- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
New Delhi તા, 31 ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ ઝડપી બોલરોમાં ગણાતાં અને ‘મૈસૂર એક્સપ્રેસ’ તરીકે જાણીતાં જવાગલ શ્રીનાથ આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. 31 ઓગસ્ટ 1969ના રોજ કર્ણાટકના મૈસૂરમાં જન્મેલાં શ્રીનાથે 1991માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને કપિલ દેવ પછી ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણની કમાન લાંબા સમય સુધી સફળતાપૂર્વક સંભાળી હતી. તેમણે પોતાનાં 12 વર્ષની કારકિર્દીના કાર્યકાળ દરમિયાન 229 વન-ડેમાં 315 વિકેટ અને 67 ટેસ્ટ મેચમાં 236 વિકેટ ઝડપી હતી. તેઓ ભારત તરફથી વન-ડેમાં 300 વિકેટ મેળવનારા એકમાત્ર ફાસ્ટ બોલર છે. શ્રીનાથના કરિયરની સૌથી યાદગાર ઘટના 2003 ના વિશ્વકપ સાથે જોડાયેલી છે. 2002 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ…
Bengaluru, તા. 31 દુલીપ ટ્રોફી સેમીફાઇનલ મુકાબલામાં ઇસ્ટ ઝોન માટે રમી રહેલાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી માટે રવિવારનો દિવસ યાદગાર બની ગયો. ઇસ્ટ ઝોનના નિયમિત કેપ્ટન ઇશાન કિશનને મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થવાનાં કારણે મેદાનથી બહાર જવું પડ્યું, એવામાં વાઇસ કેપ્ટન વૈભવે ટીમની કમાન સંભાળી. કપ્તાની કરતાં વૈભવે સેન્ટ્રલ ઝોનના ઓપનર આર્યન જુયાલ સામે અપીલ કરતાં પોતાનો પહેલો રિવ્યૂ લીધો જે એકદમ સાચો નિર્ણય સાબિત થયો. આ પહેલા ઇસ્ટ ઝોને ટોસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ► 266 રન પર ઓલ આઉટ થઈ ગઈ સેન્ટ્રલ ઝોનની પહેલી ઇનિંગ ► 60 રન સૌથી વધુ સેન્ટ્રલ ઝોન માટે રિંકુ સિંહે બનાવ્યાં ► 3-3 વિકેટ ઇસ્ટ…
New Delhi તા, 31 યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 25મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાના ઈરાદા સાથે ઉતરેલા સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચ માટે શરૂઆત અત્યંત નિરાશાજનક રહી છે. અર્જેન્ટીનાના અનસીડેડ ખેલાડી મરિયાનો નવોને સામે આશરે ચાર કલાક સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં જોકોવિચનો 7-6, 5-7, 6-4, 2-6, 6-1 થી પરાજય થયો હતો. આ સાથે જ સ્પર્ધાના પહેલાં જ રાઉન્ડમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. મેચ દરમિયાન ન્યૂયોર્કની ભીષણ ગરમી અને અસહ્ય બફારાના કારણે જોકોવિચ શરૂઆતથી જ શારીરિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં. આર્થર એશ સ્ટેડિયમની છત બંધ થયા બાદ પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો ન થતાં તેમણે સુપરવાઈઝર પાસે એસી ચાલું કરાવવાની માંગ કરી…
Gandhinagar,તા.31 આગામી સમયમાં કોમનવેલ્થ-2030 અને તે બાદ સંભવિત ઓલીમ્પીક-2036 માટેની તૈયારીમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં શરૂ થઈ છે પણ ગુજરાત ફરી ખેલકુદના વિશાળ સ્ટેડીયમ કે અન્ય સ્પોર્ટસ સુવિધા જ નહી પણ ભવિષ્યમાં ભારતમાંજ શ્રેષ્ઠ વિશ્વકક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે હવે ફિલ્ડથી લેબોરેટરીની સફર પણ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારત અને વિશ્વના ખેલાડીઓમાં એવું તો શું છે જે તેને ચેમ્પીયન બનાવે છે! માળખાકીય સુવિધા, ખેલકુદ માટેના પ્રોત્સાહન એ બધુ તો ઉભુ કરી શકાય પણ જે ચેમ્પીયન બનવા માટે ડીએનએ જોઈએ તે કયા છે તેની ઓળખ કરી ભવિષ્યમાં નવોદીત ખેલાડીઓમાં આ ડીએનએ મેચ કરી તેમાંથી જે શ્રેષ્ઠ હોય તેને ખાસ…
New Delhi તા, 31 સરકારે વર્ષ 2025માં એક નવો રમતગમત કાયદો નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ બનાવ્યો છે. પરંતુ આ નવા કાયદાને માનવા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા નિર્ણયથી દેશનાં અલગ-અલગ રાજ્યનાં ક્રિકેટ એસોસિએશનો વચ્ચે ભારે મૂંઝવણ અને ક્નફ્યુઝન ઊભું થયું છે. આ આખો વિવાદ ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA)ની ચૂંટણીને લઈને ઓડિશા હાઈકોર્ટમાં ચાલી રહેલાં કેસ દરમિયાન સામે આવ્યો છે. BCCIના લીગલ વિભાગે કોર્ટમાં સોગંદનામું (અફિડેવિટ) રજૂ કર્યું છે, જેના પર બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાની મંજૂરી છે. તેમાં બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ઓડિશા ક્રિકેટ એસોસિએશને તેની ચૂંટણીઓ BCCIના જૂના બંધારણ મુજબ જ યોજવી પડશે. આ બંધારણ વર્ષ 2019માં…
Colombo, તા. 31 ભારતીય ટીમ ત્રણ અઠવાડિયા પહેલાં ઘણાં સવાલો સાથે શ્રીલંકા પહોંચી હતી. બે ટેસ્ટ મેચો દરમિયાન દેવદત્ત પડિક્કલે ત્રીજા નંબરનો કોયડો ઉકેલી દીધો. જોકે, નીચલા ક્રમનાં બેટ્સમેનોને આઉટ ન કરી શકવાને કારણે બોલિંગ પર સવાલો ઊભા થયાં છે. પડિક્કલે સિરીઝમાં બેકફૂટ પર શાનદાર રમત અને સચોટ ફૂટવર્કથી સ્પિનરોનો સામનો કર્યો. પડિક્કલે હાલમાં બેટિંગ ક્રમમાં ત્રીજા નંબર પર પોતાનો દાવો મજબૂત કરી દીધો છે. ભલે સાઈ સુદર્શન ટીમમાં પાછા કેમ ન આવી જાય. કેપ્ટન શુભમન ગિલે પણ રમુજી અંદાજમાં કહ્યું, `જો તેઓ આ રીતે રમતાં રહેશે, તો અમે ચોક્કસપણે તેમને ત્રીજા નંબર પર રાખીશું.’ જુરેલે આપ્યો વિકલ્પ ધ્રુવ જુરેલે…
Gandhinagar, તા.31 ગુજરાતમાં વધતા જતા ઔદ્યોગીકરણ અને તેની સાથે અને તેની સાથે રાજયની વસ્તીમાં થઈ રહેલા વધારા અને એકંદર સમૃધ્ધિ વધતા રાજયમાં વીજ ઉપયોગ છેલ્લા એક દસકામાં 64 ટકા જેટલો વધી ગયો છે અને તેથી રાજય સરાકાર હવે 2035-36 સુધીમાં રાજયમાં 250 બીલીયન યુનીટ વીજ ઉત્પાદન માટેની તૈયારી કરી રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં જે રીતે ડેટા સેન્ટર અને સેમી ક્નડકટર સહિતના નવા ઉદ્યોગો અગ્રણી ભૂમિકા ભજવશે તેથી વીજ વપરાશ પણ વધશે તે નિશ્ચિત છે. સરકારના આંકડા મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા 2015-16માં 83133 મીલીયન યુનીટ વીજ ઉત્પાદન થતુ હતું જે 2025-26માં 136722 મીલીયન યુનીટ નોંધાયુ છે. ખાસ…
Gandhinagar, તા.31 રાજ્યભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર તા. 13 સપ્ટેમ્બર 2026થી વધુ એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે ગુજરાતમાં વર્ષ 2012થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની યાદીમાં જાણ કરવામાં આવી છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ‘હેમર’ના સંશોધનો મુજબ ગુટખા તેમજ પાન મસાલાનું સેવન કેન્સરકારક છે, જેનાથી મોઢાના કેન્સરનું જોખમ અત્યંત વધી જાય છે. આ ઉપરાંત, `ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ (GATS) ના અહેવાલ મુજબ દેશમાં 35% પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે, જેમાં 21% લોકો ધુમાડા વગરની…
New Delhi, તા.31 જળવાયું પરિવર્તનના કારણે સતલુજ નદીના કેચમેન્ટ એરિયા, જેમાં હિમાચલ પ્રદેશ અને તિબ્બત સહિત ટ્રાન્સ-હિમાલયી ક્ષેત્ર સામેલ છે, ત્યાં ગ્લેશિયલ તળાવોની સંખ્યા ઝડપથી વધી છે. સતલુજ બેસિનમાં ગ્લેશિયલ તળાવો, ખાસ કરીને મોરેન-ડેમ વાળા તળાવોના વધવાથી ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) થી નીચાણવાળા વિસ્તારોમાં ભયાનક તબાહી સર્જાઈ શકે છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) માં રજૂ કરાયેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર હિમાચલ પ્રદેશ વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ પરિષદ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસનો હવાલો આપતાં સતલુજ નદીના કેચમેન્ટ એરિયામાં ગ્લેશિયલ તળાવોની સંખ્યામાં ઝડપી વધારાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે…
Canada, તા.31 દુનિયામાં અમેરિકા સહિતના દેશો હવે ઈમીગ્રેશન એટલે કે બહારથી આવતા નાગરિકો માટે પ્રવાસ અને ટ્રાન્ઝીટ મુસાફરો માટે પણ નિયમ બદલવા લાગ્યા છે તે સમયે હવે કેનેડા જવા માટે પણ ત્યાં વેલીડ વિઝા ધરાવનાર માટે પણ હવે પ્રવાસ અગાઉ ઈમીગ્રેશન ઓથોરિટી પાસેથી મંજુરી મેળવવી પડશે જેને ઈલેકટ્રોનીક ટ્રાવેલ ઓથોરાઈઝેશન તરીકે નામ અપાયુ છે અને વિમાનમાં પ્રવાસ કરતા પહેલા આ પ્રકારે માહિતી વેબસાઈટ પર લોન્ચ કરવી પડશે. આ એક ડીઝીટલ એન્ટ્રી વ્યવસ્થા છે જે યાત્રીકના પાસપોર્ટની સાથે જોડાયેલી છે. હવાઈ યાત્રા કરતા પહેલા આ વ્યવસ્થા હેઠળ જે નાગરિકોને વિઝામુક્ત એન્ટ્રી છે તેને આ પ્રકારે ઓથોરાઈઝેશન કરવું પડયું છે જેનો ચાર્જ…
