- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
પર્સોના નૉન ગ્રાટા એટલા માટે કારણ કે તે પોતાની સત્તાવાર કામગીરી સિવાય જાસૂસીથી જોડાયેલી ગતિવિધિઓમાં સામેલ હતો New Delhi, તા.22 પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેને ૨૪ કલાકમાં ભારત છોડવા કહેવામાં આવ્યું છે. ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ-કમિશનના એક અધિકારીને પર્સોના નૉન ગ્રાટા જાહેર કર્યો છે. એવું એટલા માટે કારણ કે તે પોતાની સત્તાવાર કામગીરી સિવાય જાસૂસીથી જોડાયેલી ગતિવિધિઓમાં સામેલ હતો. વિદેશ મંત્રાલયના અનુસાર, આ અધિકારી પંજાબમાં ભારતીય સેનાની જાસૂસીથી જોડાયેલી એક્ટિવિટીમાં સામેલ હતો. જેને લઈને ૨૪ કલાકમાં ભારત છોડવાનો આદેશ અપાયો છે. આ મુદ્દે પાકિસ્તાની હાઈ-કમીશનના ચાર્જ ડી’અફેયર્સ સાદ અહમદ વર્રૈચને…
Rajkot,તા.22 કોરોનાના વધતા જતા કેસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલે અગમચેતીના પગલા સાથે સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. દેશના વિવિધ વિસ્તારોને રાજ્યમાં કોરોનાના કેસો મળવાની ઘટનાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રએ સઘન વ્યવસ્થા માટે કમર કસી છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી છે. કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ શરૂ કરી કોરોનાના કેસ મળે તે પહેલા જ પાણી પહેલા પાળ બાંધવા માટે સિવિલ હોસ્પિટલના મેડિસન આઈસોલેશન, પેડીયાટ્ટિક અને માઈક્રો ડીસીસ સહિતના વિભાગોનુ સુપરવીઝન અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે.
વૈશાખ વદ અગીયારસને શુક્રવારે તા.૨૩ મેના દિવસે અપરા એકાદશી છે. આ દિવસે માં ભદ્રકાલીનુ પ્રાગટય થયુ હોવાથી આ એકાદશીને માં ભદ્રકાલી એકાદશી પણ કહેવામાં આવે છે. અપરા એકાદશીનુ વ્રત કરવાથી જો કોઈ પિતૃ પ્રેતગતીમાં હોય તો તેમને મોક્ષ મળે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ન્હાવાના જળમાં ગંગાજળ પધરાવી સ્નાન કરવું. ત્યારબાદ નિત્ય પુજા કરી અને બાજોઠ ઉપર પીળુ વસ્ત્ર પાથરી તેના ઉપર વિષ્ણુ ભગવાનની છબી પધરાવવી બાજુમાં ઘીનો દિવો કરવો તથા બાજુમાં પાણી ભરેલો ત્રાંબાના લોટા અથવા કળશમાં અબીલ, ગુલાલ, કંકુ પધરાવી આસોપાલવના પાંચ પાન પધરાવવા, સોપારી, રૂપિયો પધરાવવો અને તેની ઉપર આડુ શ્રીફળ રાખવુ. આ કળશ ભગવાનની છબીની…
Rajkot,તા.22 સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા રાજકોટના આંગણે પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પ્રવર્તિની પૂ.વનિતાભાઈ મ.સ.હંસાબાઈ મ.સ. આદિ ઠાણાની નિશ્રામાં તા.૨ થી તા.૬ સુધી સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી ૧૨ થી ૪૦ વર્ષ સુધીના બહેનો માટે ધાર્મિક સંસ્કાર શિબિરનુ આયોજન કરવામાં આવેલ છે. શિબિરના પ્રવેશ પત્ર સંઘની ઓફિસમાંથી મેળવી તા.૨૮ સુધીમાં પરત કરવાના રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે. વિરાણી પૌષધશાળામાં પ્રતિક્રમણ અનુમોદના યોજનામાં ઈશ્વર કેશવજી દોશી, જયોતિ દોશી તથા સહયોગીમાં પ્રજ્ઞાબેન મહેન્દ્ર મહેતા, ભાવના સતીશ બાટવીયા, મિલન જયવંત મીઠાણી લાભાર્થી બન્યા છે. ૨ દાતાના નામ આવકાર્ય છે. વધુ વિગત માટે દિનેશ દોશીનો સંપર્ક કરવો.…
Rajkot,તા.22 રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળકો માટે રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રકક્ષાએ ભાગ લઈ સારૂ પરફોર્મન્સ આપે તે હેતુથી સતત ત્રીજા વર્ષે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ સમર કોચિંગ કેમ્પ ૨૦૨પ તા.૫ થી ૨૦ એમ ૧૬ દિવસ સુધી પોલીસ મુખ્ય મથક ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ અને સ્કેટીંગ રમતોમાં ૧૫૫ જેટલા રાજકોટ શહેર પોલીસ પરિવારના બાળકો અને પ્રજાજનોના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પુજા યાદવ ડી.સી.પી. ટ્રાફીક, રાજકોટ શહેર દ્વારા કરવામાં આવેલ હતુ. ત્યારબાદ ખેલાડીઓ દ્વારા સ્પોર્ટસ ડાન્સ રજૂ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ…
અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાતા દેકારો Rajkot,તા.22 રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન હેઠળના ગોંડલ રોડ ઉપરના વોર્ડ નં.૧૩ માં પીવાના પાણી માટેની નવી ડીઆઈ (ડકટ આયર્ન) પાઈપ લાઈન નાખતી વેળાએ પી.ડી.માલવીયા કોલેજના મુખ્ય દરવાજા પાસે મનપાના કોન્ટ્રાકટરના બુલડોઝરની બ્લેડ અડી જતા પીવાના પાણીની મેઈન લાઈન તુટી ગઈ હતી. જેના કારણે પીડીએમ કોલેજ આજુબાજુની સોસાયટીઓ તરસી રહી હતી. વોર્ડ નં.૧૩ માં પાણી વિતરણનો સમય બપોરે એકથી રાત્રે નવ વાગ્યા સુધીનો છે, વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણ થઈ ગયા બાદ પીડીએમ પાસે ખોદકામ ચાલુ હતુ ત્યારે ગત રાત્રે આઠ વાગ્યા આજુબાજુ ડીઆઈ લાઈન ઈન્સ્ટોલેશન માટેના ખોદકામ વેળાએ બુલડોઝરની બ્લેડ અડી જતા મુખ્ય લાઈન…
પોલીસ કમિશ્નર કચેરીને સુત્રોચ્ચારથી ગજાવી Rajkot,તા.22 રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને વર્ષ પુરૂ થવા પર છે ત્યારે અગ્નિકાંડની ઘટનામાં પોલીસ તપાસને લઈ સવાલો ઉઠાવી પડીતોને ન્યાય આપવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરે આવેદન આપવામાં આવ્યુ હતુ. આ પૂર્વે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સીપી કચેરી ગજાવી મૂકી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશ્નરને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતુ કે, રાજકોટ શહેરમાં બનેલ ટીઆરપી ગેમ ઝોનમાં ૨૭ માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. અને તેમના પરિવારને આજદિન સુધી ન્યાય મળ્યો નથી તત્કાલીન સમયે અમારા દ્વારા આપને સંદર્ભે પત્રથી અવારનવાર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો કરેલ હતી. ત્રણ દિવસના ત્રિકોણબાગ ખાતે…
Madhya Pradesh, તા.૨૧ મધ્યપ્રદેશના ગુના જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલા સરપંચે ગ્રામ પંચાયતને જ ૨૦ લાખ રૂપિયામાં ગિરવે મૂકી દીધી. આ માટે મહિલા સરપંચ અને પંચ વચ્ચે લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા વહીવટીતંત્રને આ બાબતની જાણ થઈ, ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરીને સરપંચ અને પંચને બરતરફ કરી દેવામાં આવ્યા. મધ્યપ્રદેશ પંચાયત રાજ અને ગ્રામ સ્વરાજ અધિનિયમ ૧૯૯૩ની કલમ ૪૦ હેઠળ બંનેને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ બંને ભાજપના છે. કરોદ ગ્રામ પંચાયત મહિલાઓ માટે અનામત છે. અહીં ચૂંટણી પછી તરત જ દબંગોએ કબજો કરી…
એક્સપર્ટનું માનવું છે કે ઓગસ્ટ મહિના સુધીમાં રેપો રેટમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે New Delhi,તા.22 હોમ લોન અને કાર લોન લેનારા ગ્રાહકોને આવનારા સમયમાં મોટી રાહત મળી શકે છે. જણાવી દઈએ કે મોંઘવારીમાં નરમી જળવાઈ રહેવાના અંદાજથી માર્કેટ પર નજર રાખતા એક્સપર્ટ્સનું માનવું છે કે જલ્દી જ પ્રમુખ દરોમાં ઘટાડો થવાનું શરુ થઇ શકે છે. આશા છે કે ઓગસ્ટ સુધીમાં રિઝર્વ બેન્ક બે વખત દરોમાં ઘટાડો કરી શકે છે. સેન્ટ્રલ બેંકે આ પહેલાં એપ્રિલની પોલિસી સમીક્ષામાં દરોમાં બે ચતુર્થાંશ કપાત કરી હતી. ગાલ પોલિસી રેપો રેટ ૬ ટકાએ છે. એક્સિસ બેન્કના ગ્રુપ એક્ઝિક્યુટિવ અને ટ્રેઝરી, માર્કેટ્સ એન્ડ…
હર્ષ ગુજરાલે કોમેડી શૉમાં ઓપરેશન સિંદૂર મુદ્દે બિહાર અને બિહારના લોકો પર ટીપ્પણી કરતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી New Delhi,તા.22 સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના અને રણવીરનો વિવાદ હજી શાંત થયો નથી, ત્યાં કાનપુરના કોમેડિયન હર્ષ ગુજરાલે એક વિવાદાસ્પદ ટીપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે. હર્ષ ગુજરાલે પોતાના કોમેડી શૉમાં ઓપરેશન સિંદૂર મુદ્દે બિહાર અને બિહારના લોકો પર ટીપ્પણી કરતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેનો પટણા શૉ રદ કરવા અને બહિષ્કાર કરવાની માગ કરી છે. ગુજરાલ ૨૩ મેથી ૨૬ જુલાઈ સુધી ૨૨ શહેરોમાં જો બોલતા હે, વહી હોતા હે. કોમેડી શૉ કરવા જઈ રહ્યો…
