Junagadh, તા.20
જુનાગઢ તા 19/8/26 મેંદરડા તાબેના નતાડીયા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા દારૂની મહેફિલ માણતા બે મહિલા 8 પુરુષો સહિત 10 ને ઝડપી પાડી રૂપિયા 1.95 લાખનો મુદ્દા માલ કબજે કરી મેંદરડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસ માંથી મળતી વિગત મુજબ મેંદરડાના નતાડીયા ની સીમમાં આવેલ વાઇલ્ડ વાળી ક્વોટેજ નામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હોય જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મુડીરાત્રીના ત્રાટકી જ્યાં રૂમ નંબર 402 માં તપાસ કરતા મહિલા સહિત 8 પુરુષો મળી કુલ 10 ને હાથમાં ગ્લાસ ભરેલા દારૂ સાથે દબોચી લીધા હતા.
ઝડપાયેલાઓમાં જુનાગઢ કામ રોડ પર રહેતા મેહુલ બાબુ વણાર ઉ 41, દિવ્યેશ ઉર્ફે શ્યામ ભરત દંતાણી ઉમર 33 રે પોરબંદર રેલવે સ્ટેશન પાસે કુંભારવાડા, અખિલ બળવંત ભુવા ઉમર 40 રે રાજકોટ, રે રાજકોટ કોટેચા ચોક ની બાજુમાં જલારામ સોસાયટી, અર્પિત મનસુખ હિંગરાજીયા ઉમર 39 રે જામજોધપુર, વિમલ ચીમન ખાંટ રે જામવાડી જામજોધપુર, મીત કરણ કરંગીયા ઉમર પછી રે દાત્રાણા જામખંભાળિયા, રાજદીપ સોમા બારીયા ઉમર 20 રે જામજોધપુર, કલ્પેશ શાંતિભાઈ વાછાણી ઉમરો 39 રે જામવાળી જામજોધપુર, જ્યોતિબેન દિપક શિંદે ઉંમર 42 રહેવાસી રાજકોટ બેડીપરા વિસ્તાર અંબા ભગત ની શેરી ગુલીસ્તાન એપાર્ટમેન્ટ, અને ઈસ્મલ બેગ મિર્ઝાની પુત્રી સંજુ ઉંમર પાંત્રી રહેવાસી અમદાવાદ રામોલ વિસ્તાર સહિત બે મહિલા આઠ પુરુષો મળી કુલ 10 ને દબોચી લીધા હતા ઘટના સ્થળેથી પોલીસે દારૂની બોટલો ગ્લાસ ઉપરાંત ખાણીપીણી ની ચીજ વસ્તુઓ કબજે કરી હતી તેમજ નવ મોબાઈલ રૂપિયા 45,000 બ્રેઝા કાર નંબર જીજે 10 મફ 75 67 કિંમત રૂપિયા દોઢ લાખ મળી કુલ રૂપિયા 1,95,807 મેંદરડા પોલીસે કબજે કરી ગુનો નથી વધુ તપાસ હાથ ધરી છે,

