Author: Vikram Raval

Rajkot, તા.૨૨ રાજ્યમાં સર્જાયેલ વાતાવરણના પલ્ટાની અસરથી છેલ્લા એક સપ્તાહથી અનેક શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્રાટકી રહેલ છે. અરબી સમુદ્રમાં સર્જન પામી રહેલ હવાના હળવા દબાણના કારણે આજે સાંજથી હવામાં ભેજના પ્રમાણમાં થોડો વધારો થતા લોકોને અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી હળવી રાહત મળી હતી. દરમ્યાન આજે સાંજે ૬ થી ૮ કલાક (માત્ર ૨ કલાકમાં) રાજકોટ શહેરના જુદાજુદા વિસ્તારોમાં હળવોથી મઘ્યમ વરસાદ નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ રાજકોટમાં આશરે પોણા ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયેલ હતો. રાજકોટ ઉપરાંત રાજકોટ આસપાસના ગોંડલ, લોધિકા અને જેતપુરમાં તેમજ અમરેલી જીલ્લાના કુંકાવાવ-વડિયા, જામનગરના જામજોધપુર, જૂનાગઢના ભેસાણ, સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા અને વઢવાણ તેમજ પોરબંદરના રાણાવાવ…

Read More

ભારે મઘ્યમગતિના પવન ફૂંકાતા અનેક સ્થળોઓ માર્ગ બંધ થયા તો કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ Gandhinagar, તા.૨૨ અરબી સમુદ્રમાં કોંકણ નજીક ઉદભવેલ હવાનુ હળવુ દબાણ આગામી ૨૪ કલાક બાદ ડિપ્રેશનમાં પરિવર્તન પામી આગળ ધપી વાવાઝોડાનુ સ્વરૂપ ધારણ કરી શકે તેવુ વાતાવરણ સર્જન પામી રહેલ છે. આગામી તા.૨૪ ના રોજ રાજ્યમાં મઘ્યમગતિના પવન-વિજળીના કડાકા ભડાકા સાથે અનેક સ્થળોએ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર આસપાસ મઘ્યમથી નોંધપાત્ર વરસાદ આગામી તા.૨૪ બાદ ત્રણ દિવસ સુધી ત્રાટકશે તેવુ હવામાન નિષ્ણાંતોએ આગાહી વ્યકત કરેલ છે. સંભવિત વાવાઝોડા સામે રાજ્યનુ તંત્ર સક્રિય બનેલ છે. તેમજ માર્કેટીંગ યાર્ડો ખેડૂતો ત્થા વેપારીઓને વાવાઝોડા સામે સતર્ક રહેવા જણાવાયેલ છે. રાજ્યના અનેક…

Read More

શંકરાચાર્યજીએ અદ્વેત-મતની સ્થાપના કરીને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો.અદ્વેત એટલે આત્મા અને ઇશ્વર બે નહી પરંતુ એક છે.અદ્વેત અમોને એ શિખવાડે છે કે ઇશ્વર અમારામાં આત્મારૂપે રહેલ છે.અમે ઇશ્વરથી અલગ નથી.ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે.તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા, તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે.અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ આવે છે. એકવાર ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ચૌદ શિષ્યો સાથે જઈ રહ્યા હતાં…

Read More

તા.23-05-2025 શુક્રવાર મેષ આજે સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. મફત સમય નો સંપૂર્ણ આનંદ માણવા માટે, તમારે લોકો થી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવા થી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. આજે તમારા…

Read More

તા.23-05-2025 શુક્રવાર તિથિ એકાદશી (અગિયારસ) – 22:32:49 સુધી નક્ષત્ર ઉત્તરભાદ્રપદ – 16:03:29 સુધી કરણ ભાવ – 11:57:55 સુધી, બાલવ – 22:32:49 સુધી પક્ષ કૃષ્ણ યોગ પ્રીતિ – 18:36:05 સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:55:43 સૂર્યાસ્ત 19:16:55 ચંદ્ર રાશિ મીન ચંદ્રોદય 27:18:59 ચંદ્રાસ્ત 15:18:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947   વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 9 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:21:11 અશુભ સમય દુર મુહુર્ત 08:35:58 થી 09:29:22 ના, 13:03:01 થી 13:56:26 ના કુલિક 08:35:58 થી 09:29:22 ના દુરી / મરણ 13:56:26 થી 14:49:51 ના રાહુ કાળ 10:56:10 થી 12:36:19 ના કાલવેલા/અર્ધ્યામ 15:43:16 થી 16:36:40 ના યમ ઘંટા 17:30:05 થી 18:23:30 ના યમગંડ 15:56:37 થી…

Read More

Gandhinagar,તા.૨૨ અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહીને પગલે ઝ્રસ્એ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. આગામી ૨૪ કલાક કંટ્રોલરુમ કાર્યરત રાખવા મુખ્યપ્રધાનને સૂચના આપી છે. તકેદારી સાથેના સલામતીના પગલા લેવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિશા- નિર્દેશ આપ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરુમને ૨૪ કલાક કાર્યરત રાખવા સૂચન કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી ૬ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની શક્યતા છે. ૨૫ મે સુધી અનેક વિસ્તારમાં તોફાની વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર…

Read More

હવે રાજ ઠાકરેએ નક્કી કરવાનું છે કે તેઓ અમારી સાથે આવવા માંગે છે કે નહીં. Maharashtra,તા.૨૨ શિવસેના યુબીટી નેતાઓએ મનસેને ગઠબંધન માટે ઓફર કરીઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવાર ફરી એકવાર સમાચારમાં છે. ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે રાજ્યમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતી તેમની શિવસેના (યુબીટી) આટલી ખરાબ હાલતમાં છે. એક સમયે મુખ્યમંત્રીની ખુરશી પર બેઠેલા ઉદ્ધવ ઠાકરે પોતાના રાજકીય અસ્તિત્વ માટે લડી રહ્યા છે. એવું કહેવાય છે કે મરતો માણસ કંઈ પણ કરશે. હવે ઉદ્ધવ ઠાકરે અને તેમના પક્ષની આ હાલત છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારને કોઈક રીતે પુનર્જીવિત કરવા માટે, તેમના ભાઈને પણ સાથે લેવાના…

Read More

New Delhi,તા.૨૨ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન બાલાકોટમાં ભાગ લેનારા વાયુસેનાના વિંગ કમાન્ડરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે વાયુસેનાની મહિલા અધિકારી (વિંગ કમાન્ડર) ને સેવામાં જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. કેસની સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે આપણું વાયુસેના શ્રેષ્ઠ છે અને આ અધિકારીઓ પ્રશંસનીય છે. સુપ્રીમ કોર્ટે ભારતીય વાયુસેનાની મહિલા વિંગ કમાન્ડરની અરજી પર નોટિસ જારી કરી છે અને મહિલા અધિકારીને પદ પર જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે કાયમી કમિશન નકારવામાં આવ્યા બાદ, અધિકારીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એએસજી ઐશ્વર્યા ભાટીએ એમ પણ કહ્યું કે ત્રણેય સંરક્ષણ દળો…

Read More

Lucknow,તા.૨૨ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી.  જેમાં નોઈડા, ગાઝિયાબાદ, મુરાદાબાદ, મેરઠ અને બાગપત સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વાવાઝોડા જોવા મળ્યા. ભારે વાવાઝોડાને કારણે ઘણા જિલ્લાઓમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં તોફાન, વાવાઝોડા અને વીજળી પડવાથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશના ૧૫ જિલ્લાઓમાં તોફાન, વરસાદ, વીજળી અને વાવાઝોડાને કારણે ૩૪ લોકોના મોત થયા છે. કાંસગંજ અને ફતેહપુરમાં તોફાન…

Read More