Author: Vikram Raval

Rajkot, તા.23 મારવાડી યુનિવર્સિટીએ આજ રોજ પોતાના વિવિધ રાષ્ટ્રોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સફળતા ઉજવવા માટે એક ઉજવણી ભર્યા આંતરરાષ્ટ્રીય ફોટો શૂટ સમારંભનુ સફળ આયોજન કર્યું. સંસ્થામાંથી આ વર્ષે ૩૬ દેશોના કુલ ૪૪૨ વિદ્યાર્થીઓએ, જેમાંથી ૪ પીએચડી ડિગ્રી ધારક હતા. સફળતાપૂર્વક ગ્રેજ્યુએટ થયા છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આ અવસરે તેમની શૈક્ષણિક યાત્રાનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન નોંધાયો. ગ્રેજ્યુએટ થનાર વર્ગ ૨૦૨૫ એક વૈશ્વિક સમુદાયની પ્રતિબિંબરૂપ હતો જેમાં ૨૬ આફ્રિકન દેશો અને બાંગ્લાદેશ, ભૂટાન, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, નેપાળ, સાઉદી અરેબિયા, શ્રીલંકા અને  સિરિયા સહિતના અન્ય ૧૦ દેશોના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. વિવિધ સંસ્કૃતિઓના આ બહુમુલ્ય સમાગમથી કેમ્પસનુ વાતાવરણ વધુ જીવંત અને વૈશ્વિક બની ગયુ હતુ.…

Read More

પ્રથમ કુલગુરૂ ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે Rajkot, તા.23 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે.ઉત્પલ જોષી ૫૯ માં સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે એક નૂતન વિચાર મુર્તિમંત કર્યો અને યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેને ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવવાનો પ્રકલ્પ શરૂ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૯ માં સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે.ઉત્પલ જોષી દ્વારા સવારે ૧૧ઃ૩૦ કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરૂ અને આદ્યસ્થાપક ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા અને ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેવા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં…

Read More

રોલેક્ષ રિંગ્સ લિ.ના એમ.ડી.માદેકાના હસ્તે લોકાર્પણ કરાયુ Rajkot, તા.23 રાજકોટ મનપા દ્વારા સૌપ્રથમ રોલેક્ષરિંગ્સ લિમિટેડ કંપનીના સીએસઆર ફંડના સહયોગથી વોર્ડ નં.૨ માં અમરજીતનગરમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર નં.૬૮ બનાવવામાં આવેલ. જેનુ લોકાર્પણ આજ તા.૨૨ ના રોજ રોલેક્ષ રિંગ્સ લિ.ના એમ.ડી.મનેશ માદેકાના હસ્તે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને મેયર નયના પેઢડીયા ઉપસ્થિત રહેલ હતા. સ્માર્ટ આંગણવાડી બનાવા માટે રાજકોટ સ્થિત રોલેક્ષ રીંગ્સ લિમિટેડ કંપની દ્વારા માતબર રકમનો આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવેલ છે. જેના સહયોગથી વોર્ડ નં.૨ માં અમરજીતનગરમાં અદ્યતન સુવિધાઓ સાથેની આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવેલ. આ આંગણવાડી ૭૩૫ ચોરસ ફૂટ બાંધકામમાં બાળકોને બેસવા માટેનો હોલ, રસોડું, સ્ટોર રૂમ, વોશિંગ એરીયા,…

Read More

Rajkot, તા.23 રાજકોટ મનપાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા, વાલી અને જનસમુદાયને માહિતગાર કરવા તથા પ્રચાર પ્રસાર માટેના એક પ્રયાસરૂપે બાળકોના નામાંકનમાં વધારો કરવા માટે બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન આંગણવાડીઓમાં થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યની ૧૭ થીમ અંતર્ગત રંગપૂરણી, રેતીકામ, છાપકામ, ટપકા જોડ, ચીટકકામ, માટીકામ, મણકા પરોવણી, ફિંગર પ્રિન્ટ, ચિત્ર દોરવું, બોટલમાં રેતી ભરવી, આકાર પૂર્ણ કરવા વગેરે જેવી વિવિધ પ્રવૃતિઓ વાલીઓ અને બાળકોએ સંયુકત રીતે આંગણવાડી કેન્દ્રો પર કરેલ. ૩ વર્ષથી ૬ વર્ષના બાળકો અને વાલીઓ અને ૨ વર્ષથી ૩ વર્ષના બાળકો,…

Read More

Rajkot, તા.23 નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ અને હાલ ગુજરાતના ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશન અંબાલાલ આર. પટેલે તા. ૨૧ મે ના રોજ પરિવાર સાથે રાજકોટ શહેરમાં આવેલા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના મુખ્ય કાર્યાલય સરદાર પટેલ ભવન અને કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ તકે ટ્રસ્ટીઓ અને ખોડલધામ લીગલ સમિતિ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયેલ. તેમણે રાજકોટ સ્થિત મુખ્ય કાર્યાલયે થતી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ નિહાળી હતી અને સમાજહિતમાં થતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ત્યારબાદ અંબાલાલ આર. પટેલે કાગવડ ગામ પાસે આવેલા વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ મંદિરે મા ખોડલના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને સમગ્ર મંદિર પરિસરની મુલાકાત કરી હતી.

Read More

Diu, તા. ૨૨ દીવમાં બીચ ગેમ્સ ફેસ્ટીવલ-૨૦૨૫ ચાલુ છે, જે તા. ૨૪ મે સુધી ચાલશે. આ બીચ ગેમ્સ ફેસ્ટીવલમાં ભાગ લેનારા ખેલાડીઓ અને કોચમાં જબરદસ્ત ઉમંગ અને ઉત્સાહ દેખાય રહ્યો છે. બીચ ગેમ્સ ફેસ્ટીવલમાં વિવિધ રમતો રમવામાં આવે છે. ખાસ કરીને સ્વીમીંગ સ્પર્ધામાં ફિશરીઝ અધિકારી સુકર આંજણી અને મેનેજર ખૂબજ કાળજીપૂર્વક ખેલાડીઓની કાળજી લઈ રહ્યા છે. સ્પર્ધામાં સ્વીમીંગ કરનારા ખેલાડીઓ સમુદ્રમાં થાકી જાય તો તેને તાત્કાલિક રેસ્કયુ કરવા એલર્ટ રહ્યા અને સમુદ્રમાં સતત મોનીટરીંગ કરી રહ્યા છે. બીચ ગેમ્સ ફેસ્ટીવલમાં ખેલાડીઓ પાસે જાણવા મળ્યું કે ખેલાડીઓને દીવ પ્રશાસન દ્વારા દરેક પ્રકારની સુવિધા મળી રહી છે. બીચ ગેમ્સ દર વરસે દીવમાં…

Read More

Mithapur, તા. ૨૨ દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા દર્શનાર્થે પાટણ જિલ્લાના યાત્રિકો આવેલ હતા અને ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા જે પૈકીના ત્રણ લોકો પાણીમાતણાવા લાગ્યા હતા. આ ત્રણમાંથી એકનો બચાવ થયો હતો. જ્યારે ૧૯ કલાક બાદ મામા-ભાણેજના મૃતદેહ મળેલ છે. હર્ષિલ પ્રકાશગીરી ગોસ્વામીને બચાવી લેવામાં આવેલ અને સારવારમાં ખસેડવામાં આવેલ હતો. જ્યારે શૈલેષ ગોસ્વામી અને ધ્રુમીલ ગોસ્વામીના ભારે જહેમત બાદ મૃતદેહ મળેલ છે.

Read More

Mithapur, તા.23 દેવભૂમિ દ્વારકા જિલ્લા તરફ આવતો વિદેશી શરાબનો જથ્થો પોલીસે પકડી ૪૬.૧૨ લાખનો મુદામાલ કબ્જે લીધેલો છે. આ માતબર જથ્થો દમણથી દ્વારકા વિસ્તારમાં આવી રહ્યો હતો. આ જથ્થાને ધંધુકા પોલીસે ઝડપેલ છે. મીનરલ વોટરની આડમાં આ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આ જથ્થો મંગાવનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણપર ગામનો વ્યક્તિ અને દમણનો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવેલ છે.

Read More

Mithapur, તા.23 રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકા નગરી મામલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખેલો છે અને તેમાં જણાવ્યા મુજબ દ્વારકાધીશજીના મંદિરની એક કિ.મી. વિસ્તારમાં બાંધકામ ન કરવાની માગણી કરી છે. સ્થાનિક તંત્રએ મંદિરની ગરિમા જળવાય તે રીતે કામ કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ રજૂઆતમાં જણાવ્યા મુજબ રેગ્યુલર તપાસણી તંત્રએ કરતા રહેવું જોઈએ. બીયુ સર્ટી મેળવ્યા બાદ જ બિલ્ડીંગનો ઉપયોગ કરવા દેવો જોઈએ. પાછળથી બિલ્ડીંગમાં કોઈ જ ફેરફાર થવો જોઈએ નહીં. ગેરકાયદે બાંધકા સત્વરે દૂર કરવા જોઈએ તેવું જણાવેલ છે. અત્રે યાદ અપાવીએ કે દ્વારકામાં ગેરકાયદે દબાણો તરફ આંખ મીંચામણા કરનાર દ્વારકા નગરપાલિકા આ અંગે ખૂબ વગોવાયેલી છે ત્યારે હવે રાજ્યસભાના સાંસદની…

Read More

Ahmedabad,, તા.23 શ્લોસ બેંગ્લોર લિ.નો રૂા. ૩૫૦૦ કરોડ સુધીના મૂલ્યનો પ્રત્યેક રૂા. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર્સનો આઈપીઓ ઓફર સોમવાર તા. ૨૬ મે ના રોજ મૂડીબજારમાં ખુલશે. આ ઓફરમાં રૂા. ૨૫,૦૦૦ મિલિયન (રૂા. ૨,૫૦૦ કરોડ) સુધીના ઈક્વિટી શેસના ફ્રેશ ઈશ્યૂ અને વેચાણકર્તા શેરધારક-પ્રોજેકટ બેલેટ બેંગ્લોર હોલ્ડિંગ્સ પ્રા.લિ. દ્વારા રૂા. ૧૦,૦૦૦ મિલિયન (રૂા. ૧૦૦૦ કરોડ) સુધીના મૂલ્યના ઈક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. રેડ હેરિંગ પ્રોસ્પેકટસ થકી ઓફર કરાયેલા ઈક્વિટી શેરને એનએસઈ અને બીએસઈ ખાતે લિસ્ટીંગ કરવાની દરખાસ્ત છે.

Read More