Author: Vikram Raval

નાગેશ્રી ગામમા બે ઉભરતા યુવાનોના આકસ્મિક અવસાનથી પરિવારમાં આક્રંદ સાથે અરેરાટી (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.28 અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં રક્ષાબંધનના તહેવાર પૂર્વે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા બે યુવાન મિત્રોના અકાળે મોત નીપજ્યા છે. નાગેશ્રી-ચૌત્રા માર્ગ પર મોડી રાત્રે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા જોરદાર અકસ્માતમાં બંને યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દેતા સમગ્ર પંથકમાં સાતમ-આઠમના પર્વ પૂર્વે શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી વિગતો મુજબ, જાફરાબાદ તાલુકાના નાગેશ્રી-ચૌત્રા માર્ગ પર મોડી રાત્રે અત્યંત કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટર અને સામેથી આવી રહેલી બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બંને…

Read More

આરટીઓ પાસે શિવમ સોસાયટીના યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો: પોલીસે વધુ તપાસ હાથ ધરી Rajkot,તા.28 શહેરના આરટીઓ પાસે રહેતા 30 વર્ષીય યુવાનનું સંત કબીર રોડ પર માસુમ સ્કૂલ નજીક બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલા યુવાને દમ તોડતા તબીબે મૃત જાહેર કરતા ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ આરટીઓ પાસે શિવમ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનો વેક્સનો વ્યવસાય કરતા ઉમેશભાઈ નાનજીભાઈ ડાભી ઉંમર વર્ષ 30 વર્ષીય યુવાન ગઈકાલે ઇમિટેશન…

Read More

છ માસ પૂર્વે લગ્ન થયા : કારણ અકબંધ, પોલીસે વધુ તપાસ હાથ ધરી Rajkot,તા.28 શહેરના રેલનગરમાં રહેતી 23 વર્ષથી ગર્ભવતી નવોઢાએ ગઈકાલે અગમ્ય કારણોસર પોતાના ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા તબીબે ગર્ભવતી નવોઢાને મૃત જાહેર  હતો આ અંગે મળતી માહિતી મુજબ રેલ નગરમાં કર્ણાવતી સ્કૂલની બાજુમાં શ્રી મનહરી એપાર્ટમેન્ટમાં રહેતી જીયાબેન અમિતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 23 વર્ષીય નવોઢા ગઈકાલે પોતે ઘરે હતી ત્યારે 3:00 વાગે આસપાસ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા તબીબે નવાજાને મૃત જાહેર કરતા ઘટના…

Read More

ગંભીર અકસ્માત બે દંપતી સહિત 5 ઇજાગ્રસ્ત માંથી બે મહિલા સહિત 3 ના મોત નીપજ્યા : એક ગંભીર Junagadh,તા.28 મેંદરડા તાલુકાના ચિરોડાગામ અને ગુંદાળા ગામ નજીક કારે ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો કાર માં સવાર રાજકોટના દંપતી અને બેન બનેવી સહિત 5 ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રાજકોટના રમણીક લાલ ચોવટીયા નું અને તેમના બેનનું ટૂંકી સારવાર માં મોત થયું હતું અને પત્ની રીનાબેન સારવાર હેઠળ જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં હતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર માં પતિ…

Read More

Rajkot,તા.28 આજીડેમ ચોકડી પાસે રહેતા 36 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત નો પ્રયાસ કરતા તાત્કાલિક અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પતિ દ્વારા એટીએમ માંથી પૈસા કાઢી ન આપવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ચોકડી પાસે ભરતનગરમાં રહેતી વૈજન્તીબેન ચંદ્રિકા ભાઈ શાહ ઉંમર વર્ષ 36 વર્ષીય મહિલા ગઈકાલે રાતના 11:00 વાગ્યા આસપાસ કર્યા હતા ત્યારે પોતાના પતિ એ રક્ષાબંધન આવતી હોવાથી એટીએમ માંથી પૈસા કાઢી ન આપતા પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો જે જગડામાં…

Read More

સુરત મુખ્ય કાર્યક્રમ, અમદાવાદ, વડોદરા, રાજકોટનું ઓનલાઈન ઉદ્ઘાટન: ગુજરાત હાઈકોર્ટના તમામ જજો રહેશે ઉપસ્થિત ચારેય સેન્ટરો માટે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક જાહેર: રાજકોટમાં પી.જી. ગોકાણી અધ્યક્ષ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળે જાહેરનામું બહાર પાડ્યું Rajkot,તા.28 રાજ્યની ન્યાય પ્રણાલીમાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભરાવા જઈ રહ્યું છે. રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે કાયમી લોક અદાલત સેન્ટરનું આવતીકાલે તા. 28મી ઓગસ્ટે ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહનો મુખ્ય કાર્યક્રમ સુરત ખાતે યોજાશે, જ્યાં સુપ્રીમ કોર્ટના સીનિયર જસ્ટિસ વિક્રમનાથના વરદ હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતેના સેન્ટરનું…

Read More

3 દિવસ ચાલશે જંગ: પુરુષોની 5 અને મહિલાઓની 3 ટીમો વચ્ચે ટક્કર, ઓમ્નીટેક અને એહસાસ ટ્રસ્ટના સહયોગથી કોર્ટનું નવીનીકરણ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું આહ્વાન: તણાવયુક્ત નોકરીમાં ફિટનેસ જરૂરી, ખેલદિલીથી રમી ઓલ ઈન્ડિયા પોલીસ ગેમ્સમાં ગુજરાતનું નામ રોશન કરો Rajkot,તા.28 રાજકોટ શહેર પોલીસ ના યજમાન પડે પથમ વાર ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજ થી ૩૦/૦૮/૨૦૨૬ સુધી ત્રણ દિવસ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતેના બાસ્કેટબોલ ગ્રાઉન્ડ પર આ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છેશહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા પોલીસ દળમાં શિસ્ત, શારીરિક ફિટનેસ અને ટીમ સ્પિરિટની ભાવના વધે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા…

Read More

અભદ્ર ભાષામાં લખેલું પાર્સલ લેવાની ના પાડતા યુવક પર હુમલો: મહિલાને મોકલવાના વિવાદિત પાર્સલનો મામલો, એ-ડિવિઝન પોલીસે CCTV આધારે તપાસ શરૂ કરી Rajkot,તા.28 શહેરના હુડકો ચોકડી પાસે હરિ ઓમ પાર્કમાં રહેતા 32 વર્ષે યુવાનને નંદન કુરિયર ઓફિસમાં અભદ્ર ભાષામાં લખેલ પાર્સલ લેવાની ના પાડતા અજાણ્યા શખ્સ દ્વારા યુવાન હાથમાં પહેરેલ કળા વડે માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી માહિતી મુજબ શહેરના કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે હરિઓમ પાર્કમાં રહેતા રાજુભાઈ લક્ષ્મણભાઈ નનેરા ઉંમર…

Read More

લાકડી ધોકા ધારીયા સહિતના હથિયાર સાથે બંને પક્ષે એક બીજા પર તૂટી પડ્યા, બે શખ્સો ગંભીર Wankaner,તા.28 વાંકાનેર તાલુકાના કણકોટ ગામે આજે સવારે બે જૂથ વચ્ચે અથડામણ થયેલ જેમાં બંને પક્ષે 8 શખ્સો ઇજગસ્ત થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે પ્રેમ લગ્ન કરવા બાબતે બે જૂથ વચ્ચે ધોકા પાઇપથી સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના કણકોટ ગામે રહેતા જીવરાજભાઈ નાથાભાઈ સારદિયા ઉંમર વર્ષ 45 વર્ષીય આધેડ આજે…

Read More

New Delhiતા.૨૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે રક્ષા બંધન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ તેમની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી અને દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરી. વડાપ્રધાન મોદીએ ઠ પર લખ્યું, “રક્ષા બંધન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવે. પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું બંધન હંમેશા અતૂટ રહે – આ મારી હૃદયપૂર્વકની ઇચ્છા છે.” કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ઠ પર લખ્યું, “ભાઈઓ અને બહેનો વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક રક્ષા બંધનના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ…

Read More