતું, પરંતુ તેઓ પોતાની પાછળ સંગીતનો એવો અમૂલ્ય વારસો છોડી ગયા છે જે પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. તેમની જન્મજયંતીના ખાસ અવસરે રઘુબીર યાદવ, અંશુમન ઝા અને સોની રાઝદાનની આગામી ફિલ્મ ‘ઓમ કા હરિ’ ના મેકર્સે ફેન્સને એક ખાસ સરપ્રાઇઝ આપતાં આશા ભોસલેનું છેલ્લું ફિચર-ફિલ્મ ગીત ‘એ મેરી જિંદગી’ રિલીઝ કર્યું છે. આ ગીત વર્ષ ૨૦૨૩ના અંતમાં રૅકોર્ડ કરવામાં આવ્યું હતું, જેને રાજીવ સારંગે કમ્પોઝ કર્યું છે અને તેના બોલ પ્રદીપ શર્મા ખુસરોએ લખ્યા છે. હરીશ વ્યાસ દ્વારા નિર્દેશિત પિતા-પુત્રના સંબંધો…
ઇન્ટિરિયર ડિઝાઇનર અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર તરીકે ઈશાએ ઘણા કોન્ટેટ રજૂ કર્યા હતા Mumbai, તા.૯ ઈન્ડિયન ટીમના જાણીતા ક્રિકેટર રીષભ પંત સાથે જેનું નામ અવારનવાર ચર્ચામાં રહે છે તે ઈશા નેગીનો બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અંદાજ જોવા મળ્યો છે. નવા ફોટોઝમાં તે જીમ આઉટફીટમાં જોવા મળી રહી છે. ઈશા આ ફોટો શૅર કરીને મસ્ત કેપ્શન પણ લખ્યું છે. પંત અને ઈશાના સંબંધોની જોરશોરથી ચર્ચા થતી રહે છે. વર્ષ ૨૦૧૯માં બન્ને એકબીજાને પસંદ કરી રહ્યા છે એ વાત જાહેર મંચ પર શૅર કરી હતી. ઈશાએ પોતાના સોશિયલ મીડિયા પર એકથી એક બેસ્ટ પોઝ આપતા ફોટો શૅર કર્યા છે. જેમાં તે જીમ…
Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! મંગળવારના સત્રમાં ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. અગાઉના સત્રમાં સેન્સેક્સ લગભગ ૬૦૦ પોઈન્ટ અને નિફ્ટી લગભગ ૨૦૦ પોઈન્ટ ઘટ્યા બાદ આજે પણ રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવતા જોવા મળ્યા છે. સવારના સંકેતોમાં ગીફ્ટ નિફ્ટી નબળો રહ્યો હતો, જેના કારણે બજારમાં નકારાત્મક શરૂઆતની ધારણા મજબૂત બની હતી. આજની નબળાઈ પાછળ સૌથી મહત્વપૂર્ણ પરિબળ પશ્ચિમ એશિયામાં વધતો ભૂરાજકીય તણાવ અને તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ ૯૭ ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચતા ભારતના આયાત ખર્ચ, રૂપિયા અને ફુગાવા અંગે ચિંતા વધી છે. સાથે જ અમેરિકન બોન્ડ યીલ્ડ અને વ્યાજદર…
Vadodara,તા.૮ ગુજરાતના વડોદરામાં પીએમ મોદીનો મેગા શો થયો છે. પીએમ મોદીને સાંભળવા માટે હજારો લોકો એકઠા થયા છે. પીએમ મોદી અહીં જનરલ-ઝેડ સાથે વાતચીત કરી જ્યાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં રૂ. ૩૫,૦૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. પીએમ મોદીએ કહ્યું, “થોડા સમય પહેલા, દેશના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન અહીં થયું હતું. આ વિકાસ પર્વ દરમિયાન તમે બધાએ જે સેવાની ભાવના સાથે સમગ્ર વડોદરામાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે તેના માટે હું વડોદરાના દરેક નાગરિકને હૃદયપૂર્વક અભિનંદન અને પ્રશંસા કરું છું.” પીએમએ કહ્યું, “હું…
તા.09-09-2026 બુધવાર તિથિ ત્રયોદશી (તેરસ) – ૧૨ઃ૩૨ઃ૩૨ સુધી નક્ષત્ર આશ્લેષા – ૧૫ઃ૧૫ઃ૦૧ સુધી કરણ વાણિજ – ૧૨ઃ૩૨ઃ૩૨ સુધી, વિષ્ટિ ભદ્ર – ૨૩ઃ૩૧ઃ૩૩ સુધી પક્ષ કૃષ્ણ યોગ શિવ – ૨૧ઃ૫૨ઃ૦૨ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૨ઃ૪૫ સૂર્યાસ્ત ૧૮ઃ૩૩ઃ૫૮ ચંદ્ર રાશિ કર્ક – ૧૫ઃ૧૫ઃ૦૧ સુધી ચંદ્રોદય ૨૮ઃ૫૭ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૭ઃ૨૬ઃ૫૯ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૪ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત શ્રાવણ દિન કાળ ૧૨ઃ૩૧ઃ૧૩ અશુભ સમય દુર મુહુર્ત ૧૧ઃ૫૩ઃ૧૯ થી ૧૨ઃ૪૩ઃ૨૩ ના કુલિક ૧૧ઃ૫૩ઃ૧૯ થી ૧૨ઃ૪૩ઃ૨૩ ના દુરી / મરણ ૧૬ઃ૫૩ઃ૪૮ થી ૧૭ઃ૪૩ઃ૫૩ ના રાહુ…
તા.09-09-2026 બુધવાર મેષ આજે અમુક બાબતે તમારૂં વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો? તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. આજે તમને છૂપો શત્રુ મળશે…
Bhavnagar,તા.૮ ભાવનગર શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન મૂર્તિ વિસર્જનને લઈને મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના વિવિધ તળાવો તથા અન્ય વોટર બોડીમાં વિસર્જન દરમિયાન અકસ્માતની શક્યતા ન રહે અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભાવનગરમહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ૧૪ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન શહેરના કુલ ૧૭ તળાવો અને વોટર બોડીમાં કોઈપણ પ્રકારની મૂર્તિનું વિસર્જન કરી શકાશે નહીં. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હેઠળ ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવ ખોડિયાર તળાવ-રાજપરા, હજુરિયા તળાવ, પૂર્ણા…
