- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
પોલીસ તપાસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આરોપી યુવકની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે Ahmedabad,,તા.23 અમદાવાદમાં નબીરા બેફામ બન્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે શહેરમાં અકસ્માત, હીટ એન્ડ રનના બનાવો સામે આવે છે, ત્યારે શહેરના પેલેડિયમ મોલ પાસે મર્સીડિઝ કાર ચાલક યુવક ફુલ સ્પીડમાં આવીને અન્ય વાહન ચાલકને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના ૮ દિવસે આરોપીને ઝડપી પાડ્યો છે, ત્યારે જાણવા મળ્યું હતું કે મર્સીડિઝ કાર ચાલક બીજું કોઈ નહીં પણ પોલીસકર્મીનો પુત્ર હતો. જ્યારે પોલીસ તપાસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે…
Banaskantha,તા.23 ગુજરાતમાં બનાસ ડેરીના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે. જેમાં આગામી ૧ જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. ૨૫નો વધારો કરવાનો નિર્ણય કરાયો હોવાનું સામે આવ્યું છે. જો કે, કિલો. ફેટે દૂધના ભાવમાં વધારો કરવાને લઈને ગ્રાહકોને કોઈ અસર નહીં થાય, આમ ગ્રાહકો માટે દૂધના ભાવ યથાવત રહેશે. સમગ્ર મામલે બનાસ ડેરીના સણાદર ખાતેના કાર્યક્રમમાંથી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી છે. જેમાં દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. ૨૫નો વધારો કરાયો છે, ત્યારે દર મહિને પશુપાલકોને વધારાના રૂ.૨૫ કરોડ મળે તેવો અંદાજ છે.
Jamnagar,તા.23 જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની બહેન મુકુંદ કુમારીનું દુઃખદ અવસાન નિપજ્યું છે. જામસાહેબે બહેનના મૃત્યુ પર શ્રદ્ધાંજલિપાઠવી શોક વ્યક્ત કર્યો છે, આ સાથે જ ઈશ્વર તેમની આત્મના શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે. જામસાહેબે બહેનને શ્રદ્ધાંજલિપાઠવતા કહ્યું કે, ’હું ખૂબ વ્યથા અને ભાંગેલા હ્રદય સાથે શુભચિંતકોને જણાવું છું કે, મારા વચેટ બહેન મુકુંદ કુમારીનું વિલાયત (યુ.કે)માં દુઃખદ અવસાન થયું છે અને તેઓ સ્વર્ગવાસ થયા છે. તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રભાવશાળી અને અત્યંત બહાદુર વ્યક્તિત્વ હતા, જેના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવતો હતો. આપણા કુળદેવી માતાજી તેમના આત્માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરૂ છું.’
બાપોદ પોલીસે તાત્કાલિક ઈરફાનને પકડી પાડી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે Vadodara,તા.23 વડોદરામાં ઈરફાન શેખ નામના શખ્સે અહીં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. તેણે મદિરમાં તડફોડ કરીને તેને રોકવા ગયેલા યુવક, તેના પિતા અને મિત્રને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવની વિગત મુજબ વડોદરા શહેરના આજવા રોડ પર એકતાનગરમાં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘૂસી ઈરફાન શેખે તોડફોડ કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. ઈરફાન મંદિરમાં ઘૂસી ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો’ કહી સ્પીકર સહિત પૂજાપાઠનો સામાન ફેંકી દીધો હતો તેમજ મંદિરમાં હાજર યુવક અને તેની માતાને માર…
કાછડ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા Veraval,તા.23 પ્રેમમાં આંધળા બનેલા એક પરણિત યુવકે યુવતી સાથે સજોડે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. વેરાવળની ભાગોળે આવેલ હરસિધ્ધિ સોસાયટીના છેવાડે અવાવરું જગ્યામાં એક ઝાડ પર બંને પ્રેમીઓએ ગળેફાંસો ખાધો હતો. યુવક અને યુવતીનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો કર્યો હતો અને પી.એમ અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ચકચારી ઘટના અંગે ડ્ઢરૂજીઁ વી.આર.ખેંગારે જણાવ્યું હતું કે, વેરાવળ શહેરની હરસિધ્ધિ સોસાયટી પાસે વહેલી…
ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચે એ માટે સરકાર વિશાળ રકમ ખર્ચે છે, ત્યારે ગરીબો સુધી અનાજ નથી પહોંચતું Kheda,તા.23 ગુજરાતમાં સરકારી અનાજના ગેરકાયદેસર વેપારની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતમાં આરોપી તત્ત્વો સરકારી અનાજનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું અવારનવાર સામે આવે છે. ખેડા જિલ્લામાં એવા કાવતરા પર પ્રકાશ પડ્યો છે જેમાં સરકારી વિતરણ માટેના અનાજના જથ્થાને બારોબાર સગેવગે કરનારો આરોપી ઝડપાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડાના વસોની ખાનગી દુકાનમાંથી અનાજનો જથ્થો સરકારી બારદાનમાં ભરી અલીન્દ્રા રાઈસ મિલમાં લઈ જવાતો હતો. સરકારી અનાજના અંદાજે ૨૦ કટ્ટા ભરેલા બારદાનમાં ઝડપાયા છે. ત્યારે નાયબ મામલતદાર અને તેમના સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરતાં અનાજનો આખો જથ્થો…
બુધવારે મોડી રાત્રે કેબલ ચોરી થવાના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી જૂની હાઇકોર્ટ વચ્ચે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી Ahmedabad,તા.23 અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે (૨૨ મે) વહેલી સવારથી બંધ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા ફરી શરુ કરવામાં આવી છે. બુધવારે રાત્રે વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી થવાના કારણે આ રૂટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ફરી તેને રાબેતા મુજબ શરુ કરી દેવાયો છે. મેટ્રો વિભાગે આપેલી માહિતી અનુસાર, અમદાવાદ મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં શાહપુરથી જૂની હાઇકોર્ટ સેક્શન વચ્ચે બુધવારે મોડી રાત્રે કેબલ ચોરી થવાના કારણે વહેલી સવારથી…
યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે Dhoraji,તા.23 રાજકોટના ધોરાજીમાં આવેલી ભાદર નદીમાં માછીમારી કરવા ગયેલા યુવકને કરંટ લાગતાં કરૂણ મોત નીપજ્યું છે. ૧૮ વર્ષીય યુવકના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, નગર પાલિકાની ટીમ તથા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીમાં આવેલી નદીમાં માછીમારી મારવા કરેલા ૧૮ વર્ષના યુવકને કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. યુવકની ઓળખ વિશાલકુમાર સાની…
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રીના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય દિવ્યાંગોને સન્માન અને સુવિધા આપશે New Delhi, તા.23 હવે દિવ્યાંગજનો માટે પણ સરકારી ઘર મેળવવાનું સપનું પૂરું થશે. કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા કેન્દ્રીય સરકારી આવાસ યોજનામાં ૪ ટકા અનામત લાગુ કરી દીધું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય ન ફક્ત દિવ્યાંગોને સન્માન અને સુવિધા આપશે, પણ એક સમાવેશી અને સુગમ ભારતના નિર્માણની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારના આ નિર્ણયનો ઉદ્દેશ્ય છે કે દિવ્યાંગજનોને પણ શહેરી વિકાસ અને આવાસ યોજનાઓમાં બરાબરની ભાગીદારી મળે. મંત્રાલયે તમામ રાજ્યો…
વીજળી-પાણીના બિલ વધતા ઓક્ટોબર-૨૦૨૨ પછીથી સૌથી વધારે પ્રમાણમાં મોંઘવારી વધી London, તા.23 બ્રિટનમાં એપ્રિલ મહિનામાં ફુગાવાનો દર વધીને ૩.૫ ટકા થયો હતો, જે માર્ચમાં ૨.૬ ટકા હતો. છેલ્લાં સવા વર્ષમાં આ દર સૌથી વધારે છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે બુધવારે આ ડેટા જાહેર કર્યા હતા. સ્થાનિક સ્તર પર ઉર્જા અને પાણીના બિલમાં વધારાને પગલે ફુગાવો વધ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર એપ્રિલમાં ૩.૫ ટકા રહ્યો હતો. જાન્યુઆરી-૨૦૨૪ પછીથી એપ્રિલનો ફુગાવાનો દર સૌથી વધારે છે. અર્થશાસ્ત્રીઓએ ફુગાવાનો દર ૩.૩ ટકા રહેશે તેવો અંદાજ આપ્યો હતો જેના કરતાં પણ વાસ્તવિક ફુગાવો વધારે રહ્યો છે. વળી, જે પ્રમાણમાં ફુગાવો વધ્યો છે તે…
