દંપત્તિ વચ્ચે ઝઘડો થયાં બાદ માનસિક ત્રાસ આપતો હોવાનો સાળાનો આક્ષેપ: બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot,તા.19
શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રહેતા 28 વર્ષ યુવાને આજે સવારે બનેવી ત્રાસથી પોતાના ઘરે ફીનાઇલ પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ કરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ધવલભાઇ અશ્વિનભાઈ બગથરીયા ઉંમર વર્ષ 28 વર્ષીય યુવાને આજે સવારે 7:00 વાગ્યે આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી જતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દોડી ગયો હતો આ અંગે ધવલભાઇ ના માસી ની દીકરી બેન જામનગર રહેતી હોય અને તેના બનેવીના બેંકના એટીએમ સહિત ડોક્યુમેન્ટ ધવલ પાસે હોય અને બેન અને બનેવીના ઝઘડો થતા બનેવી હાર્દિક નરસિંહભાઈ જેઠવા દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાનું ધવલે આક્ષેપ કર્યો હતો અને ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે આ અંગે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

