- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
Author: Vikram Raval
લગભગ દોઢ વર્ષ પહેલા, અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કરવાની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો Mumbai, તા.૨૯ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં છરીથી હુમલો કરવાના કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી શરીફુલ ઇસ્લામ શેખે હવે કબૂલાત કરવાની તૈયારી દર્શાવી છે. આરોપીએ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું છે કે, તેને પોતાના કૃત્યોનો પસ્તાવો છે અને તે ગુનો કબૂલ કરવા માંગે છે. તેણે કોર્ટને ઓછામાં ઓછી સજાની પણ વિનંતી કરી છે.લગભગ દોઢ વર્ષ પહેલા, અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને તેના પર…
Gandhinagar તા.૨૮ લોકભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમાન આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વિવિધ સમાજ, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો તથા વિવિધ વર્ગોની બહેનો અને દીકરીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી બહેનો, બ્રહ્માકુમારીઝ તથા દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. બહેનોએ મુખ્યમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલકામના કરી હતી. મુખ્યમંત્રીએ પણ રાખડી બાંધવા માટે આવેલી તમામ બહેનોનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરી તેમની શુભેચ્છાઓ સ્વીકારી હતી. રક્ષાબંધનના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યની તમામ નારીશક્તિના સર્વાંગી વિકાસ, સન્માન અને સુરક્ષા માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી…
Ahmedabadતા.૨૮ કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક સાંસદ અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારના રહીશો માટે એક વિશેષ ’લોક દરબાર’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પાણી ભરાવાની વિકટ સમસ્યાઓ સાંભળવાનો અને તેનો કાયમી ઉકેલ લાવવાનો હતો. બોપલ પંચાયત રોડ પર આવેલી મ્દ્ભસ્ સ્કૂલ ખાતે આ લોક દરબાર યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, અમદાવાદના મેયર, છસ્ઝ્ર કમિશનર, શહેર પ્રમુખ અને મંત્રી દર્શનાબેન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોધપુર અને બોપલ વોર્ડના રહીશો તેમજ વિવિધ સોસાયટીના ચેરમેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સિઝનમાં પડેલા…
૫૦ કિમીની ઝડપે બેફામ રિક્ષા હંકારી જીવ જોખમમાં મૂક્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ Ahmedabad , તા.૨૮ જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા સુધી રિક્ષાચાલકે બેદરકારીપૂર્વક સર્પાકાર રીતે રિક્ષા હંકારી સ્ટંટ કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રિક્ષા ચાલક આશરે ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રિક્ષા હંકારી અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. પાછળ ટુ-વ્હીલર પર જઈ રહેલા એક યુવકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો પોલીસના ધ્યાને આવતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં જણાયું છે કે જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા…
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના પ્રયાસો શરૂ કર્યા Ahmedabad, તા.૨૮ અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા કદમ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પરના ચોઇસ પાન પાર્લરમાં ચાર શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ મોડી રાતના સમયે દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો અને ગલ્લામાંથી રોકડ રકમ તેમજ મોંઘી કિંમતની સિગારેટના પેકેટ સહિત કુલ રૂ.૭૪,૪૦૦ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ છે.બોપલમાં રહેતા અનિલ સમરસિંહ રાજપૂતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ૨૬ ઓગસ્ટે સવારે સાત વાગ્યે પાન પાર્લરમાં કામ કરતા રાહુલ અને ઉત્સવ…
શિવાન્તા રીગેલના ફ્લેટ ખાતે કોસ્મેટિક્સનું રીપેકીંગ અને ગ્લિસરીન સાબુનું ગેરકાયદે ઉત્પાદન ચાલતું હતું Gandhinagar, તા.૨૮ રાજ્યભરમાં ગેરકાયદે કોસ્મેટિક ઉત્પાદન અને રીપેકિંગ કરતી પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નાગરિકોના આરોગ્ય અને સલામતી સાથે ચેડાં કરતી આવી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારના ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ હેઠળ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ ઝુંબેશ અંતર્ગત કમિશનરને મળેલી ગુપ્ત બાતમીના આધારે, ટીમે અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલી ‘આનકી હર્બલ’ નામની પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આ પેઢી જરૂરી લાઇસન્સ મેળવ્યા વિના તથા ગુણવત્તાનું પરીક્ષણ કર્યા વગર જ ગેરકાયદે રીતે કોસ્મેટિક્સનું…
નારોલના વેપારીનો નંબર ટેલિફોનની ડિરેક્ટરીમાં મેળવ્યા બાદ ફોન કરીને રૂ. ૬.૧૬ લાખના ૨ ડીપળીઝર અને ૧ વર્ટિકલ કૂલરનો ઓર્ડર આપ્યો હતો Ahmedabad, તા.૨૮ વેપારીઓની ટેલિફોનની ડિરેક્ટરીમાંથી નંબર શોધીને વેપારી સાથે ઠગાઈ આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલના વેપારીનો નંબર ટેલિફોનની ડિરેક્ટરીમાં મેળવ્યા બાદ ફોન કરીને રૂ. ૬.૧૬ લાખના ૨ ડીપળીઝર અને ૧ વર્ટિકલ કૂલરનો ઓર્ડર આપ્યો હતો અને તેની ચૂકવણી પેટે ચેક આપ્યા હતા. જોકે, નારોલના વેપારીએ ચેક જમા કરાવતા તે બાઉન્સ થયા હતા. આ મામલે નારોલના વેપારીએ પ્રગતિનગર, નારણપુરાના વેપારી વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરાઈ છે.મણિનગરની રામબાગ સોસાયટીમાં રહેતા સુનિલકુમાર બ્રહ્મભટ્ટ નારોલમાં વેપાર-ધંધો કરે…
મરેલીના અમેરિકી નાગરિક દિનેશ પટેલ અને જાફરાબાદના ગોમતીદાસબાપુનો પણ સંપર્ક નથી Amreli, તા.૨૮ નેપાળ-તિબેટ સરહદે આવેલા લાંગતાંગ ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવાને કારણે ભોટેકોશી નદીમાં ભયાનક પૂર આવ્યું છે. આ અચાનક આવેલી કુદરતી આપત્તિના પગલે નેપાળ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ગુજરાતી પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જીર્ઈંઝ્ર) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, નેપાળ પ્રવાસે ગયેલા ગુજરાતના મૂળ વતનીઓ તેમજ વિદેશી નાગરિકતા (દ્ગઇૈં) ધરાવતા મળીને કુલ ૨૪ નાગરિકો હાલ સંપર્કવિહોણા થયા છે. સંપર્કવિહોણા થયેલા નાગરિકોમાં અમરેલી જિલ્લાના બે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. જેમાં એક અમેરિકી નાગરિકતા ધરાવતા દિનેશ પટેલ અને બીજા જાફરાબાદ સ્થિત…
પરિવારના સભ્ય અને વૃદ્ધ માતા સુશીલાબહેન પટેલે જણાવ્યું કે, અમારી તેમની સાથે છેલ્લી વાતચીત ૨૩મી ઓગસ્ટે થઈ હતી Surat, તા.૨૮ નેપાળ-તિબેટ સરહદે આવેલા ભયાનક પૂર અને તારાજી વચ્ચે ગુજરાતના અનેક શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ફસાયા છે. જેમાં સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો પણ લાપતા થતાં પરિવાજનોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. સુરત મૂળના પરેશ નટવરલાલ પટેલ, તેના પત્ની જ્યોતિબહેન પરેશ પટેલ (બંને ેંજી નિવાસી) અને તેની દીકરી મીનાક્ષીબહેન રામાણી (મુંબઈ નિવાસી) માનસરોવર યાત્રા દરમિયાન નેપાળ-તિબેટ સરહદે સંપર્ક વિહોણા બન્યા છે. મળતી માહિતી મુજબ, પરેશ પટેલ અને જ્યોતિબહેન ૨૦મી ઓગસ્ટે યુએસથી નેપાળ ફરવા અને માનસરોવર યાત્રા માટે પહોંચ્યા હતા. જ્યારે તેમની…
લાજપોર જેલમાં સેંકડો બહેનો પોતાના જેલવાસી ભાઈઓને રાખડી બાંધવા થાળી-મીઠાઈ લઈને પહોંચી Surat તા.૨૮ પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધનના પર્વે આજે ચારેય તરફ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી રક્ષાબંધનના પવિત્ર પર્વે કાળજું કંપાવી દેતાં અને અત્યંત ભાવુક કરી મૂકે તેવાં હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા છે. જેલના કડક અને ગંભીર માહોલ વચ્ચે આજે લાગણીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યારે પોતાના જેલવાસી ભાઈને રાખડી બાંધવા માટે સોંકડો બહેનો હાથમાં થાળી, મીઠાઈ અને રાખડી લઈને જેલના દરવાજે પહોંચી હતી. પોતાના ભાઈના દીર્ઘાયુ અને સુરક્ષાની પ્રાર્થના સાથે જેલમાં પહોંચેલી બહેનોએ જ્યારે લાંબા સમય બાદ પોતાના ભાઈને રૂબરૂ…
