- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Dhoraji,તા.22 જકાતનાકા નજીક અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનની તલાશ, ધોરાજીના માતાવાડી જવાના રસ્તે જુના જકાતનાકા પાસેથી પસાર થતાં રાહદારી યુવાનને અજાણ્યા વાહને હિટ એન્ડ રન નો ભોગ બનાવી ઘટના સ્થળે જ મોત નો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના સોમનાથ મંદિર સામે ખાડા વિસ્તારમાં રહેતા સિકંદર ભાઈ રજાકભાઈ પટણી ના ભાઈ અશરફભાઈ પટણી તારીખ 20 ના રોજ બપોરે 2:00 વાગે જુના જકાતનાકા પાસે માતાવાડી ના રસ્તે ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનને અડફેટે લેતા ઘટના સ્થળે અશરફભાઈ બેભાન થઈને ઢળી પડ્યા હતા, હાથ પગ અને વાસાના ભાગે અને આંખ પાસે ઇજા ના કારણે અશરફભાઈ નું ઘટના…
આદિવાસી પરિવાર ખેતરમાં કામ કરતો હતો ત્યારે ટ્રેક્ટર પાસે રમતા બાળક ને કાળ ભેટી ગયો Gondal તા.22 ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં ટ્રેક્ટર આગળ લેતી વખતે વ્હીલ નીચે આવી ગયેલા આદિવાસી પરિવારના સાત વર્ષના માસુમ બાળકનું કરુણમોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ થી 16 કિલોમીટર દૂર આવેલ ચરખડી ગામની સીમમાં ખેત મજૂરી કરવા ગયેલ મૂળ મધ્યપ્રદેશના ખરગોન ગામના અખિલેશ ભાવસિંગ નાહાલ આદિવાસી અને તેની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ખેતર ના શેઢે પડેલા ટ્રેક્ટર પાસે બાળકો રમતા હતા જેમાં અખિલેશ નહાલના સાત વર્ષના પુત્ર તેજ રમતો હતો ત્યારે ઉદયભાઇ સવજીભાઈ કંડોરીયા એ ટ્રેક્ટર ચાલુ…
Surendranagar, તા.૨૧ સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવતીની હત્યા થઈ હતી. જેને લઈને પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો. જોકે આ મામલે પોલીસે આરોપીનું સરઘસ ન કાઢ્યું જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. જેમાં લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો સાથે જ ટ્રેન પણ રોકાવી દીધી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં એક યુવતીની હત્યા થઈ હતી. આ કેસમાં આરોપીની પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ તો કરી લીધી હતી. જોકે પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં નથી આવ્યું જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકો દ્વારા આ મામલે આજે રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં વઢવાણ રાજકોટ બાયપાસ રોડ પર ચક્કાજામ…
Jamkandorana,તા.૨૧ ગુજરાતમાં હાલ ભારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ભાવનગર, સુરત અને અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યું છે. તો રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. જેના લીધે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ધોળીધાર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોળીધાર ગામમાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં નદીમાં પૂર આવી જતા ખેડૂત અને બળદ ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ધોળીધાર ગામમાં ૩ ઈંચ જેટલો…
તરુણ ગામી પર પૈસાની લેતી દેતીમાં અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે Morbi,તા.૨૧ મોરબીમા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે પૈસાની લેતી દેતીમાં બિલ્ડરના પુત્ર પર અજાણ્યા લોકોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. મોટા દહીસર પાસે બનેલી આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બિલ્ડરના પુત્ર તરુણ ગામીને ત્રણ ગોળી વાગતા ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ અને એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં મોટા દહીસર પાસે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ બિલ્ડરના પુત્ર તરુણ ગામી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં…
રથયાત્રાના રૂટમાં ફેરફારને લઇને મંદિર ટ્રસ્ટ, એએમસી, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો હતો જોકે હવે આ વિવાદનો અંત આવી ગયો Ahmedabad,,તા.૨૧ અમદાવાદ દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાના રૂટમાં ફેરફારને લઇને મંદિર ટ્રસ્ટ, એએમસી, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જોકે હવે આ વિવાદનો અંત આવી ગયો છે. કાલુપુર પાસે ડાયવર્ઝનને એક દિવસ માટે ખોલશે. જેથી હવે રથયાત્રાના રૂટમાં કોઇ ફેરફાર થશે નહી, રથયાત્રા પરંપરાગત રૂટ પરથી જ પસાર થશે.હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન નજીક નવા ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યું છે.…
સરકારી હોસ્પિટલમાં લાવતા સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણ પાંખેરૂ ઉડી જતા ફરજ પરના ડોકટર તેને મૃત જાહેર કર્યો હતો Jetpur ,તા.22 રાજકોટના જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં ગતરોજ માથાકૂટ થઈ હતી જેમાં તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે, આ બનાવ બનતાની સાથે પોલીસે બે મહિલા સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લીધા છે. મૃતકને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો સાજીદ હાજીભાઇ શેખને ગતરોજ ગોંડલ દરવાજા વિસ્તારમાં જૂની અદાવતમાં માથાકૂટ થયેલ હતી.…
પોલીસે બાળલગ્ન મામલે યુવક અને કાઝી સહિત સાત લોકો વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે Ahmedabad, તા.22 ગુજરાતમાં મોટાભાગે આદિવાસી વિસ્તારમાં બાળલગ્નના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદ જેવા મેગા સિટીમાંથી બાળલગ્નની ઘટનાની સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસને એક નનામી અરજી મળી હતી, જેમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બાળલગ્ન થઇ રહ્યા હોવાનો ઉલ્લેખ હતો. પોલીસે નનામી અરજીના આધારે તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે કાઝી સહિત સાત લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમાલપુર વિસ્તારમાં બાળલગ્ન થઇ રહ્યા હોવાની પોલીસને નનામી અરજી મળી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરતાં ૧૪ વર્ષની સગીરના…
New Delhi, તા.22 ભારતના અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાના જેપી મોર્ગનના રિપોર્ટ બાદ અન્ય ત્રણ રેટિંગ એજન્સીઓએ પણ સકારાત્મક સંકેતો આપ્યા છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યુ હોવાનું જણાવ્યું છે. એક રિપોર્ટમાં દેશનો જીડીપી ગ્રોથ અંદાજ વધારવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, ભારત એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે, જેનો જીડીપી ગ્રોથ ૨૦૨૫માં ૬.૨-૬.૩ ટકા રહેવાનો અંદાજ છે. ભારતમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે ખાનગી વપરાશ વધવાની સંભાવના છે. એસબીઆઈ રિસર્ચે રિપોર્ટમાં જણાવ્યું છે કે, વૈશ્વિક અનિશ્વિતતાઓ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની છે. જાન્યુઆરીથી માર્ચ, ૨૦૨૫ના ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ ૬.૪ ટકા-૬.૫ ટકા રહેવાનો અંદાજ…
New Delhi, તા.22 મહારાષ્ટ્ર નાગપુર કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય વિજય વડેટ્ટીવાર ફરી એકવાર વિવાદોમાં મુકાયા છે. તેમણે ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદિત નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે કે, કેન્દ્ર સરકારે પાકિસ્તાનના ૧૫ હજારની કિંમતના ડ્રોન માટે ૧૫ લાખની મિસાઈલનો ઉપયોગ કર્યો. આ મામલે સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ. નાગપુરમાં મીડિયા સાથે વાતચીત કરતાં વડેટ્ટીવારે કહ્યું કે, ઓપરેશન સિંદૂર મુદ્દે સરકારે પારદર્શિતા રાખવી જોઈએ અને લોકોને યોગ્ય અને સાચી માહિતી આપવી જોઈએ. જો કોઈ પૂછે કે, યુદ્ધ નાનું હતું કે મોટું, કેટલુ નુકસાન થયું, અમેરિકાના કહેવા પર સમાધાન કર્યું કે કેમ, તો તેમાં કાઈ ખોટું નથી. સરકારે તેનો…
