- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૫ અમરેલી જિલ્લામાં અલગ અલગ બે બનાવમાં બે યુવકોના અલગ અલગ કારણોસર મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા જે તે સ્થાનિક પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રથમ બનાવમાં ધારી ગામે આવેલ ચોરાપા શેરીમાં રહેતા રાજદીપ રામભાઇ સોલંકી નામના ૩૨ વર્ષીય યુવકે ગત ૨૨ ના સવારના દસેક વાગ્યા પછી કોઇપણ સમયે પોતાના રહેણણાંક મકાને કોઇપણ અગમ્ય કારણોસર ઘંઉમાં નાખવાના ઝેરી પાઉડર પી જતા તેમને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટમાં ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. જયારે બીજા બનાવમાં મુળ બંગાળના વતની અને હાલ…
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે મહત્વપૂર્ણ પહેલ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ આંતરરાષ્ટ્રીય સ્તરની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની, નયારા એનર્જીએ તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામ હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ૪૮ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકીકરણ કરીને બાળપણના વિકાસ અને શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તુષ્ટિ પ્રોજેક્ટ હેઠળ, બે બ્લોક, ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) અને લાલપુર (જામનગર) હેઠળના ૩૧ ગામોમાં આવેલા ૪૮ આંગણવાડી કેન્દ્રોને આધુનિક અને બાળ-મૈત્રીપૂર્ણ શૈક્ષણિક કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. આ પહેલથી ૩,૦૦૦ થી વધુ બાળકોને લાભ થશે. ૪૮ આંગણવાડીઓ પૈકી એક કજુરડા-વિજયનગરનું ઉદૃઘાટન નયારા એનર્જીના કાર્યકારી અધ્યક્ષ શ્રી…
ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, નૌકાદળ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા અંગે સંકલન વધારવા પર ભાર રહેશે New Delhi,તા.૨૫ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ૯ અને ૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, નૌકાદળ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા અંગે સંકલન વધારવા પર ભાર રહેશે. મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરશે. તેઓ વડાપ્રધાન હરિની અમરસૂર્યા અને સંરક્ષણ મંત્રાલયના સચિવ એર વાઈસ માર્શલ (નિવૃત્ત) સંપથ થુયાકોન્થા સાથે પણ ચર્ચા કરે…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ જામનગરમાં કુબેર પાર્ક-૧, ધોળકિયા સ્કૂલ પાસે રહેતી એક પરિણીતાએ પતિ સહિત ત્રણ સાસરિયાઓ સામે દહેજની માંગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદના આધારે પોલીસે કુનાલભાઈ રમેશભાઈ ગજેરા, રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા અને મંજુબેન રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૫૪ તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૪ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નજીવન દરમિયાન નાની-નાની બાબતોમાં ઝઘડા કરી પરિણીતાને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ દહેજ બાબતે મહેણાં-ટોણાં મારી દહેજ સ્વરૂપે નાણાંની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ…
કોર્ટે ઓસ્ટ્રેલિયાના ટ્રેડ માર્ક્સ એક્ટ, ૧૯૯૫ની જોગવાઈઓ, ખાસ કરીને સેક્શન ૧૭૭(૨),ને ધ્યાનમાં લીધી હતી New Delhi,તા.૨૫ ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે બાસમતી ચોખા અંગે ભારતીય નિકાસકારોને મોટો ઝટકો આપતાં ઓસ્ટ્રેલિયામાં બાસમતી માટે વિશેષ સર્ટિફિકેશન ટ્રેડમાર્ક મેળવવા ભારતની અપીલ ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે ‘બાસમતી’ માત્ર ભારતની વિશેષ સંપત્તિ નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન બંનેના સિંધુ-ગંગાના મેદાની વિસ્તારોમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતો ચોખાનો પ્રકાર છે. આ નિર્ણયની સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણાના બાસમતી નિકાસકારો પર થવાની શક્યતા છે. ભારતના કુલ બાસમતી નિકાસમાં પંજાબનો હિસ્સો આશરે ૪૦ ટકા હોવાનું જણાવાય છે. બાસમતી એક્સપોર્ટર્સ એસોસિએશનના વાઇસ-પ્રેસિડેન્ટ રણજીત સિંહ જોસને જણાવ્યું હતું…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અલગ-અલગ સ્થળોએ દારૂના ત્રણ કેસ નોંધાયા છે. જેમાં એક સ્થળેથી અંગ્રેજી દારૂની બોટલ, અન્ય સ્થળેથી વિદેશી દારૂના ચપલા અને અલીયા ગામે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જામજોધપુર પોલીસ સ્ટેશનની ટીમે ધ્રાફા ફાટક પાસે એક શખ્સને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ બ્રાન્ડની ૭૫૦ મિલીલીટરની બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂ. ૮૦૭.૮૪ના મુદ્દામાલ સાથે કાર્યવાહી કરી હતી. જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલીયા ગામની સીમમાં નવોદય શાળા પાછળ આવેલી વાડીની ઓરડીમાં દરોડો પાડતાં કાચો આથો, દારૂ બનાવવાના…
કબૂતર ઝુપડા પર બેસવા બાબતે બોલાચાલી બાદ હુમલો; માતા સહિત ત્રણ સામે ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ જામનગરના ચેલા વિસ્તારમાં કબૂતરો ઝુપડા પર આવી બેસવા અને તેમને ઉડાડવા પથ્થર-ચપ્પલના ઘા કરવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક યુવક પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકીને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, ચેલા-૦૨ પી.ટી.સી. કોલેજ મારવાડી વાસ વિસ્તારમાં રહેતા કાનાભાઈ ગોવિંદભાઈ સોલંકી અને તેમના ભાઈ નરેશભાઈ ભંગારની ફેરીનું કામ કરવા બહાર ગયા હતા. દરમિયાન સાંજના સમયે કાનાભાઈની પત્નીનો ફોન આવ્યો હતો કે, મોટા ભાઈ મુકેશભાઈને પાડોશમાં રહેતા રતીભાઈ…
સંકટ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સશસ્ત્ર દળોને જરૂરી હથિયારોનો પુરવઠો ઝડપથી પૂરો પાડવાની ક્ષમતા પણ મજબૂત થઈ શકે છે New Delhi,તા.૨૫ ભારતના સંરક્ષણ ક્ષેત્રને વધુ આત્મનિર્ભર બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડ્ઢઇર્ડ્ઢં) દ્વારા વિકસિત તમામ પરંપરાગત મિસાઇલ સિસ્ટમ્સની ટેક્નોલોજી ભારતીય ઉદ્યોગોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી દેશમાં મિસાઇલના સ્થાનિક ઉત્પાદનને વેગ મળવાની સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારી પણ વધશે. નવી વ્યવસ્થા હેઠળ પાત્ર ભારતીય કંપનીઓ ડ્ઢઇર્ડ્ઢંની વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિસાઇલ સિસ્ટમનું ઉત્પાદન કરી શકશે. અગાઉ અત્યાધુનિક સંરક્ષણ ટેક્નોલોજીના વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રમાં સરકારી સંસ્થાઓની ભૂમિકા વધુ મોટી…
મોહનનગર, રણજીતનગર, દડીયા તેમજ લાલપુર તાલુકાના સણોસરા ગામે પોલીસની કાર્યવાહી , વાહનો સહિત મુદ્દામાલ જપ્ત (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ જામનગર શહેર અને જિલ્લામાં મોડી રાતે જુગાર રમતા શખ્સો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સીટી એ, સીટી સી, પંચકોશી બી અને લાલપુર પોલીસ દ્વારા અલગ-અલગ પાંચ સ્થળે દરોડા પાડીને કુલ ૩૩ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં રોકડ રકમ, ગંજીપતાના પાના તેમજ ત્રણ મોટરસાયકલ સહિત અંદાજે રૂ. ૧.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે મોડી રાત્રે મોહનનગર આવાસ, બિલ્ડિંગ નં. ૧ પાસે…
તા.26-08-2026 બુધવાર તિથિ ત્રયોદશી (તેરસ) – ૦૮ઃ૦૧ઃ૧૫ સુધી નક્ષત્ર શ્રાવણ – ૨૪ઃ૪૮ઃ૫૫ સુધી કરણ તૈતુલ – ૦૮ઃ૦૧ઃ૧૫ સુધી, ગરજ – ૨૦ઃ૩૯ઃ૪૮ સુધી પક્ષ શુક્લ યોગ સૌભાગ્ય – ૦૭ઃ૫૯ઃ૩૧ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૫૫ઃ૪૩ સૂર્યાસ્ત ૧૮ઃ૪૯ઃ૫૨ ચંદ્ર રાશિ મકર ચંદ્રોદય ૧૭ઃ૪૯ઃ૫૯ ચંદ્રાસ્ત ૨૮ઃ૫૨ઃ૫૯ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૦ મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત શ્રાવણ દિન કાળ ૧૨ઃ૫૪ઃ૦૮ અશુભ સમય દુર મુહુર્ત ૧૧ઃ૫૬ઃ૫૯ થી ૧૨ઃ૪૮ઃ૩૬ ના કુલિક ૧૧ઃ૫૬ઃ૫૯ થી ૧૨ઃ૪૮ઃ૩૬ ના દુરી / મરણ ૧૭ઃ૦૬ઃ૩૮ થી ૧૭ઃ૫૮ઃ૧૫ ના રાહુ કાળ ૧૨ઃ૨૨ઃ૪૭ થી ૧૩ઃ૫૯ઃ૩૩ ના…
